SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ચિત્તપરિતોષ માટે' રચ્યું હતું ને ત્યાં ભજવાયું પણ હશે. અર્ણોરાજનું મન્થન કરવામાં કુમારપાલનું વીરત્વ સૂચવવા માટેનું આ પ્રશંસાત્મક નાટક છે. આ કવિને તેમા શેષ ભટ્ટારકે સાન્નિધ્ય-સહાય આપી હતી, (જે. પ્ર.૬૪) આ નાટિકામાં નાયિકા ચંદ્રલેખા વિદ્યાધરી છે. વળી આ દેવચંદ્રગણિએ માનમુદ્રાભંજન નામનું એક બીજું નાટક સનન્કુમાર ચક્રવર્તિ તથા વિલાસવતીનાં સંબંધ ઉપર રચેલું પરંતુ તે હજુ ઉપલબ્ધ નથી. {‘ચિત્ર ચિંતામણિ' રચ્યાનો ઉલ્લેખ ચંદ્રલેખા પ્ર. શ્લો. ૧૧માં છે. ૪૦૨. સં.૧૨૨૨માં મલધારી હેમચંદ્રસૂરિની આવશ્યક પરની પ્રદેશવ્યાખ્યા પર તેમના શિષ્ય શ્રીચંદ્રસૂરિએ ટિપ્પણ રચ્યું (પી.૨,૩, પી.૩,પૃ.૧૪) (તેમના અન્ય ગ્રંથો માટે જુઓ અગાઉ પારા ૩૫૭-૩૫૯) સં.૧૨૨૪ માં મૂલ એટલે પૌ૦ ધર્મઘોષસૂરિના શિષ્ય વિમલગણિકૃત દર્શનશુદ્ધિ પ્રકરણ પરની વૃત્તિનો ઉદ્ધાર તે વિમલગણિના શિષ્ય દેવભદ્રસૂરિએ બૃદવૃત્તિ રચીને કર્યો કે જેમાં પોતાના શિષ્ય શાન્તિભદ્રે સહાય કરીને જેનો પ્રથમાદર્શ મુનિપ્રભે લખ્યો તે બૃહદ્વૃત્તિની પ્રત તાડપત્ર પર લખાઇ (પા. સૂચિ નં.પ. તથા નં.૩૦). ૪૦૩. પ્રસિદ્ધ વાદિ દેવસૂરિ સં. ૧૨૨૬માં ભદ્રેશ્વરસૂરિને ગચ્છભાર સોંપી સ્વર્ગસ્થ થયા.(પ્ર.ચ.) ૪૦૪. મુનિરત્નસૂરિ– તેઓ ચંદ્ર-પૌર્ણમિક ગચ્છના સમુદ્રઘોષસૂરિ (જૂઓ ટિપ્પણ નં ૨૪૫) ના શિષ્ય હતા. તેમણે ઉજ્જયિનીમાં મહાકાલના દેવાલયમાં નરવર્મા રાજાની સભામાં વિદ્યાશિવ વાદીને હરાવ્યો હતો. તેમણે ‘બાલકવિ’ એ બિરૂદવાળા જગદેવમંત્રીની વિનંતિથી ભવિષ્યમાં થનારા તીર્થંકર અમમસ્વામિનું ચરિત્ર સં.૧૨૨૫ માં (દ્વિપંચદિનકૃત વર્ષે) પત્તનમાં રચ્યું કે જેનો પ્રથમાદર્શ ગૂર્જરવંશના ઉદયરાજ મંત્રીના વિદ્વાન પુત્ર સાગરચંદ્રે લખ્યો અને જે નૃપાક્ષ પટલાધ્યક્ષ કુમાર કવિ સંશોધ્યું. પછી મુનિરતસૂરિએ તે પત્તનમાં જ શાંતિનાથના મંદિરમાં સભા સમક્ષ તેને વાંચી સંભળાવ્યું કે જેમાં વૈયાકરણ શ્રી પૂર્ણપાલ, યશઃપાલ, જગદેવ બાલકવિ, આદિ હતા. પી. ૩,૯૦ {પ્ર. મણિ વિ. ગ્રં.} તે સૂરિએ અંબડ ચરિત્ર કે જેમાં અંબડ ક્ષત્રિય તથા તેની પુત્રીઓની ઉત્પત્તિ કેમ થઇ તેનું વર્ણન છે. અને મુનિસુવ્રત ચરિત્ર (પી. ૩,૧૪૪) પણ સંસ્કૃતમાં રચ્યાં છે. ૪૦૫. ઉક્ત જગદેવ તે ચૌલુક્ય રાજાના વારાહી નામની નગરીમાં વસતા કોશાધિપ (ખજનચી) નામે શ્રીમાલકુલના યશોધવલનો પુત્ર હતો. તેને ‘બાલકવિ' એ બિરૂદ હેમચંદ્રાચાર્યે આપ્યું હતું. પહેલા જૈનધર્મથી વિરુદ્ધ ચાલનાર શ્રાવકોને શિક્ષા આપવા માટે ધર્મઘોષસૂરિએ (મુનિરતના પ્રગુરુ) સોળ શ્રાવકો નિમ્યા હતા. તેમાં જગદેવ મુખ્ય હતો.૨૪ તેણે કુમારપાલ ભૂપતિના મહાૌહૂર્તિક શ્રી ૩૨૩. રાજ્યના આય-વ્યયના હિસાબ રાખનારૂં કાર્યાલય તે ‘અક્ષપટલ' કહેવાતું અને તેનો અધિકારી ‘અક્ષપટલિક, અક્ષપટલાધીશ' કહેવાતો. જુઓ ઓઝાજીકૃત ભારતીય પ્રાચીન લિપી-માલા પૃ.૧૫૨, ટિપ્પણ ૭અને૮. ३२४. बालत्वे स्वकवित्वरंजितहृदः श्री हेमसूरेमुर्खात् द्वैतीयीकमवाप बालकविरित्युद्दाम सन्नाम यः ॥ प्राक् चक्रे किल धर्मघोषगणभृद् यान् षोडश श्रावकान् गच्छे स्वे व्रतिनां जिनागमविधिं व्यालुंपतां शासकान् । धर्मस्थीय विशारजो नयपटु विद्याव्दि पारंगम स्तेष्वप्येष यथावशेष विबुधानुल्लंध्य वाग्मुख्यंतां ॥ અમમરિત્ર પી.૩,૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy