SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૯૪ થી ૪૦૧ ૧૮૯ જિનનાં ચરિત્રોનું શ્લોક પ્રમાણ લગભગ બે લાખ થાય. નેમિનાથ ચરિત્ર અપભ્રંશ ભાષામાં જ રચાયેલું છે ને તે સં.૧૨૧૬ ના કાર્તિક શુ.૧૩ સોમે પાટણમાં પૂર્ણ થયું છે, કે જેનું શ્લોકપ્રમાણ ૮૦૩૨ છે, (જે.પૃ.૨૭-૨૮; પ્ર૦ ડા૦ યાકૉબી સંપાદિત જર્મની.) આમાંના ચંદ્રપ્રભ ચરિત્રની તાડપત્રની સં.૧૨૨૩ની લખાયેલી પ્રત પાટણમાં-સંઘવીના પાડાના ભંડારમાં મોજૂદ છે. તથા કાં. વડો. માં તેની પ્રત છે. તેમાં તથા મલ્લિનાથ ચરિત્ર (હં. ભં. વડોદરા)ની પ્રાંતે પૃથ્વીપાલ મંત્રીની પ્રશસ્તિ આપી છે તે પરથી ગુજરાતના જૈન મંત્રીવંશની ઘણી હકીકતો મળી આવે છે.૧૯ મલ્લિનાથ ચરિત્ર પ્રાકૃતમાં છે ને તે ત્રણ પ્રસ્તાવનામાં ને તેમાં સર્વદેવગણિએ કર્તાને સહાય આપી હતી (તેની પ્રત કસ્તુરસાગર ભં. ભાવનગરમાં છે). ૩૯૮. તાડપત્ર પર સં. ૧૨૧૭માં યશોદેવકૃત ચંદ્રપ્રભચરિત્ર (૨.સં.૧૧૭૮ જે. ૩૩) લખાયું અને સં.૧૨૧૮માં કુમારપાલ રાજ્યે યશોધવલના અમાત્યપણામાં કલ્પસૂર્ણિ અણહિલપાટકમાં જિનભદ્રાચાર્ય માટે તાડપત્ર પર લખાઇ (ભાં.ઇ.માં છે.કી ૧૮૮૦-૮૧,૧૦). સં ૧૨૧૮માં તાડપત્ર પર લખાયેલી દેવનાગના શિષ્ય શ્વેતપાચાર્ય ગોવિંદકૃત કર્મસ્તવ ટીકાની પ્રત પાટણ ભંડારમાં છે.૩૨૦ ૩૯૯. ૧૨૨૧(?) માં પદ્મપ્રભસૂરિએ ́ ભુવનદીપક નામનો જ્યોતિષનો ગ્રંથ રચ્યો કે જેનું બીજું નામ ગ્રહભાવપ્રકાશ છે. ૪૦. ભદ્રેશ્વરસૂરિના શિષ્ય શાન્તિસૂરિના શિષ્ય અભયદેવસૂરિના શિષ્ય પરમાનન્દસૂરિએ પ્રાચીન છ કર્મગ્રંથ પૈકી પહેલા કર્મગ્રંથ નામે ગર્ગર્ષિકૃત કર્મવિપાક ૫૨ સંસ્કૃત વૃત્તિ ૯૨૨ શ્લોકપ્રમાણ રચી.૩૨૨ પરમાનન્દસૂરિ અને ચક્રેશ્વરસૂરિના સદુપદેશથી વાવલ્લિમાં કુમારપાલ દેવરાજ્યે -શ્રી કુમારપાલદેવ પ્રસાદાસ્પદ શ્રી ધારાવર્ષ નરેન્દ્ર રાજ્યે જ્ઞાતા ધર્મકથાંગની રત્નચૂડ કહા (દેવેન્દ્રગણિકૃત) સં.૧૨૨૧માં તાડપત્ર પર લખાઇ (પી.૩ પૃ ૬૯-૭૦). કર્મવિપાકના વૃત્તિકા૨ જ આ પરમાન્દસૂરિ હશે, આથી તેમનો સમય નિશ્ચત થાય છે. તે જ વર્ષમાં હેમાચાર્યકૃત સિદ્ધહૈમલઘુવૃત્તિની તાડપત્ર પર લખેલી પ્રત પાટણ ભંડારોમાં છે. (પા.સૂચિ નં.૨૭). ૪૦૧. આ સમયમાં પ્રસિદ્ધ હેમચંદ્રસૂરિના શિષ્ય(ગુરુ નહીં) દેવચન્દ્ર મુનિએ ચંદ્રલેખા વિજય પ્રકરણ {સં. પ્રદ્યુમ્ન વિ. પ્ર. શા. ચી. એ. સેંટર }નામનું પંચાકી નાટક ‘કુમારવિહારમાં મૂલનાયક પાર્શ્વજિનની વામ બાજુએ રહેલા શ્રીમદ્ અજિતનાથદેવના વસંતોત્સવ ૫૨ કુમારપાલની પરિષદ્ના ૩૧૯. એજન જૈન તા. ૨૯ - ૭ - ૨૮, પૃ. ૫૭૦ અને ૧૨ - ૮ - ૨૮ પૃ. ૬૦૯: જુઓ તેમની જે૦ પ્રસ્તાવના પૃ. ૪૮. ૩૨૦, ૧૨૧૮ને બદલે સં.૧૨૮૮ની તાડપત્રની પ્રત ‘સટીકા ચત્યારઃ પ્રાચીનાઃ કર્મગ્રંથાઃ'ની પ્રસ્તાવનામાં બતાવી છે. (પી.૫, ૫૩) ૩૨૧. આ સૂરિ વાદિ દેવસૂરિ શિષ્ય હતા એમ નાગોરી તપાગચ્છની પટ્ટાવલીમાં જણાવ્યું છે તેમના આ ભુવનદીપક ગ્રંથ માટે જુઓ વે. નં ૩૭૨, અને તે ૫૨ સં.૧૩૨૬માં સિંહતિલકસૂરિએ વૃત્તિ રચી છે. એક પદ્મપ્રભસૂરિએ સં.૧૨૯૪માં મુનિસુવ્રત ચરિત્ર રચ્યું છે. પી. ૩, ૩૦૨. ૩૨૨. આની તાડપત્રની પ્રત સં.૧૨૨૮ ની મળી આવે છે. (ચાર પ્રાચીનકર્મગ્રંથની પ્રસ્તાવના, પા. સૂચિ.નં.૧૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy