SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ધનપાલ, દેવચંદ્રસૂરિ, શાંતિસૂરિ, દેવભદ્રસૂરિ અને માલધારી હેમચંદ્રસૂરિની કૃતિઓનું સ્મરણ કરી તેમની ગુણસ્તુતિ કરી છે. - ૩૯૪. આ સમયમાં રાજગચ્છીય અભયદેવસૂરિ-ધનેશ્વર-અજિતસિંહ-વર્ધમાન-શીલભદ્ર-ભરતેશ્વરવૈરસ્વામિના શિષ્ય નેમિચંદ્રસૂરિ થયા તેણે હિંદુદાર્શનિક કણાદનાં મતનું-વૈશષિક મતનું ખંડન કર્યું હતું. ૩૯૫. દુર્લભરાજ નામનો પ્રાગ્વાટ વણિક તે મૂળ ભીમદેવરાજાના ‘વ્યયકરણ પદામાત્ય' જાહિલના પુત્ર મહત્તમ નરસિંહનો પુત્ર હતો. તે દુર્લભરાજ કવિ હતો અને કુમારપાલે તેને મહત્તમ(હેતો પ્રધાન) કરેલો હતો. તે કવિ-મંત્રિએ સં.૧૨૧૬માં સામુદ્રિકતિલક નામના સામુદ્રિક પર ગ્રંથની રચના કરી કે જેમાં તેના પુત્ર જગદેવે સમર્થન કર્યું. (વે.નં. ૪૦૧ લીંદા.૨૭નં. ૬૭) ૩૯૬. ચંદ્રગચ્છીય (રાજગચ્છીય) અભયદેવસૂરિ-ધનેશ્વર-અજિતસિંહ-વર્ધમાન-ચંદ્રપ્રભભદ્રેશ્વરસૂરિ શિષ્ય હરિભદ્રાચાર્યથી (આચાર્યપદને) પ્રાપ્ત થયેલા જિનચંદ્રસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ થયા તેમણે ઉમાસ્વાતિ વાચકના રચેલા જંબુદ્વિપ સમાસ પર વિનેયજનહિતા ટીકા (પ્ર) સત્યવિજય ગ્રંથમાલા નં. ૨) સં ૧૨૧૫માં શરઋતુમાં પાલીમાં સાહાર શ્રેષ્ઠિના ઘરમાં રહિને રચી હતી, તેમાં પોતાના ગુરૂ તરિકે વર્ધમાનસૂરિ શિષ્ય જિનચંદ્રગણિને પણ કર્તાએ સ્વીકાર્યા છે. આ જિનચંદ્રના શિષ્યો સર્વદેવ, પ્રદ્યુમ્ર અને યશોદેવસૂરિઓ હતા. (કા. વડો નં.૧૧૬). જૈન ગ્રંથાવલીમાં જણાવેલ જિનભદ્રગણિના ક્ષેત્રસમાસ પર વિ. સં. ૧૨૧૫માં ત્રણ હજાર (?) શ્લોક પ્રમાણ વૃત્તિ રચનાર વિજયસિંહસૂરિ આ સૂરિથી ભિન્ન વ્યક્તિ કદાચ નહિં હોય.૧૮ ૩૯૭. વડ-બૃહદ્ ગચ્છમાં થયેલા જિનચંદ્રસૂરિના બે શિષ્ય નામે આંબ(આમ્ર)દેવસૂરિ (જુઓ પારા નં. ૩૫૪) અને શ્રીચંદ્રસૂરિ તેઓ પૈકી શ્રીચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ થયા. તે ગૂર્જર રાજધાની પાટણમાં ઘણો કાલ રહ્યા જણાય છે, અને રાજમંત્રીઓ સાથે વિશેષ પરિચય તેમનો હતો, એ પણ સ્પષ્ટ છે. સિદ્ધરાજ અને કુમારપાલ બંને રાજવીના મહામાત્ય મંત્રી પૃથ્વીપાલની પ્રાર્થનાથી આ આચાર્ય ચોવીસે જૈન તીર્થંકરોના ચરિત્ર પ્રાકૃત અપભ્રશાદિ ભાષામાં રચ્યાં હતાં-તેમાંના ચન્દ્રપ્રભ ચરિત્ર મલ્લિનાથ ચરિત્ર અને નેમિનાથ ચરત્રિ નેમિનાહી. ભા. ૧-૨ સં. ભાયાણી પ્ર.લા.દ.વિ.) એ ત્રણ હજુ સુધી પાટણમાં ઉપલબ્ધ થયાં છે, કે જેટલાનું શ્લોક પ્રમાણ ૨૪000 છે. આ હિસાબે ચોવીસે ૩૧૬, ૫ર્તનતનવતાવસતિ ધૃવત્તપદMતિ-સ્તત્વવંદ્રમા: સમનિ શ્રી નેવિંદપ્રમઃ | नि:समान्यगुणैर्भुवि प्रसृमरैः प्रालेयशैलोज्ज्वलै र्य श्चक्रे कणभोजिनो मुनिपतेर्व्यर्थं मतं सर्वतः ॥ –માણિક્યચંદ્રકૃત પાર્શ્વચરિતને કાવ્યપ્રકાશ સંકેતની પ્રશસ્તિ પી.૧૬૦ અને ૩૨૧, ડૉ.સતીશચંદ્રનો ન્યાયશાસ્ત્ર ઇતિ. પૃ.૪૦. ૩૧૭. શ્રીમાન દુર્તમાનપત્ય દ્ધિધામ સુવિરપૂત | ય શ્રી કુમારપાતો મદત્ત ક્ષતિપતિ: વૃતવાન્ || -સામુદ્રિકતિલક. ૩૧૮. પંડિત લાલચંદનો સિદ્ધરાજ અને જૈનો' એ નામનો લેખ જૈન તા. ૨૨-૧-૨૮ પૃ.૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy