SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૯૦ થી ૩૯૩ કુમારપાલના સમયમાં સાહિત્યપ્રવૃત્તિ ૧૮૭ તે કવિ સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ અને મૂલરાજની રાજસભામાં એટલે સં.૧૨૧૧ થી ૧૨૫૦ સુધી વિદ્યમાન હતો.૩૧૫ ૩૯૨-ક. કુમારપાલના રાજ્યમાં અનેક ગ્રંથોની પ્રતો તાડપત્ર પર લખાઇ; તે પૈકી નીચેની જેસલમેરના ભંડારમાં ઉપલબ્ધ છેઃ- સં૧૨૦૧માં ભૃગુકુચ્છમાં હરિભદ્રકૃત ન્યાયપ્રવેશટીકાની (જે.૪) શાલિભદ્રકૃત સંગ્રહણીવૃત્તિની (જે.૨૦), તથા પ્રમાલક્ષણની (જે.૧૭), સં.૧૨૦૨માં રામચંદ્ર અને ગુણચંદ્ર વિરચિત સ્વોપજ્ઞ દ્રવ્યાલંકાર ટીકાની (જે.૧૧), સં. ૧૨૦૫માં કાવ્યકલ્પલતાવિવેકની (જે.૨૨), સં. ૧૨૦૬માં હૈમલઘુવૃત્તિની (જે.૧૪), સં.૧૨૦૭માં રૂદ્રપલ્લીય સમાવાસમાં ગોવિંદચંદ્રના રાજ્યમાં વાસવદત્તાની (જે.૫), સર્વધરકૃત સ્યાદ્યન્તક્રિયાની (જે. ૫) તથા પલ્લી (પાલી)નો ભંગ થતા ત્રુટિત રહેલ અભયદેવકૃત પંચાશક વૃત્તિની અજયમેરૂમાં (જે. ૬), સં.૧૨૧૨માં વિમલસૂરિના શિષ્ય ચંદ્રકીર્તિગણિએ ધર્મઘોષસૂરિના મુખમાંથી નીકળેલા સિદ્ધાંતનાં વિષયો જેમાં એકઠા કર્યા છે એવા સિદ્ધાંતવિચાર-સિદ્ધાંતોદ્ધારની (પી.૧,૩૩) તથા અજયમેરૂ(અજમેરમાં) વિગ્રહરાજના રાજ્યમાં હરિભદ્રકૃત ઉપદેશપદ પરથી વર્ધમાનસૂરિ કૃત ટીકાની (જે. ૭) સં. ૧૨૧૫માં રાજાનક મમ્મટ અને અલકની કૃતિ નામે કાવ્યપ્રકાશની કુમારપાલ રાજ્યે અણહિલ પાટણમાં (જે. ૧૮) સં.૧૨૧૬માં રાજશેખરકૃત કાવ્યમીમાસાની અને અજયમેરૂમાં કવિરહસ્યવૃત્તિની (જે.૫) સં.૧૨૨૨માં પુષ્પમાલાની (જે. ૩૨); સં. ૧૨૨૫માં અણહિલ પાટકમાં કુમારપાલરાજ્યે મહામાત્ય કુમરસીંહના સમયમાં શાંતિસૂરિષ્કૃત પ્રા0 પૃથ્વીચંદ્રચરિત્રની (જે.૧૭) અને વટપદ્રકમાં રત્નાવતારિકાની (જે.૧૮) સં.૧૨૨૬માં મંડલીમાં શ્રીચંદ્રસૂરિષ્કૃત નંદી દુર્ગપદ વ્યાખ્યાનની (જે.૨૩). અને સં.૧૨૨૭માં કુમારપાલરાજ્યે વાયનના મંત્રીપદે વિષયદંડાજ્યપથકમાં પાલાઉદ્ગગામે શીલાચાર્યકૃત મહાપુરિસચરિયની (જે.૩૯) લખાઇ. વળી જુઓ પારા ૩૯૮, અને ૪૦૦, ૩૯૩. ચંદ્રગચ્છના સર્વદેવસૂરિના સંતાનીય જયસિંહસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિ થયા. તેમણે અણહિલવાડપુર(પાટણ)માં કર્પર પટ્ટાધિપ પુત્ર સોમેશ્વરના ઘરની ઉપરની ભૂમિમાં વસતિસ્થાન રાખી તેના કુટુંબીઓની પ્રાર્થનાથી સં.૧૨૧૪માં આસો વ.૭ બુધવારે સનત્કુમારચરિત્ર પ્રાકૃત આઠ હજાર શ્લોક પ્રમાણમાં રચ્યું. તેની પ્રથમ પ્રતિ હેમચંદ્રગણિએ લખી. કર્તાએ છેવટે પોતાના ગુરૂભાઇઓ નામે યશોભદ્રસૂરિ, યશોદેવસૂરિ, શ્રીચંદ્રસૂરિ અને જિનેશ્વરસૂરિનાં નામ આપેલા છે. (આની તાડપત્રની પ્રત પા. ભં. માં છે પં. લાલચંદનો સિદ્ધરાજ અને જૈનો એ લેખ જૈન તા.૨૦-૫-૨૮ પૃ. ૩૭૬) આ ગ્રંથમાં કર્તાએ પ્રારંભમાં કવિપ્રશંસા કરતાં હરિભદ્રસૂરિ, સિદ્ધમહાકવિ અભયદેવસૂરિ, ૩૧૫. જુઓ સોમપ્રભસૂરિષ્કૃત શતાર્થ કાવ્ય શ્લોક ૯૮, વળી આ કવિકુટુંબના સંબંધમાં જુઓ શ્રી જિનવિજયની દ્રૌપદી સ્વયંવર નામે સિદ્ઘપાલના પુત્ર કવિ વિજયપાલ રચિત નાટકની પ્રસ્તાવના(પ્ર૦ આ સભા) સિદ્ધપાલ માટે સોમપ્રભસૂરિના સુમતિનાથ ચરિત અને કુમારપાલ પ્રતિબોધની પ્રાયઃ એક પ્રકારની પ્રશસ્તિમાં શ્રીપાલ સંબંધી કહી પછી જણાવ્યું છે કે : सूनुस्तस्य कुमारपालनृपतिप्रीतेः पदं धीमता-मुत्तंसः कविचक्रमस्तकमणिः श्री सिद्धपालोऽभवत् । यं व्यालोक्य परोपकारकरूणासौजन्यसत्यक्षमा दाक्षिण्यैः कलितं कलौ कृतयुगारभ्भो जनै र्मन्यते ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy