SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિશેષાવશ્યકવૃત્તિ, વ્યવહાર સૂત્રવૃત્તિ (તાડપત્ર રી૧૮૭૨-૭૩ નં.૧૩૧-૩૨; તાડપત્ર રીડ ૧૮૮૧૮૨ નં. એ ૧૩; જે૦; પી. ૨, ૧૩; પી. ૩, ૬૭ અને ૧૫૭ (સં. માણેકમુનિ, મુદ્રિત }), અને સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ (જે; પી. ૩, ૧૭૩ આ૦ સમિતિ નં. ૨૪) રચી; વળી આગમ સિવાયના ગ્રંથો જિનભદ્રક્ષમાશ્રમણકૃત ક્ષેત્રસમાસ પર ટીકા (જે) તાડપત્ર કી. ૨,૧૬; વે૦ નં. ૧૫૮૯-૯૧ પ્રવ જૈન ધ. સભા.), કર્મપ્રકૃતિ એ શિવશર્મસૂરિકૃત ૪૧૫ ગાથાના પ્રાચીન કર્મગ્રંથ પર ટીકા-કે જેમાં પંચસંગ્રહ અને ચંદ્રમહત્તરની ટીકા, અનુયોગદ્વાર ચૂર્ણિ અને વિશેષણવતીનો પોતે ઉલ્લેખ કર્યો છે (પી. ૩, ૪૯; કી. ૨, નં૩૯૭ ૦ નં.૧૫૮૭ પ્ર0 જૈન ધ0 સભા તથા દેવ લાવ નં. ૧૭) ધર્મસંગ્રહણી ટીકા ( દે. લા. નં. ૩ અને ૪૨) {અજિતશેખર વિ.ના ગુજ. અનુ. સાથે પ્ર. દિવ્ય દર્શન }) ધર્મસાર ટીકા, ચંદ્રષિમહત્તરકૃત પંચસંગ્રહ પર વૃત્તિ (0) પડશીતિ વૃત્તિ, (પા૦ સૂચિ નં. ૫૫) સપ્તતિકા (છઠો કર્મગ્રંથ) પર ટીકા (પી. ૩, ૭૧; પી. ૪, ૧૨૮; તાડપત્ર કી. ૨, ૪૭) આદિ ટીકા રચી છે. સ્વતંત્ર ગ્રંથમાં મુષ્ટિ વ્યાકરણ એ નામનું શબ્દાનુશાસન ૬૦૦૦ શ્લોક પ્રમાણ (તાડપત્ર કી. ૨, ૫૪; પા. સૂચિ ન પ૪ {સં. પં. બેચરદાસ પ્ર. લા.દ. વિદ્યામંદિર }) રચ્યું છે. (જે સૂચિ પ્ર) પૃ.૨૦) આ મલયગિરિએ તત્ત્વાર્થ ભાષ્ય પર વ્યાખ્યા પણ રચી હતી. એમ તેમની પ્રજ્ઞાપના વૃત્તિમાં પદ ૧૫ પૃ. ૨૯૮ મળતા ઉલ્લેખ તેમજ તેના જેવા બીજા ઉલ્લેખો પરથી માન્યતા બંધાયેલી છે. (૫. સુખલાલની તત્ત્વાર્થ પ્રસ્તાવના) તેમને સંગ્રહણી વૃત્તિ રચી છે. તે ઉપલબ્ધ છે.) {આ ઉપરાંત રાજપ્રશ્નીય ઉપાંગ-ટીકા અને જીવાજીવાભિગમ ઉપાંગ ટીકો છપાઈ છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ ટીકા મળે છે. જંબૂઢીપપ્રજ્ઞપ્રિ ટીકા અને દેવેન્દ્રનરકેન્દ્ર પ્ર. અનુપલબ્ધ છે. ઉપરોક્ત ગ્રંથસૂચીમાં વિશેષા. ટીકા, ધર્મસાર ટીકા, ઓઘનિ. ટીકા તત્ત્વાર્થ ટીકા અનુપલબ્ધ છે. ઉપલબ્ધમાંથી ભગવતી ટીકા અને ચંદ્રપ્રજ્ઞપ્તિ ટીકા સિવાયના બધા ગ્રન્થો પ્રગટ થયા છે. } ૩૯૦. કુમારપાલના રાજ્યાભિષેકના વર્ષમાં-સં ૧૧૯૯માં માઘ શુ.૧૦ ગુરુએ મંડલિપુરિ (માંડલ)માં કુમારપાલના રાજ્ય પ્રારંભમાં દશહજાર શ્લોકપ્રમાણ પ્રાકૃત સુપાર્શ્વનાથનું ચરત્રિ લક્ષ્મણ ગણિએ રચ્યું. (પં. હરગોવિન્દદાસ સંશોધિત પ્ર. જૈનવિવિધ સાહિત્યશાસ્ત્રમાલા અને ગૂ. ભાષા આ૦ સભા)તે કર્તા મલધારી હેમચંદ્રસૂરિના શિષ્ય અને શ્રીચંદ્રસૂરિના ગુરુભાઇ થાય. ૩૯૧. સં. ૧૨૦૪ નાં જિનભદ્ર ઉપદેશમાલા કથા, સં.૧૨૦૭ માં ચંદ્રકુલના પ્રદ્યુમ્રસૂરિ શિષ્ય ચંદ્રસેને ઉત્પાદસિદ્ધિ નામનું પ્રકરણ સટીક (વ્યાકરણ સંબંધી પી.૩,૨૦૯), સં.૧૨૧૬માં નેમિચંદ્ર પ્રાકૃતમાં અનંતનાથચરિત, સં. પગારિયા પ્ર.લા.દ.વિ. } સં.૧૨૨૬માં કનકચંદ્ર (?) પૃથ્વીચંદ્ર પર ટિપ્પણ, સં.૧૨૨૯ માં રવિપ્રત્યે શીલભાવના વૃત્તિ એમ અનેક અનેક ગ્રંથો રચ્યાં. ૩૯૨. ભાષા ચક્રવર્તી મહાકવિ શ્રીપાલ સંબંધી અગાઉ આપણે જોઈ ગયા. (પારા નં. ૩૨૧) તેનો પુત્ર સિદ્ધપાલ પણ મહાકવિ હતો. તેના વસતિગૃહમાં મોટા મોટા વિદ્વાન જૈન સાધુ-આચાર્યો નિવાસ કરતા હતા. તે કુમારપાલ રાજાનો પ્રીતિપાત્ર અને શ્રદ્ધેય સુહૃદ હતો અને તેની પાસેથી તે રાજા શાંતિદાયક નિવૃત્તિજનક વ્યાખ્યાન કોઇ કોઇ વખત સાંભળતો હતો. આવું એક આખ્યાન તેની વસતિમાં જ રહી સં. ૧૨૪૧માં સોમપ્રભસૂરિએ પૂરા કરેલા કુમારપાલ પ્રતિબોધ નામના ગ્રંથમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy