SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૮૧. તેના રાજ્યની કેટલીક ઘટનાઓ નોંધીએઃ- સં.૧૨૦૧ માં આબુપરની વિમલવસહીની ભમતીમાં તેના મૂલસ્થાપક વિમલ મંત્રીના મોટાભાઇ નેઢના પુત્ર મંત્રી લાલિગના પુત્ર મંત્રી મહિં દુકના પુત્ર મંત્રી દશરથે નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરી. સં.૧૨૦૪માં તે વિમલમંત્રીના મોટા ભાઇ નેઢના બીજા પુત્ર ધવલના પુત્ર આનંદના પુત્ર પૃથ્વીપાલ મંત્રીએ તે પ્રસિદ્ધ વિમલવસહિ નામના મંદિરનો ઉદ્ધાર કર્યો તે વખતે ધનેશ્વરસૂરિશિષ્ય શ્રીચંદ્રસૂરિ હાજર હતા. ૧૮૨ ૩૮૨. મેડતા પાસેના ફલવર્ઝિપુર (ફલોધી)ના પારસ શ્રાવકે ત્યાં નીકળેલી પાર્શ્વનાથની મૂર્તિ માટે વાદિદેવસૂરિના કહેવાથી એક પ્રસાદમાં તે બિંબની પ્રતિષ્ઠા કરી ૪ ૩૮૩. આ ઉપરોક્ત પૃથ્વીપાલ અને દશરથ કુમારપાલના મંત્રિઓ હતા.ઉપરાંત તેના રાજ્યમાં સિદ્ધરાજના જૈન મંત્રિઓ કાયમ હતા. ઉદયન મંત્રીને તેણે માહામાત્ય બનાવ્યો, તેને સૌરાષ્ટ્ર જીતવા મોકલ્યો હતો અને ત્યાં સં.૧૨૦૫ કે ૧૨૦૮ માં તેનું અવસાન થયું તે મંત્રીના પુત્ર અંબડ દંડનાયકે કોંકણનાં કદંબવંશીય રાજા મલ્લિકાર્જુન પર બીજી સવારી કરી જય મેળવ્યો હતો અને તેથી કુમારપાલે તેને ‘રાજપિતામહ'ની પદવી આપી હતી.૩૦૫ ઉદયનનો જયેષ્ઠ પુત્ર વાગ્ભટ્ટ(બાહડ)યોદ્ધો હતો, તેમજ તે સાહિત્યનિપુણ હતો એમ તેણે વાગ્ભટ્ટાલંકાર નામનો ગ્રંથ રચ્યો ગણીએTM તો અવશ્ય કહી શકાય. તેને કુમારપાલે ‘સકલ રાજકાર્ય વ્યાપારમાં અમાત્ય' બનાવ્યો હતો, ને ઉદયન પછી તેનું ‘મહામાત્ય' પદ વાગ્ભટ્ટને અપાયું હતું અને કુમારપાલના અંત સુધી તે એ પદ પર પ્રતિષ્ઠિત રહ્યો હતો.૩૦૭ ૩૦૮ ૩૮૪. મહામાત્ય બાહડ (સં.વાગ્ભટ્ટ) કુમારપાલના રાજ્યમાં પોતાના પિતા ઉદયનમંત્રીની ઇચ્છાનુસાર શત્રુંજય પરનું મુખ્યમંદિર કે જે લાકડાનું હતું તે જીર્ણ થવાથી તથા તે બળી જાય તેવો ભય ટાળવાના હેતુથી તેનો ઉદ્ધાર કરવા તેનું પાક્કા પત્થરનું મંદિર બંધાવ્યું. એ ત્રણ વર્ષમાં તે તૈયાર થયું, પછી તે મંત્રીએ પાટણથી મોટો સંઘ કાઢી ઘણું દ્રવ્ય ખર્ચી સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના હાથે૦૯ ૩૦૩. ત્યાંનો શિલાલેખ-જુઓ મુનિ કલ્યાણવિજયનો ‘આબુના જૈન શિલાલેખો’એ લેખ ‘જૈન તા. ૯-૧૦-૨૭ પૂ. ૭૦૭ ૩૦૪. ઉપદેશસપ્તતિકા-સપ્તમ ઉપદેશ. ૩૦૫. પ્રબંધચિંતમણી, સુકૃતસંકીર્તન, વસન્તવિલાસ જુઓ. ૩૦૬. વાગ્ભટ્ટાલંકારનો કર્તા વાગ્ભટ્ટ તે સોમનો પુત્ર હતો ને તેણે જયસિંહના રાજ્યમાં તે રચ્યો એમ કવચિત્ જણાયું છે. (જુઓ પારા ૩૨૦) {જુઓ ટિ. ૨૬૩} ૩૦૭. જુઓ જયસિંહકૃત કુમા૨પાલચરિત અને જિનમંડનકૃત કુમારપાલ પ્રબન્ધ. શ્રી જિનવિજયનું અવલોકન પ્રાચીન લેખસંગ્રહ ભાગ ૨, પૃ.૮૯ ૩૦૮. ગુજરાતમાં પૂર્વકાલમાં ઘણું કરી લાડકાનાં મકાનો બંધાતાં હતાં. એનો નિર્ણય આ મંદિર સંબંધી મેરૂતુંગે ‘પ્રબંધચિંતામણી’માં આપેલ વૃત્તાંતથી સ્પષ્ટ થાય છે. ગૂજરાતની પ્રાચીન રાજધાની વલભીનગરીના ઘૂંસાવશેષોમાં પત્થરનું કામ જરાપણ ઉપલબ્ધ નથી તે પરથી પુરાત્ત્વજ્ઞોનું એવું માનવું છે કે આ દેશમાં પહેલા લાકડાં અને ઇંટનાંજ મકાન બંધાવાતાં હતાં. ૩૦૯. જુઓ પ્રબંધચિંતામણી;પણ પ્રભાવક ચરિતમાં સં.૧૨૧૩નો સંવત્ આપ્યો છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy