SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૭૫ થી ૩૮૦ પરમહંત કુમારપાલ ૧૮૧ સામન્ત રાજાઓના રાજ્યમાં અમારિ ઘોષણા કરી જીવહિંસા બંધ કરી.૩૦૧ નાના મોટા ૧૪૦૦ મંદિરો બંધાવ્યાં, તેથી ધર્મ સાધના સાથે શિલ્પકલાનો વિકાસ સાધ્યો.૨૧ જ્ઞાન ભંડારો કરાવ્યા.જુઓ પાર૩૮૮. ૩૭૭. કુમારપાલ નિર્વિકાર દષ્ટિ રાખી પોતાની રાણી સિવાય સર્વ સ્ત્રીને મા બહેન સમજતો મહારાણી ભોપલદેવીના મૃત્યુ પછી આ જન્મ બ્રહ્મચર્યનું પાલન કર્યું. રાજ્યલોભથી પરામુખ રહ્યો મદ્યપાન તથા માંસ ને અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરતો નહોતો. દીન દુઃખી અને અર્થીને નિરંતર દાન આપતો ગરીબ અને અસમર્થ શ્રાવકોના નિર્વાહ માટે દરવર્ષે લાખો રૂપિયા ખર્ચતો. લાખો રૂપિયા ખર્ચ કરી જૈન શાસ્ત્રોનો ઉદ્ધાર કરાવ્યો. ૩૭૮. કુમારપાલે અનાથ અને અસમર્થ શ્રાવક આદિ જનોના ભરણપોષણ અર્થે એક સત્રાગાર બંધાવ્યું કે જેની અંદર વિવિધ જાતના ભોજનો અને વસ્ત્રાદિ તેના આર્થિઓને આપવામાં આવતાં હતાં. તેમજ તે સત્રાગારની પાસેજ એક પૌષધશાળા બંધાવી કે જેની અંદર રહીને ધર્માર્થી જનો ધર્મધ્યાન કરીને પોતાનું જીવન શાંત રીતે વ્યતીત કરી શકે. સત્રાગાર અને પૌષધશાલાનો કારભાર ચલાવવા માટે શ્રીમાલ વંશીય નેમિનાગના પુત્ર અભય કુમારની યોજના કરી હતી.તે શ્રેષ્ઠી બહુ સત્યવ્રત, દયાશીલ, સરલસ્વભાવ અને પરોપકારપરાયણ હતો. તેની આવા પુણ્યદાયક કાર્ય ઉપર થયેલી યોગ્ય નિમણુંકને જોઈ કવિ સિદ્ધપાલે રાજાની યોગ્ય પ્રશંસા કરી હતી. (‘કુમારપાલ પ્રતિબોધ'). ૩૭૯. એકંદરે એક અંગ્રેજ વિદ્વાન(ટૉડ)ના શબ્દોમાં કુમારપાલે જૈન ધર્મનું ઘણી ઉત્કૃષ્ટતાથી પાલન કર્યું અને સમસ્ત ગુજરાતને એક આદર્શ જૈન-રાજ્ય બનાવ્યું. ૩૮૦. તેના જૈન ધર્મના સ્વીકારથી તેના પુરોહિતો કે જે નાગર બ્રાહ્મણો હતા તેમણે પુરોહિતાઈ છોડી નહોતી.૩૦ કુમારપાલ સાથે અન્ય રાજ્યવંશોનો સંબંધ પણ પૂર્વવત્ સારો રહ્યો હતો. કુમારપાલ પોતાના ગુરૂ શ્રી હેમચંદ્રાચાર્યના મૃત્યુ પછી છ મહિને સં.૧૨૩૦માં ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગસ્થ થયો. જાવાલિપુરનાં કુંવરવિહાર' નામના મંદિરને શુદ્ધાચારી દેવાચાર્યના સમુદાયને સમપર્ણ કર્યું હોય તેમ જણાય છે, કે જેથી વીતરાગભાવ પ્રાપ્ત કરવા-કરાવવા માટે બંધાયેલા એ દેવસ્થાનનો બીજાં મંદિરોની માફક જાગીર તરીકે ઉપભોગ ન થાય અને તે દ્વારા આચારહિનતાને ઉત્તેજન ન મળે ભાવુક યતિવર્ગને, ચૈત્યવાસીઓની સત્તા નીચે રહેલા દેવમંદિરોમાં દેવદર્શન જવા માટે જે હરકતો અને કનડગત થતી, તે દૂર કરવા માટે તે વખતે નવીન ચૈત્યો ઠેકાણે ઠેકાણે તૈયાર થયા હતા, એને તેમને ‘વિધિ ચૈત્ય' કહેવામાં આવતાં હતાં આ લેખમાં વર્ણવેલું ‘કુમારવિહાર' ચૈત્ય પણ તેમાનું જ એક ગણાવું જોઇએ” પૃ.૨૪૮-૪૯ વળી જુઓ સં.૧૨૩૦ના વિધિચૈત્યનો લેખ જિ.ર.નં.૩૭૮. ३०१. आज्ञावर्षितु मण्डलेषु विपुलेष्वष्टादशस्वादरा-दब्दान्येव चतुदर्श प्रसृमरां मारी निवार्योजसा । कीर्तिस्तम्भनिभांश्चतुर्दशशती संख्यान्विहारांस्तथा-कृत्वा निर्मितवान् कुमारनृपति जैनो निजैनोव्ययम् ॥ -પોતાના વશવર્તી અઢાર માંડલિકોના મોટા દેશોમાં ફેલાયેલી હિંસાને ચૌદ વર્ષ સુધી પોતાના ઓજસ-બલવડે નિવારીને-દૂર કરીને કીર્તિસ્થંભ જેવા ચૈદસો મોટા વિહાર (જૈનમંદિરો) બનાવીને જૈન કુમારનૃપતિએ પોતાના પાપનો નાશ કર્યો. ૩૦૨ અમે ગુર્જરેશ્વર પુરોહિત સોમેશ્વર દેવના “સુરથોત્સવ' કાવ્ય પરથી જણાય છે. ઓઝ રાઇ .પ્રથમ ભાગ પૃ.૧૧૪ ટિપ્પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy