SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮O જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ - ૩૭૫. આવી રીતે માત્ર જિનમંદિરો બંધાવીનેજ અટકી ન જતાં કુમારપાલ શ્રદ્ધાળુ શ્રાવકની પેઠે નિરંતર જિનપૂજા કરતો એટલું જ નહિ પણ જૈન ધર્મનો મહિમા પ્રગટ કરવા માટે અષ્ટાદ્વિકા મહોત્સવ વગેરે જૈન ઉત્સવો પણ ઠાઠથી ઉજવતો. એ મહોત્સવો પ્રતિવર્ષ, ચૈત્ર અને આશ્વિન માસના શુક્લ પક્ષના છેલ્લા આઠ દિવસોમાં પાટણનાં મુખ્ય અને પ્રસિદ્ધ “કુમારવિહાર'નામના મંદિરમાં કરવામાં આવતા. ચૈત્ર અને આશ્વિનની પૂર્ણિમાના દિને સાંજે રથ યાત્રાનો વરઘોડો દરબારના આડંબર સહિત તેમજ રાજજનો મંત્રી વ્યાપારી આદિ સમેત કઢાતો. આવી રીતે રાજા પોતે કરતો અને પોતાના તાબાના બીજા માંડલિક રાજાઓ પાસે પણ તેવી રીતે કરાવતો. તેના હુકમથી બધા માંડલિક રાજાઓએ પોતપોતાના નગરોમાં “કુમવિહારો બંધાવ્યા હતા, અને તેમની અંદર આવા આવા મહોત્સવ હંમેશા કરતા કરાવતા હતા. ૩૭૬, આ પૈકી ઘણાં ખરાં મોટા ભવ્ય મંદિરો ત્યાર પછી ના અજયપાલના અને મુસલમાનના સમય-રાજ્યમાં તૂટી ગાયાં છે. પરંતુ તે પૈકી ઉપરોક્ત તારંગાનું ભ. અજિતનાથનું ભવ્ય મંદિર (સોમસુંદર સૂરિના સમયમાં સંઘપતિ ગોવિંદના શુભ પ્રયાસથી જીર્ણોદ્ધત થઈ) હજુ મોજુદ છે. કુમારપાલે આબૂ ઉપર ભ. મહાવીરનું મંદિર બંધાવ્યું હતું, તે પણ અત્યારે પ્રાયઃ વિદ્યમાન છે. ૨૯ વળી તેણે “કુમારવિહાર'નામનું જ સુંદર મંદિર જાલોરના કાંચનગિરિગઢ ઉપર સં.૧૨૨૧માં બંધાવ્યું તે હાલ મોજુદ છે, કે જે તેણે સર્વિધિના પ્રવર્તન માટે વાદિદેવસૂરિના પક્ષને સમપ્યું.૦૦ ગૂજરાતમાં પોતાના માંડલિક - ૨૯૮. પોતે જૈન થયો તે પહેલાં માંસ ભોજનમાં પોતે બહુ આસક્ત હતો તેના પ્રાયશ્ચિત્ત તરીકે કુમારપાલે ત્રિભુવન વિહાર અને ૩૨ બીજાં જિનવિહારો કરાવ્યાં તે બાબતનો ઉલ્લેખ મોહપરાજય નાટક પૃ. ૯૩ અને ૯૫ પર છે. ૨૨. કુમારપાતમૂત્રવૌતુવવૃત્ત ચંદ્રમ: શ્રી વીરચૈત્યમથોશૈ: શિરે નિરમીમપત્ / - જિનપ્રભસૂરિ અબૂદકલ્પ આ અચલગઢ જતાં ૩ મૈલ પર ઓરીઆ (ઓરિસા) ગામની સડકની ડાબી બાજુએ અર્ધા મેલને છેટે આવેલા જૈનમંદિર હાલ છે તે પ્રાયઃ હોઈ શકે-મુનિ કલ્યાણવિજયનો “આબૂના શિલાલેખો' એ પરનો લેખ. ૩૦૦. જુઓ જિનવિજય ૨, નં.૩૫૨. આ લેખ પર સમાલોચના કરતાં શ્રી જિનવિજય કથે છે કે “કુમારપાલના સમયમાં તેમજ તેની પૂર્વે ઘણાં લાંબા સમયથી શ્વેતામ્બર સંપ્રદાયમાં ચૈત્યવાસી યુતિ વર્ગનું ઘણું જોર જામેલું હતું. તે પતિઓએ જૈન મંદિરોને, મધ્યકાલના બૌદ્ધ વિહારો-મઠોના જેવા આકાર-પ્રકારમાં ફેરવી દીધાં હતાં. ૨ અને સત્તાધારી શ્રાવકો-મહાજનો તરફથી મંદિરોના નિભાવ ખર્ચે જે ગામોનાં ગામો આપવામાં આવતાં, તેમની સઘળી વ્યવસ્થા એ ચૈત્યવાસી યતિવર્ગ કરતો અને જમીનની ઉપજનો ઉપભોગ પણ એ જ વર્ગ સ્વેચ્છાપૂર્વક કરતો હતો.જૈન આચારને નહિ છાજે તેવી રીતભાતો પણ એ ચેત્યાલયોમાં ચાલતી હતી. આવી પરિસ્થિતીના પરિણામે ધીરે ધીરે જૈન ધર્મ પણ બૌદ્ધ ધર્મની માફક નિર્વાણ દશાને પ્રાપ્ત થશે કે શું એવો ભય કેટલાક વિદ્વાન અને વિચારવાનું યતિ વર્ગને ઉત્પન્ન થયો અને તેમણે પોતાની નિર્બળતાનો ત્યાગ કરી શુદ્ધ જૈનાચારનો સ્વીકાર કર્યો. આ લેખમાં વર્ણવેલાં વાદિ દેવસૂરિનો યતિસમૂહ પણ તેવોજ શુદ્ધાચારી હતો. જેમ જેમ આવા શુદ્ધાચારીઓની સંખ્યા વધતી ગઈ અને તેઓ ચૈત્યવાસીઓની શિથિલતા-આચારહીનતાનો પ્રગટપણે વિરોધ કરતા ગયા તેમ તેમ બંને વર્ગોમાં પરસ્પર ભેદભાવની વૃદ્ધિ થવા લાગી અને પરિણામે વાદવિવાદની વૃદ્ધિ થઇ શત્રુભાવ જણાવા લાગ્યો. ચૈત્યવાસીઓ કે જેમની સંખ્યા અને સમાજમાં લાગવગ ઘણી પ્રબળ હતી તેઓ આ નવીન ઉત્પન્ન થયેલા વિરોધી વર્ગનો દરેક રીતે બહિષ્કાર કરતા કરાવતા, પોતાની સત્તા નીચે રહેલા જૈન મંદિરોમાં તેમને પ્રવેશતા અટકાવતા, અને વધારે જોર ચાલતું ત્યાં ગામમાં પણ રહેવા માટે કનડતા. સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાલમાં આ સ્થિતિમાં ઘણો ફેરફાર થયો હતો, તો પણ કેટલાક જૂનાં અને પ્રધાન મંદિરોમાં હજી પણ તેવી જ સ્થિતિ ચાલતી હતી. આ જ કારણને લઈને કમારપાલે પોતાના બંધાવેલા આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy