SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૭૧ થી ૩૭૪ કુમારપાલના સત્કાર્યો ૧૭૯ બંધ કરો. તેમાં ભલે એક બે લાખ શું પણ એક બે કરોડ રૂપીયાનું નુકશાન થાય તોયે શું ? આ રીતે અપુત્રોનું ધન રાજખાલસા થતું તે બંધ કર્યું. આ સંબંધી એક શ્લોક એકે કહેલો તે નોંધવા યોગ્ય છે.ઃअपुत्राणं धनं गृह्णन् पुत्रो भवति पार्थिवः । त्वं तु संतोषतो मुंचन् सत्यं राजपितामहः ॥ - અપુત્રોનું ધન ગ્રહણ કરનારો રાજા તેનો પુત્ર બને છે, પરંતુ આપ તો સંતોષપૂર્વક તેને છોડી દેવાથી રાજપિતામહ જ થયા છો. ૩૭૩. આ રાજાનું ધાર્મિક જીવન ધર્મપરાયણ હતું. પોતે જિતેંદ્રિય અને જ્ઞાનવાન્ હતો અને શ્રી હેમચંદ્રાચાર્યનો જ્યારથી અપૂર્વ સમાગમ થયો ત્યારથી તેની ચિત્તવૃત્તિ ધર્મપ્રત્યે વધુ ને વધુ થતી ગઇ. નિરંતર ધર્મોપદેશ સાંભળવા લાગ્યો અને જૈનધર્મ પ્રત્યે પોતાની શ્રદ્ધા વધતી વધતી દૃઢ થતી ગઇ. છેવટે સંવત્ ૧૨૧૬ના માર્ગશીર્ષની શુક્લદ્વિતીયાને દિને પ્રકટપણે જૈનધર્મની ગૃહસ્થ-દીક્ષા સ્વીકારી-જૈન ધર્મ અંગીકાર કર્યો.લ્પક તેના સમયમાં તેની પ્રેરણાથી ઉપકેશ ગચ્છના કક્કસૂરિએ ક્રિયાહિન ચૈત્યવાસીને ગચ્છબહાર કર્યા હતાં તે રાજાએ ૭ વખત સોમનાથ અને શેત્રુંજયાદિ જૈન તીર્થની યાત્રા કરી હતી૯૬ જ્યાં જ્યાં જીર્ણ મંદિર હતાં ત્યાં તેનો ઉદ્ધાર કર્યો. ૧૬૦૦ જીર્ણોદ્ધાર, ૧૪૪૪ નવાં જિનમંદિરો પર કળશ ચઢાવ્યા. ૩૭૪. ‘ઠેકાણે ઠેકાણે જિનમંદિરો બંધાવ્યા તેમાં સૌથી પ્રથમ પાટણમાં શ્રીમાલ મંત્રી ઉદયનના પુત્ર મંત્રી વાગ્ભટ્ટે (બાહડે), વાયડ વંશીય ગર્ગશેઠના પુત્રો આદિની દેખરેખ નીચે ‘કુમાર વિહાર’ નામે ૨૪ જિનનું મંદિર બંધાવ્યું.૯૭ પછી પોતાના પિતા ત્રિભુવન પાલના સ્મરણાર્થે ‘ત્રિભુવનવિહાર’ નામનું ૭૨ જિનાલયવાળું મોટું મંદિર બંધાવ્યું. તે સિવાય ૨૪ તીર્થંકરના ૨૪ જુદા જુદા મંદિ૨ો તેમજ ‘ત્રિવિહાર’ પ્રમુખ બીજા પણ ઘણા વિહારો એકલા પાટણમાં કરાવ્યા. બીજે કરાવ્યા તે જુદા. એ મંદિરોમાં તેના આદેશથી જસદેવના પુત્ર દંડાધિપ અભયની દેખરેખ નીચે તારંગાપર્વત ઉપર બંધાવેલું અજિતનાથનું મંદિર ખાસ ઉલ્લેખ કરવા યોગ્ય છે. (કુ. પ્રતિ.) ૨૯૫.-. પાસુર્યા: સંવત્ ૧૨૬ માર્ચસુવિદ્વિતીયાનેિ પાિં નગ્રાદ શ્રી મારપાલમહીપાલ: શ્રીમહવતાસમક્ષમ્ જિનમણ્ડન કૃત કુમારપાલ પ્રબન્ધ. આ સંબંધમાં મોહપાત્રય નામનો રૂપક ગ્રન્થ યશઃપાલ મંત્રીએ ૧૨૨૯ ને ૧૨૩૩ વચ્ચે રચ્યો તે પ્રકટ થયો છે.ગા.ઓ.સી.નં.૯. ૨૯૬. કુમારપાલની યાત્રાનું વર્ણન લીંમડી ભંડારમાં એક છૂટક કથાની જૂની પ્રતમાં આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે તે યાત્રામાં રાણી ભૂ(ભો)પલ દેવી, પૂત્રી લીલૂ, દોહિત્રીઓ પ્રતાપમલ્લ, ઉદયનસુત વાગ્ભટ્ટ (બાહડ) પરમાર કર્ષદ રાજા, પાલણપુર વસાવનાર રાજા સણ? (પાલ્હણ-પ્રલ્હાદન), ષડ્રભાષા ચક્રવર્તી શ્રીપાલ રાય-નાગ શેઠ સુત આભડ, છન્નુ લક્ષાધિપતિ છાડાક અને ઘણા કોટિધ્વજ શેઠ સાથે હતા. (પ્રો. રવજીભાઇએ કરેલી લી. ભ. ની ટીપજૈન. શ્વે. કૉન્ફસન્સ ઓફિસ). ગિરનાર અને શેત્રુંજયની એક યાત્રાનું વર્ણન કુમારપાલ પ્રતિબોધમાં છે. ૨૯૭. જુઓ કુમારપાલ પ્રતિબોધમાં તેનું ટુંક વર્ણન-અષ્ટાપદ સમાન ૨૪ જિનાલયથી રમણીય, સુવર્ણ ધ્વજદંડોવળું ચંદ્રકાંતમય, પાર્શ્વનાથની મૂલ પ્રતિમાવાળું ને તે ઉપર સોના રૂપા તથા પીતળની અન્ય અનેક પ્રતિમાવાળું હતું. વળી આ મંદિરનું વિસ્તારપૂર્વક વર્ણન કુમારવિહાર શતકમાં રામચંદ્રગણિએ કર્યું છે તે જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy