SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૮૧ થી ૩૮૮ કુમારપાલના જૈન મંત્રીઓ ૧૮૩ સં. ૧૨૧૧માં ત્યાં અનુપમ પ્રતિષ્ઠા કરાવી તેમાં એક કરોડ અને સાઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.૧૦ - ૩૮૫. તે જ પ્રમાણે દંડનાયક આંબડે ભરૂચમાં શકુનિકાવિહાર (મુનિસુવ્રત સ્વામિનું ચૈત્ય) નામના પ્રસિદ્ધ અને પ્રાચીન તીર્થનો ઉદ્ધાર કરી ભવ્ય જૈનમંદિર બંધાવ્યું ને તેમાં હેચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.11 ૩૮૬. ઉદયન મંત્રીના ત્રીજા પુત્ર ચાહડને ‘રાજઘરટ્ટ'નું બિરૂદ મળ્યું હતું,(પ્ર.ચિં) અને ચોથા પુત્ર સોલ્લાકને સત્રાગાર પર નિયત કરવામાં આવ્યો હતો અને તેને “સામંતમંડલીસત્રાગાર'નું બિરૂદ અપાયું હતું (જિનમંડન કુ.પ્ર.પૃ.૭૬) ચાહડ.(? બાહડ)નો પુત્ર કુમારસિંહ કુમારપાલનો કોઠાગારાધિપતિ -કોઠારી હતો. (જુઓ જિ. અવલોકન પૃ. ૮૪ થી ૯૬). ૩૮૭. શ્રીમાલી-જૈન રાણિગના પુત્ર આપ્રદેવને કુમારપાલે સૌરાષ્ટ્રનો દંડનાયક નીમ્યો હતો અને તે આગ્રદેવે (અંબાકે) સં. ૧૨૨૨ માં ગિરનાર પર પા-પાજ કરાવી હતી એટલે પગથી બંધાવ્યાં હતાં.૧૨ ૩૮૮. કુમારપાલે એકવીસ જ્ઞાનભંડાર સ્થાપ્યાની તથા પોતાના રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમગ્રંથો અને આચાર્ય હેમચંદ્રવિરચિત યોગશાસ્ત્ર-વીતરાગસ્તવની હાથપોથી સુવર્ણાક્ષરે લખાવ્યાની નોંધ કુમારપાલ પ્રબંધાદિમાં છે.૧૩ ૩૧૦. જુઓ શ્રી જિનવિજય સંપાદિત શત્રુનયતીર્થોદ્ધા પ્રવધૂ- નો ઉપોદ્યાત પૃ.૨૮ - ૩૧૧, જુઓ સોમપ્રભકૃત કુમારપાલ પ્રતિબોધઃ “વળી એક વાત જગપ્રસિદ્ધ છે કે- પૂર્વે ભૃગુકચ્છ(ભરૂચ)નગરમાં એક પક્ષિણી ગુરૂએ આપેલ નમસ્કારનું સ્મરણ કરીને મરણ પામી. તે સિંહલદ્વીપના રાજાની સુદર્શના નામે પુત્રી થઇ, ત્યાં શ્રાવકે કહેલ નમસ્કાર સાંભળતાં તે જાતિસ્મરણ પામી, એટલે ભરૂચમાં આવી તેણે શ્રી મુનિસુવ્રત સ્વામિનું ‘શકુનિકા વિહાર' નામે ઉન્નત ચૈત્ય કરાવ્યું. ત્યાં મેં(હેમચંદ્ર) પૂજય ગુરૂ મહારાજની સાથે જઇ, તે જિનને વંદન કરી અંબડ દંડનાયકને આદેશ કર્યો, તેથી તે વિહારને તેણે નવું બંધાવ્યું-પુનરુદ્ધાર કર્યો' પૃ.૪૭૦, ભાષાંતર પૃ. ૪૩૬. વળી જુઓ પ્રભાવકચરિત હેમચંદ્રસૂરિ પ્રબંધમાં અંબાની હકીકત પૃ.૩૩૯-૪૦ શ્લોક ૭૨૩ થી ૭૬૩, તથા પ્રબંધચિંતામણી. ૩૧૨. રૈવતકલ્પ (પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ પરિશિષ્ટ પ)માં જણાવ્યું છે કે સં.૧૨૨૦માં સોરઠનાં દંડાધિપ શ્રીમાળી અંબડે(આમ્રભટે)ગિરનાર પર પાજ કરાવી પણ સંવતમાં કંઈક ભૂલ લાગે છે કેમ કે તે આંબડે સં. ૧૨૨૨ અને ૧૨૨૩માં પાસ કરાવી એમ ગિરનાર પરના તે સાલના બે શિલાલેખો બતાવે છે. (નં.૫૦-૫૧ પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ-૨) આ સંબંધમાં ઘટના એ થઈ કે કુમારપાલ સંઘસમેત શેત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થપર ગયો તે વખતે પર્વત પર ચઢવા બાંધેલો રસ્તો ન હોવાથી પર્વત પર ચઢી ન શક્યો ને તીર્થપતિ નેમિનાથનાં દર્શન ન કરી શક્યો તથી ખેદ થતાં પાસના સભાસદોને પૂછ્યું કે પર્વત પર ચઢવા પાજ કોણ બંધાવી શકે તેમ છે? ત્યારે મહાકવિ સિદ્ધપાલે ઉક્ત આમ્ર(અસલ નામ આબંડ યા આંબાક)નું નામ આપ્યું તેથી કુમારપાલે તેને સુરાષ્ટ્રાધિપતિ બનાવ્યો ને તેણે તે કાર્ય પૂર્ણ કર્યું. જુઓ સોમપ્રભસૂરિનો સં.૧૨૪૧ માં રચેલ મારપાત તવો. શકુનિકાવિહારનો આંબડે ઉદ્ધાર કર્યો તે બીજો ઉદ્ધાર કહી શકાય, કારણકે તેની પહેલાં આર્ય ખપટના વંશમાં થયેલ વિજયસૂરિએ ઉક્ત મુનિસુવ્રત સ્વામિના ચૈત્યનો ઉદ્ધાર પ્રથમ કરાવ્યો હતો. જુઓ તે સૂરિનો પ્રબંધ-પ્રભાવકચરિત. ३१३. जिनागमाराधनतत्परेण राजर्षिणा एकविंशतिः ज्ञानकोशाः कारापिताः । एकादशांग द्वादशोपांगादि सिद्धान्तप्रतिरेका सौवर्णाक्षरैर्लेखिता । योगशास्त्र वीतरागस्तवद्वात्रिंशत्प्रकाशा: सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः । सप्तशतलेखका लिखंति ।। ૩. પ્ર. પૃ. ૨૬-૨૭. ઉપદેશ તરંગિણીમાં ૨૧ જ્ઞાનકોશ સ્થાપ્યાનું જણાવ્યું નથી, કિંતુ જિન આગમની સાત પ્રતિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy