SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૬૪ થી ૩૭૦ કુમારપાલ ૧૭૭ ‘ઉત્તર દિશામાં તુરકસ્થાન, પૂર્વમાં ગંગાનદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર પર્યન્તના દેશોમાં થતું જણાવ્યું છે. ૩૬૬. પ્રો૦ મણિલાલ નભુભાઇ દ્વિવેદી લખે છે કે ‘ગુજરાત અથવા અણહિલ્લવાડના રાજ્યની સીમા ઘણી વિશાલ માલૂમ પડે છે. દક્ષિણમાં ઠેઠ કોલ્હાપુરનો રાજા તેની આજ્ઞા માનતો હતો. અને ભેટ મોકલતો હતો. ઉત્તરમાં કાશ્મીરથી પણ ભેટ આવતી હતી. પૂર્વમાં ચેદી દેશ તથા યમુના પાર અને ગંગા પારના મગધ દેશ સુધી આણ પહોંચતી હતી અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર તથા સિંધુ અને પંજાબનો પણ કેટલોક ભાગ ગુજરાતના તાબામાં હતો.’૨૯૨ ૩૬૭. રાજસ્થાનના ‘ઇતિહાસ'ના કર્તા કર્નલ ટૉડ સાહેબને ચિતોડના કિલામાં રાણા લખણસિંહના મંદિરમાં એક સં.૧૨૦૭ નો શિલાલેખ મળ્યો હતો. તેમાં મહારાજ કુમારપાલના સંબંધમાં લખ્યું છે કે ‘મહારાજ કુમા૨પાલે પોતાના પ્રબલ પરાક્રમથી સર્વ શત્રુઓને દળી નાખ્યાં, તેની આજ્ઞાને પૃથ્વી પરના સર્વ રાજાઓએ પોતાના મસ્તક ચઢાવી. તેણે શાકંભરીના રાજાને પોતાના ચરણોમાં નમાવ્યો ૨૯૭ તેણે ખુદ હથિયાર ધારણ કરી સવાલક્ષ (દેશ) પર્યંત ચઢીને સર્વ ગઢપતિઓને નમાવ્યા. સાલપુર (પંજાબ) સુદ્ધાંને પણ તેણે તે પ્રમાણે વશ કર્યું'(વેસ્ટર્ન ઇંડિયા-ટૉડકૃત): તેના સૈન્યે કોંકણના સિલ્કાર વંશના રાજા મલ્લિકાર્જુનને પણ જીત્યો હતો. ૩૬૮. આ સર્વ પ્રમાણોથી તેના રાજ્યના વિસ્તારનો ખ્યાલ આવે છે. ભારતવર્ષમાં આટલું મોટું સામ્રાજ્ય ભોગવનાર રાજા ઘણા ઓછા થયા છે. ૩૬૯. પોતાની રાજધાની અણહિલ્લપુર પાટણ, ભારતના તે સમયમાં સર્વોત્કૃષ્ટ નગરોમાનું એક હતું. વ્યાપાર અને કલકૌશલથી ઘણું ચઢેલું હતું. સમૃદ્ધિના શિખર પર પહોંચ્યું હતું. રાજા અને પ્રજાના સુંદર મહાલયોથી તથા ઉંચા મનોહર દેવભુવનોથી અલંકૃત તે રાજધાની હતી. હેમચંદ્રાચાર્યે ચાશ્રય મહાકાવ્યમાં તેનું વર્ણન કર્યું છે. સાંભળવા પ્રમાણે તે સમયે આ નગરમાં ૧૮૦૦ તો ક્રોડાધિપતિઓ રહેતા હતા ! આ પ્રકારે મહારાજ કુમારપાલ એક મોટા ભારી મહારાજ્યના સ્વામિ હતા. ૩૭૦. કુમારપાલ પ્રજાનું પાલન પુત્રવત્ કરતો હતો. પોતાના રાજ્યમાં એક પણ પ્રાણીને દુઃખી નહિ રાખવાનો મનોરથ રાખતો. તેનું રાજ્ય રામ-રાજ્ય હતું. પ્રજાની અવસ્થા જાણવા માટે ગુપ્ત વેશમાં શહે૨માં ભ્રમણ કરતો. હેમચંદ્રાચાર્ય કહે છે કે દરિદ્રતા, મૂર્ખતા, મલિનતા ઇત્યાદિથી ૨૯૨. ઓઝાજી જણાવે છે કે ‘કુમારપાલ ઘણો પ્રતાપી અને નીતિનિપુણ હતો, તેના રાજ્યની સીમા દૂર દૂર સુધી ફેલાયેલી હતી અને માલવા તથા રાજપૂતાનાના કેટલાએક ભાગો પણ તેને અધીન હતા' (રા.ઇ. ૧.૨૧૯). ૨૯૩. કુમારપાલે ચોહાણ રાજા અર્ણોરાજ ૫૨ સં.૧૨૦૭માં ચઢાઇ કરી તેને હરાવ્યો હતો, ને ત્યાંથી ચિતોડની શોભા જોવા જતાં ત્યાંના ભોજરાજા ઉર્ફે ત્રિભુવનનારયણાખ્ય ત્રિમૂર્ત્તિવળા શિવના મંદિરમાં દર્શન કર્યાં ને તે માટે એક ગામ ભેટ કરી તેનો શિલાલેખ કરાવ્યો તે હાલ મોજૂદ છે. (ઓઝાજી ના૦ પ્ર૦ પત્રિકા ભાગ ૩-૧ પૃ.૧૭)આ સમયમાં લહભગ અર્ણોરાજ-આનાના પુત્ર વિગ્રહરાજે (ચોથા વીસલદેવે) તંવરો તોમારો પાસેથી દિલ્હી લીધું ને ત્યારથી દિલ્હીનું રાજ્ય અજમેર રાજ્યનું સૂબા બન્યું (ઓઝાજી રા. .ઇ. ૧,૨૩૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy