SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ થયેલા શ્રી કુમારપાલ રાજાએ એક વખતે (શ્રી હેમચંદ્ર)સૂરિને નમીને આ પ્રમાણે કહ્યું કે – “હે સ્વામી ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપની આજ્ઞાને પ્રાપ્ત કરીને નર્કગતિના આયુષ્યના નિમિત્ત રૂપ મૃગયા, ધૂત અને મદિરા વગેરે દુર્ગુણોને મારી પૃથ્વીમાંથી નિષિદ્ધ કર્યા છે, તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધેલું છે અને બધી પૃથ્વી અહિનાં ચૈત્યો વડે સુશોભિત કરી દીધી છે, તો હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિ રાજા જેવો થયો છું..” –હેમાચાર્યકૃત ત્રિ. ષ. શ. પુ. ચ. ૧૦મું પર્વ. सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष, क्लृप्तो वितथः प्रवादः । જિનેન્દ્રધર્મ પ્રતિપદ્ય વેન બ્ષ્ય: સા રેષાં ન વાસપાત: ? | -રાજાઓને પ્રાણી પ્રત્યે દયા નથી હોતી એવો લોકપ્રવાદ જેણે જૈન ધર્મનો સ્વીકાર કરી ખોટો પાડ્યો છે એવો કુમારપાલ કોને ગ્લાધ્ય ન હોય ? –સોમપ્રભાચાર્ય. ૩૬૪. સિદ્ધરાજ જયસિંહ પછી મહારાજ કુમારપાલ દેવ૮૯ ગાદી પર આવ્યો તે એક અદ્વિતીય અને આદર્શ નૃપતિ હતો. ન્યાયી દયાલુ પરોપકારી પરાક્રમી અને ધર્માત્મા હતો. પૂર્વે થયેલ રાજા ભીમદેવનો એક પુત્ર દેવપ્રસાદ-તેનો પુત્ર ત્રિભુવનપાલ અને તેનો પુત્ર તે આ કુમારપાલ. તેના સંબંધી શ્રી જિનવિજયના એક લાખ પરથી૨૦ નીચેની હકીકત ટુંકમાં નોંધવામાં આવે છે. ૩૬૫. વિ.સં.૧૧૪૯માં તેનો જન્મ થયો હતો અને સં.૧૧૯૯માં રાજ્યાભિષેક થયો હતો.૨૯૧ એક પુરાતન પટ્ટાવલીમાં રાજ્યાભિષેકની તીથિ “માર્ગશીર્ષ શુક્લ ચતુર્થી લખી છે. રાજ્ય પ્રાપ્તિ પછી લગભગ ૧૦ વર્ષ સુધી રાજ્યની સુવ્યવસ્થા કરવામાં અને તેની સીમા વધારવાનો પ્રયતકરી દિગ્વિજય કરી પોતે અનેક મોટા મોટા રાજાઓને પોતાની પ્રચંડ આજ્ઞાને આધીન કર્યા. પોતે પોતાના સમયમાં અદ્વિતીય વિજેતા અને વીર રાજા હતો. ભારત વર્ષમાં તે સમયે તેની બરાબરી કરનાર બીજો કોઈ રાજા નહોતો. તેનું રાજ્ય ઘણું મોટું હતું શ્રી હેમચંદ્રાચાર્યે “મહાવીર ચરિત'માં તેની આજ્ઞાનું પાલન ૨૮૯. કુમારપાલ અને તેની સાથે તેના ગુરુ આ. હેમચંદ્રનાં ચરિત્ર સંબંધી અનેક જૈન વિદ્વાનોએ વિવિધ ગ્રન્થ લખ્યા છે. ૧, સોમપ્રભાચાર્ય કૃત કુમારપાલ-પ્રતિબોધ સં.૧૨૪૧, ૨, યશપાલ મંત્રીકૃત મોહપરાજય નાટક (અજયપાલના સમયમાં), ૩, પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રભાવક ચરિત્ર-સં.૧૩૩૪. ૪, મેરૂતુંગ સૂરિકૃત પ્રબંધ ચિંતામણી સં.૧૩૬૧, પ, રતશેખરસૂરિકૃત ચતુર્વિશતિ પ્રબંધ સં. ૧૪૦૫, ૬, જયસિંહસૂરિકૃત કુમારપાલ ચરિત્ર, સં.૧૪૨૨, ૭, સોમતિલકસૂરિકૃત કુમારપાલ ચરિત્ર, સં. ૧૪૨૪, ૮, સં.૧૪૭૫માં તાડપત્રપર લખેલો કર્તાના નામરહિત કુમારપાલ પ્રબંધ (પા.ફૂ.નં.૧૬) ૯, ચારિત્રસુંદરકૃત કુમારપાલ ચરિત્ર સં. ૧૪૮૪ થી ૧૫૦૭ વચ્ચે, ૯ હરિશ્ચંદ્રકૃત કુમારપાલ ચરિત્ર ( જિનમંડનકૃત કુમારપાલ અંબધ સં.૧૪૯૨, અને ગૂ.માં ૧૨ દેવપ્રભગણિકૃત કુમારપાલ રાસ (સં.૧૫૪૦ પહેલાં) ૧૩ હીરકુશલ કૃત કુમારપાલ રાસ સં.૧૬૪૦, ૧૪-૧૫ શ્રાવક ઋષભદાસકૃત કુમારપાલ રાસ સં.૧૬૭૦ અને તે જ કવિનો નાનો રાસ અને ૧૬ જિનહર્ષકૃત કુમારપાલ રાસ સં.૧૭૪૨. આ ઉપરાંત તીર્થકલ્પ, ઉપદેશતરંગિણી તથા ઉપદેશપ્રાસાદ આદિ અનેક અન્ય ગ્રંથોમાં તેમનું વર્ણન મળે છે. કુમારપાલ સંબંધમાં ખુદ હેમચંદ્રાચાર્ય પ્રાકૃતમાં કયાશ્રય કાવ્ય રચ્યું છે. ૨૯૦. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ તરફથી પ્રસિદ્ધ થયેલ હિંદીમાં કુમારપાલ ચરિતની હિંદી પ્રસ્તાવના. ર૧૨. દશર્વથ વષri શપુ વિરપુ ૨ પોષ મહિનાથે સિદ્ધાધીશ તિવાતે પ્રભાવક ચરિત્ર પૃ.૩૯૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy