________________
પ્રકરણ - ૪
કુમારપાલનો સમય સં. ૧૧૯૯ થી સં. ૧૨૩૦
स्वर्गे न क्षितिमण्डले न वडवावको न लेंभे स्थिति त्रैलोक्यैकहितप्रदाऽपि विधुरा दीना दया या चिरम् । चौलुक्येन कुमारपालविभुना प्रत्यक्षमावासिता निर्भीका निजमानसौकसि वरे केनोपमीयेत सः ॥
-ત્રિલોકમાં જે એકલી હિતપ્રદ હોય તો તે દયા છે એવી દયા પણ લાંબા કાળ સુધી વિધુર અને દીન બની સ્વર્ગમાં કે ભૂમંડલપર કે સમુદ્રના મુખમાં સ્થિતિ કરી શકી નહિ-રહી નહિ તેને નિર્ભીક બનાવી ચૌલુક્ય કુમારપાલ રાજાએ પોતાના માનસરૂપી ઉત્તમ સ્થાનમાં પ્રત્યક્ષ આવાસ આપ્યો. આ રાજાને કેની ઉપમા આપવી?- અર્થાત્ તે અનુપમેય છે.
एको यः सकलं कुतूहलितया बभ्राम भूमंडलं, प्रीत्या यत्र पतिंवरा समभवत् साम्राज्यलक्ष्मी: स्वयं। श्रीसिद्धाधिपविप्रयोगविधुरामप्रीणयद्यः प्रजां, कस्यासौ विदितो न गूर्जरपति चौलुक्यवंशध्वजः॥
-જેણે કુતૂહલ થઇ સર્વ ભૂમંડલમાં ભ્રમણ કર્યું, જેને પતિશોધતી સ્વયંવરા સામ્રાજ્યલક્ષ્મી પોતાની મેળે પ્રીતિ વડે આવી મળી, જેણે સિદ્ધરાજના વિયોગથી વિધુર બનેલી પ્રજાને પ્રસન્ન કરી, એવો એક ચૌલુક્ય વંશના ધ્વજરૂપ ગૂર્જરપતિ કેનાથી આજાણ્યો છે? તે કુમારપાલ સર્વવિદિત છે. યશપાલકૃત મોહપરાજય ૧-૨૮.
जिष्णुश्चेदिदशार्णमालवमहाराष्ट्रापरान्तं कुरून्, सिन्धुनन्यतमांश्च दुर्गविषयान्दोर्वीर्यशक्त्या हरिः । चौलुक्य:परमार्हतो विनयवान् श्री मूलराजान्वयी, तं नत्वेति कुमारपालपृथिवीपालो ऽब्रवीदेकदा ॥ पापर्धि तमद्यप्रभृति किमपि यन्नारकायुर्निमित्तं, तत्सर्वं निर्निमित्तोपकृतिधियां प्राप्य युष्माकमाज्ञां । स्वामिन्नु| निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथार्हच्चैत्यैरुत्तंसिता भूरभवमिति समः संप्रते: संप्रतीह ॥
-ચેદી, દર્શાણ, માલવ, મહારાષ્ટ્ર, કરૂ, સિંધુ અને બીજા દુર્ગમ દેશોને પોતાના ભજવીર્યની શક્તિથી હરિની જેમ જીતનાર,પરમ આહ, વિનયવાનું અને ચૌલુક્ય કુળના શ્રી મૂલરાજના વંશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org