SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૫૩ થી ૩૬૧ શ્રી ચન્દ્રસૂરિ વર્ધમાનસૂરિ ૧૭૩ ૩૫૯. આ શ્રીચંદ્રસૂરિ ધોલકા જ્યાં ‘ભરૂચ નામનું જિનમંદિર હતું કે જેમાં મુનિસુવ્રત સ્વામિની પ્રતિમા અધિષ્ઠિત હતી ત્યાં આવ્યા ત્યાંના પોરવાડ ધવલે મુનિસુવ્રત ચરિત્ર રચવા પ્રાર્થના કરી તદનુસાર ત્યાંથી નીકળી આશાવલ્લીપુરી (આસાવળ-અમદાવાદ પાસે) આવી ત્યાંના શ્રીમાલ નાગિલના પુત્રોની વસતિમાં રહી મુનિસુવ્રત ચરિત્ર ૮૭ સં ૧૧૯૩ ની દીવાળીના દિવસે પૂર્ણ કર્યું. તેની ગાથા ૧૦૯૯૪ છે. આની ૪૫૧ તાડનાં પાનાં પર લખેલી પ્રત પાટણ ભંડારમાં છે, (પી.પ, ૭ થી ૧૮ {સં. પગારિયા પ્ર.લા.દ.વિ.}). તેમણે દેવ મનુષ્ય તિર્યંચ નારક જીવોની ઉત્પત્તિ વગેરે વિષયોનો બોધ આપતો જગત્ની ભૂગોળના સારરૂપે સંગ્રહણીરત નામનો પ્રાકૃત ગ્રંથ જિનભદ્ર ક્ષમાશ્રમણકૃત સંગ્રહણીના આધારે રચ્યો છે. (પી.૧,૭૫; પી.૫,૯૫, વે નં. ૧૬૭૩-૧૬૮૧). ત્રીજી કૃતિ ક્ષેત્રસમાસ છે કે જેનો પ્રારંભ નિમિત્તે વીર સત્યમાં આવાં પદોથી થાય છે તે મોટા ક્ષેત્રસમાસ પરથી ઉદ્ધરી રચેલ છે (આની તાડપત્રની પ્રત ખંભાત ભંડાર છે. (પી ૩,૨૦) આ ઉપરાંત લઘુપ્રવચન સારોદ્ધાર આ શ્રીચન્દ્રસૂરિએ રચ્યું છે. અને સ્વગુરુકૃત આવશ્યક પ્રદેશ વ્યાખ્યાપર પ્રદેશ વ્યાખ્યા ટિપ્પણ રચ્યું. મુનિ પુણ્ય વિ. નન્દિસૂત્ર સટીકની પ્રસ્તાવના } ૩૬૦. ઉક્ત મલધારી શ્રીચંદ્રસૂરિની સંગ્રહણી પર તેમના શિષ્ય દેવભદ્રસૂરિએ વૃત્તિ રચી, (વે. નં.૧૬૮૨, પી.૧,૩.) તેમાં તેમણે અનુયોગદ્વારચૂર્ણિ, આ. હરિભદ્રકૃત અનુયોગદ્વાર ટીકા, ગન્ધહસ્તી, હરિભદ્રકૃત તત્ત્વાર્થટીકા, આ. મલયગિરિની બૃહત્સંગ્રહણી વૃત્તિ, આ. હરિભદ્રકૃત બૃહત્સંગ્રહણીવૃત્તિ, ભગવતી વિવરણ, વિશેષણવતી, સૂર્ય પ્રજ્ઞપ્તિ નિર્યુક્તિ (કે જે ખોવાઈ ગયેલી મનાય છે તે પણ) માંથી ઉતારી આપ્યા છે. આ દેવભદ્રસૂરિ ઉપરોક્ત મુનિચંદ્રસૂરિથી પ્રતિષ્ઠા પામ્યા હતા; વળી તેમણે ન્યાયાવતારપર ટિપ્પન રચ્યું છે; (કાં. વડો. નં. ૯). - ૩૬૧. સં.૧૧૯૭ માં ગોવિન્દસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ગણરનમહોદધિ નામનો વ્યાકરણનો ગ્રંથ સ્વપજ્ઞવૃત્તિ સહિત બનાવ્યો (જે એન્ગલિંગથી સંશોધિત થઇ પ્રસિદ્ધ થયો છે સને ૧૮૭૯૮૧) તેમાં આ. શ્રી હેમચંદ્રનો ઉલ્લેખ નથી તેમજ આ. હેમચંદ્ર પોતાના વ્યાકરણમાં આનો ઉલ્લેખ કર્યો નથી. સમકાલીન સર્વ વિદ્વાનો નામોનો નિર્દેશ કરેજ એવો કંઈ નિયમ નથી તેથી આમાં નવાઈ લાગવાનું ખાસ કારણ નથી.આ ગણરતમહોદધિમાં નામના ગણોને શ્લોકબદ્ધ કર્યા છે અને પછી તે ગણના પ્રત્યેક પદની વ્યાખ્યા અને ઉદાહરણ છે. તેમાં અનેક વૈયાકરણોના મતોનો ઉલ્લેખ છે. ઉદાહરણોમાં કેટલાક કવિઓની રચનાઓ તેમના નામ સહિત-પણ ક્યાંક નામ વગર ઉદ્ધત કરી છે તેથી આ ગ્રંથનું ઘણું મહત્વ છે. દાખલા તરીકે તદ્ધિત પ્રત્યયોના ઉદાહરણોમાં ભટ્ટિ કાવ્ય અને યાશ્રય મહાકાવ્યની શૈલી પર રચેલાં માલવના પરમાર રાજાઓનાં સંબંધી કોઈ કાવ્ય (નામ નથી આપ્યું)ના ઘણા શ્લોકો ઉદ્ધત કર્યા છે. २८७. विक्कमकालाउ एगवी (वा) स सहस्से सए सावणउ (तिणवईए) तव्वयणंतर दीवस (प)व्वदिणंमि एयं परिसमत्तं ॥ પી. ૫, ૧૮. આમાં કૌસમાં લખેલ તે પંડિત લાલચંદે સુધારેલ છે. ને તે બરાબર લાગે છે બૃહત્ ટિપ્પનિકામાં પણ સં.૧૧૯૩ ની સાલ છે:- મુનિસુવ્રત વરિત ૦ ૨૨૨૩ વર્ષે ચંદ્રસૂરિરયં જાથા ૨૦૧૬૪' જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧ અં.૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy