SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૩૫૩. સં. ૧૧૮૮માં પત્તનમાં....... વાચક શિ. સુમતિસૂરિએ રચેલી દશવૈકાલિક ટીકા તાડપત્ર પર લખાઈ (પા. સૂચિ નં. ૧૬, જે. પ્ર. ૨૨) આ સુમતિસૂરિ સં. ૧૧૯૩માં વીરચરિત્ર રચનાર ગુણચંદ્રના ગુરુ સુમતિવાચક હશે. ૩૫૪. સં. ૧૧૯૦ માં બૃહદ્ ગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય આપ્રદેવસૂરિએ યશોનાગ શેઠની વસતિમાં રહીને આરંભેલી દેવેન્દ્ર ગણિકનેમિચંદ્રસૂરિકૃત આખ્યાનક મણિકોશ પરની વૃત્તિ ધવલક્કપુર (ધોળકા)માં અછુખની વસતિમાં પૂર્ણ કરી, તેમાં નેમિચંદ્ર ગુણાકર અને પાર્ષદેવગણિએ લેખનશોધનાદિમાં અને આધાનોદ્ધરણમાં સહાય કરી આ. વૃત્તિ રચતાં સવાનવ માસ થયા. (આની તાડપત્રની પ્રત પં. શાંતિનાથના ભંડમાં છે. પી.૩, ૭૮). આ વર્ષમાં જયદેવના છંદ શાસ્ત્રની પ્રત તાડપત્ર પર લખાઈ (ઉ.૩૦) તથા નન્નસૂરિએ પ્રા૦માં ધમ્મવિહિ રચી.(જે.૪૧) ધમ્મવિહિમાં દશદષ્ટાંત છે તેમજ જ્ઞાનદર્શન ગુણની સિદ્ધિ સમસ્ત શાસ્ત્રને ઉદ્ધરી કરેલી છે. ૩૫૫. યશોદેવ (જુઓ પાર ૩૩૧)ના ગુરુભાઈ અને ઉપકેશગચ્છના દેવગુપ્તસૂરિના શિષ્ય સિદ્ધસૂરિએ સં.૧૧૯૨માં ક્ષેત્રસમાસ પર વૃત્તિ રચી. (જે.૨૮, જે.પ્ર.૩૫.પા.સૂ.૨૫, પી. ૩, ૧૯૩) આ વર્ષમાં તાડપત્રપર જયકીર્તિએ રચેલ છંદોનુશાસનની પ્રત લખાઈ તે માંડવ્ય, પિંગલ, જનાશ્રય, સેતવ, પૂજ્યપાદ, જયદેવ આદિનાં છંદશાસ્ત્રો જોઈ તેમણે રચેલ છે. (જે.૩૦) અને તે જયકીર્તિના શિષ્ય અમલકીર્તિએ આ જ વર્ષમાં યોગસારની પ્રત લખી(પી.૫,૧૪૭). વળી આ વર્ષમાં સિદ્ધરાજના રાજ્યમાં મહં. ગાંગિલના મંત્રીપદમાં ખેટકાધાર મંડલમાં રાજ0 સોમદેવની પ્રતિપત્તિમાં ખેટક(ખેડા) સ્થાનથી વિનિગ્રહવાસી પં. ચામુકે દેવશ્રી ગણિની માટે પ્રા) પુષ્પાવતી કથા તાડપત્ર પર લખી. ૩પ૬. સ. ૧૧૯૩માં વર્ધમાનસૂરિએ સં.૧૦૫૫માં રચેલી ઉપદેશપદ પર ટીકા તાડપત્ર પર લખાઈ (જે.૭.). જયમંગલ નામના આચાર્ય કવિશિક્ષા નામનો કાવ્યપર વિવિધ અર્થની કવિશિક્ષાઓના સંગ્રહમાંથી નિચોડ લઈ અક ગ્રંથ સિદ્ધરાજ જયસિંહના સમયમાં રચ્યો જણાય છે. (પી.૧,૮૦). ૩૫૭. મલધારી હેમચંદ્રસૂરિના ત્રણ પટ્ટધરો હતા. ૧. વિજયસિંહસૂરિ, ૨. શ્રીચંદ્રસૂરિ અને ૩. વિબુધચંદ્રસૂરિ. વિજયસિંહસૂરિએ સં.૧૧૯૧માં માઘ વદ ૩ને દિને ૧૪૪૭૧ શ્લોકપ્રમાણ ધર્મોપદેશમાલા વિવરણ સિદ્ધરાજના રાજય સમયમાં સમાપ્ત કર્યું. {પ્ર. સિંધી ગ્રં.} મૂલ વિવરણ પ્રાચીન સંક્ષિપ્ત હતું તે આ સૂરિએ વિસ્તાર્યું તેમાં તેમના ગુરુભાઈ અભયકુમાર ગણિએ સહાયતા કરી હતી; અને તેનું શોધન તત્કાલીન સમીપવર્તી સર્વ મુનીશ્વરોએ કર્યું હતું. (પી.પ,૮૭) ૩૫૮, આ શ્રીચંદ્રસૂરિ સંબંધી તેમના ગુરુભાઈ લક્ષ્મણગણિ પોતાના સુપાસનાહની પ્રશસ્તિમાં જણાવે છે કે તેમણે માત્ર લાટદેશની મુદ્રા (મંત્રિમુદ્રા) નેજ નહિ પરંતુ શ્રમણમુદ્રા(સાધુધર્મ)ને પાલન કરતાં પણ જિનપ્રવચનની પ્રભાવના કરી છે આ પરથી જણાય છે કે શ્રીચંદ્રસૂરિ પોતાની પૂર્વાવસ્થામાં લાટદેશના મંત્રિપદ મુદ્રાવ્યાપારમાં નિયુક્ત હોવા જોઇએ અને સંભવિત રીતે તે સિદ્ધરાજના રાજ્યસમયમાં જ મુદ્રાધિકારી હોવા જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy