SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૪૦ થી ૩૪૫ શ્વેતાંબર-દિગંબરવાદ સિદ્ધરાજ સભામાં ૧ ૬૯ ગૂ૦ ભાષાંતર પ્ર૦ આ. સમિતિ). આ વિશેષાવશ્યક વિવરણની વિશાલ રચનામાં સાત સહાયકોનાં નામ પોતે આપ્યાં છે કે જેઓ પ્રાયઃ તેમાના શિષ્ય-શિષ્યાઓ જણાય છે નામે - ૧. અભયકુમારગણિ ૨. ધનદેવગણિ ૩. જિનભદ્રગણિ (જુઓ પછી). ૫. વિબુધચંદ્રમુનિ (ત્રીજા પટ્ટધર, જુઓ હવે પછી), ૬-૭. બે સાધ્વીઓ નામે આનંદશ્રી મહત્તા અને વીરમતી ગણિની. ૩૪૨. સં. ૧૧૭૯માં કર્ણાવતીમાં આશુકના મહામાત્યપદમાં ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત તાડપત્ર પર લખાઈ. (પાટણ સૂચિ) ૩૪૩. સં. ૧૧૮૧માં ૭૭ વૈશાખ સુદ પૂર્ણિમાને દિને સિદ્ધરાજની રાજસભામાં તેના અધ્યક્ષપણે જૈનધર્મની શ્વેતામ્બર અને દિગંબર નામની બે મુખ્ય શાખાઓમાં પરસ્પર એક ચિરસ્મરણીય પંચડ વાદ થયો હતો. આ વિવાદમાં કર્ણાટકીય દિગંબરાચાર્ય કુમુદચંદ્ર વાદી હતા અને ગૂર્જરીય ઉક્ત શ્વેતામ્બરાચાર્ય દેવસૂરિ પ્રતિવાદી હતા. સરત એ હતી કે જે હારે તેના પક્ષના દેશપાર-ગૂજરાત બહાર થાય. આમાં ઉક્ત શ્રીપાલ કવિએ શ્વેતામ્બર સંઘના એક પ્રમુખ નેતા તરીકે પ્રમુખ ભાગ લીધો હતો. તે દેવસૂરિના પક્ષનો પ્રતાપી સમર્થક હતો. ૩૬ વર્ષની ઉમરના હેમાચાર્ય પણ તે સભામાં હતા. વાદના પરિણામે દિગંબરાચાર્ય હારતાં દિગંબરીઓને ગૂર્જરભૂમિ તજવી પડી. આ વાદનું વર્ણન તે વખતમાં થયેલા ધર્કટવણિમ્ વંશમાં થયેલા ધનદેવના પૌત્ર ને પદ્મચંદ્રના પુત્ર યશચન્દ્ર પાંચ સર્ગમાં બનાવેલા મુદ્રિતકુમુદચંદ્ર નામના નાટકમાં યથાસ્થિત વિસ્તૃત આપ્યું છે. ૨% આ જીતથી દેવસૂરિ વાદિ દેવસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. ૩૪૪. સિદ્ધરાજે દેવસૂરિને જયપત્ર આપવા સાથે તુષ્ટિદાન તરીકે એક લાખ સોનામહોર આપવા માંડી, પણ તે જૈન સાધુના આચાર પ્રમાણે અસ્વીકાર્ય થતાં આશુક મહામાત્યની સંમતિથી તેમાંથી સિદ્ધરાજે જિનપ્રસાદ બંધાવ્યો ને તેમાં સં.૧૧૮૩ના વૈશાખ સુદ-૧૫ ને દિને ઋષભદેવની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી.૨૭૯ ૩૪૫. દેવસૂરિ મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા.તેમનો પ્રાગ્વાટ વણિક કુલમાં ગૂર્જર દેશે મદાઢતમાં સં.૧૧૪૩ માં જન્મ થયો હતો, ને તેઓ ભરૂચમાં નવ વર્ષની વયે સં.૧૧૫ર માં દીક્ષા લઇ સં.૧૧૭૪ માં આચાર્ય પદ પામ્યા હતા. તેમને અનેક શિષ્યો હતા, ને તે પૈકી અનેકને સૂરિપદ આપી આચાર્યો ર્યા હતા. તેમણે પ્રમાણનયતત્ત્વાલંકાર' નામનો જૈન ન્યાય ગ્રંથ ૩૭૪ સૂત્રમાં આઠ પરિચ્છેદમાં રચ્યો અને તેના પર પોતે સ્વોપજ્ઞ ટીકા નામે “સ્યાદ્વાદરનાકર' રચી. અને હરકોઈ અભ્યાસીને २७७. चंद्राष्टे शिववर्षेऽत्र ११८१ वैशाखे पूर्णिमा दिने । आहूतौ वादशालायां तौ वादि प्रतिवादिनौ ॥ १९३ ॥ -પ્રભાવક ચરિત વાદિદેવસૂરિપ્રબંધ કે જે પ્રબંધમાં (પૃ. ૨૭૮-૨૯૬)આ વાદનું સમગ્ર કથન ગૂંથેલું છે. .૨૭૮. ઉક્ત ગ્રંથ મુદ્રિત યશોવિજય ગ્રં, વે૦ .૧૨૯૨. ૨૭૯, પ્રભાવકચરિત-વાદિદેવસૂરિ પ્રબંધ-શ્લોક ૨૭પમાં જણાવ્યું કે, अनलाष्ठशिवे वर्षे ११८३ वैशाख द्वादशी तिथौ । प्रतिष्ठा विदधे तत्र चतुर्भिः सूरिभिस्तदा ॥ ૨૮૦. પ્ર૦ શેઠ મનસુખભાઈ ભગુભાઈ અમદાવાદ, તથા આઈટમત પ્રભાકર પૂના; .ન.૧૬૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy