SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૭૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈન ન્યાય માટે તેમને દાર્શનિક ખંડનમંડન માટે બીજે ક્યાંક ન જવાની સગવડ કરી દીધી. સં. ૧૨૦૪માં ફલવર્ધીગ્રામમાં (ફલોધીમાં) પાર્શ્વચેત્યની અને આરાસણમાં નેમિનાથબિંબની પ્રતિષ્ઠા કરી. તેઓ કુમારપાલના સમયમાં સં.૧૨૨૬માં સ્વર્ગસ્થ થયા.૮૫ ૩૪૬. નાગૅદ્રગચ્છમાં મહેન્દ્રસૂરિ-શાંતિસૂરિના શિષ્યો આનન્દસૂરિ અને અમરચંદ્રસૂરિ થયા. સિદ્ધરાજે તે આનન્દસૂરિ અને અમરચંદ્રસૂરિને બાલ્યાવસ્થામાં હોવા છતાં વાદીઓને જીત્યા હોવાથી અનુક્રમે “વાઘશિશુક’ અને ‘સિંહ-શિશુક’ એ બિરૂદો આપ્યાં હતાં ૮૨ આ પૈકી અમરચંદ્ર સિદ્ધાન્તાર્ણવ નામનો મહાગ્રન્થ રચ્યો. કદાચ હિન્દુ તાર્કિક ગંગેશ ઉપાધ્યાય પોતાના તત્ત્વચિંતામણિમાં વ્યાપ્તિના સિંહવાદ્રિ લક્ષણમાં આ બે તાર્કિકોનો ઉલ્લેખ કરતા હોય એમ ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ જણાવે છે.ર૮૩ ઉક્ત આનંદસૂરિના પટ્ટધર હરિભદ્રસૂરિએ “કલિકાલગૌતમ એ બિરૂદ મેળવ્યું હતું. અને તત્ત્વપ્રબોધાદિક અનેક ગ્રન્થો રચ્યા હતા. ૩૪૭. બૃહદ્ગચ્છના ૮૫ માનદેવસૂરિ સંતાનીય જિનદેવ ઉપાધ્યાય શિષ્ય હરિભદ્રસૂરિએ જયસિંહ રાજ્ય સં. ૧૧૭૨માં બંધસ્વામિત્વ-પડશીતિ આદિ કર્મગ્રન્થ પર વૃત્તિ, (જે. પૃ. ૨૬ જૈ..૦ ૩૪, પ્ર0 આ૦ સભા નં. પ૨)પ્રાકૃતમાં મુનિપતિચરિત (પ્ર. હેમચંદ્ર ગ્રં. મા.વે.સં. ૧૭૪૭) અને શ્રેયાંસચરિત રચ્યાં. ષડશીતિનું બીજું નામ આગમિક વિચારસાર પ્રકરણ છે તે પરની વૃત્તિ, આશાપુરની વસતિમાં ૧૧૭૨માં રચી. (બુદ્ધ ૬ નં. ૭૭૬ પા. સૂચિ નં. ૧૯(૩) પ્ર0 આ૦ સભા ભાવ { આ. યશોભદ્રસૂરિએ પણ ટીકા રચી છે. પાટણ કેટલોગ પૃ. ૩૯૫ }) અને “અણહિલ પાટણમાં જયસિંહદેવ નૃપ રાયે ધવલ ભાંડશાલીના પુત્ર યશોનાગના કરાવેલા ઉપશ્રયમાં’ સં. ૧૧૮૫ માં ઉમાસ્વાતિકૃત પ્રશમરતિ પર વૃત્તિ (પ્ર. જૈન ધ. સભા ભાવ૦) અને ક્ષેત્રસમાસવૃત્તિ(જે.નં. ૨૬૮ (૧); શ્રીધર ભાં.૨,૮૦) રચી. (જે. પ્ર0 પૃ.૩૪-૩૫). ૨૮૧. જન્મ, દીક્ષા, આચાર્યપદ અને સ્વર્ગવાસનાં વર્ષો પ્રભાવકચરિતમાં આપ્યાં છે.शिखिवेदशिवे जन्म दीक्षा युग्मशरेश्वरे, वेदाश्वशंकरे वर्षे सूरित्वमभवत् प्रभोः ॥ रसयुग्मरवौ वर्षे श्रावणे मासि संगते । कृष्णपक्षस्य सप्तम्यामपारतें गुरो दिने ॥ मर्त्यलोकस्थितं लोकं प्रतिबोध्य पुरन्दर- बोधका इव ते जग्मुर्दिवं श्री देवसूरयः ॥ ૨૮૨. અરિસિંહે સુકૃતસંકીર્તન કાવ્યમાં જણાવ્યું છે કે (પૃ. ૩૦, શ્લોક ૨૦):शैषवैऽपि मदमत्तवादविद् वारणनिवारणक्षमौ । यौ जगाद जयसिंहभूपति व्याघ्रसिंहशिशुकाविति स्वयम् ॥ આમની પરંપરામાં થયેલ હરિભદ્ર-વિજયસેન-ઉદયપ્રભસૂરિએ પોતાના ધર્માલ્યુદય મહાકાવ્યની પ્રશસ્તિમાં (પી.૩,૧૮) જણાવ્યું છે કે: आनन्दसूरिरिति तस्य बभूव शिष्यः पूर्वोऽपरः शमधरोऽमरचन्द्रसरिः। बाल्येऽपि निर्दलितवादिगजौ जगाद यौ व्याघ्रसिंहशिशुका' विति सिद्धराजः॥ ૨૮૩. History of Mediaeval School of india Logic. પૃ. ૪૭-૪૮. ૨૮૪. સંતુષ્ટ: તિતિૌતમં ત્તિ ધ્યાતિ વિતિને Mિ: - ઉક્ત ધર્માલ્યુદય પ્રશસ્તિ પી.૩,૧૮. ૨૮૫. આ માનદેવસૂરિ તે વિરહાક હરિભદ્રસૂરિકૃત શ્રાવકધર્મવિધિના વૃત્તિકાર માનદેવસૂરિ હોય કી.૩, ને. ૧૭૮ પ્ર. ઓ. સભા. ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy