SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સિદ્ધરાજને કહી સકલ દેશમાં જિનમંદિરોપર કનકમય કલશ ચડાવ્યા, ધંધુકા સાચોર વગેરે સ્થાનોમાં અન્યતીર્થીઓ તરફથી જિનશાસનને થતી પીડા નિવા૨ી, અને તે સ્થાનોમાં રથપરિભ્રમણ પણ કરાવ્યું. કુત્સિત અધિકારીઓથી જિનમંદિરોમાં ભંગાતી દેવદાયો(દેવનિમિત્તે પૂર્વથી પ્રચલિત અપાતી આવક)નું જયસિંહ નરેન્દ્ર દ્વારા નિવારણ કરાવ્યું દેવદાય ચાલુ રખાવી અને ક્યાંક તે રાજભંડારમાં દાખલ થઇ ગઇ તે પણ જિનભગવાનોને પાછી અપાવરાવી. ૧૬૮ પાટણથી ગયેલા સંઘમાં આ સૂરિને લીધેલા - તેમાં ૧૧૦૦ સાવલય લંગડી પ્રમુખ શક્ટરૂપ(ગાડાં) સાથે ચાલ્યાં હતાં. ઘોડા, ઉંટ,બળદ વાહન પાદચરની તો સંખ્યા જ થઇ શકતી નહોતી. વામનસ્થલી (વણથલી)માં સંઘે પડાવ નાંખ્યો. સોરઠનો રાજા ખેંગાર હતો. તેનું મન દુષ્ટ થયું ને આ સંઘ પાસેથી લક્ષ્મી પડાવવા ધાર્યું ને સંઘને ત્યાંથી ચાલવા ન દીધો. બે દિવસ સુધી સંઘના કોઇપણને પોતાની મુલાકાત આપી નહિં. અન્યદા તેનો સ્વજન મૃત્યુ પામ્યો. એના શોકનિવારણ અર્થે હેમચંદ્રસૂરિએ જઇ તેને પ્રતિબોધી ઋદ્ધિ સાથે સંઘને મુક્ત કરાવ્યો. સંઘે ઉજ્જયંત (ગિરનાર) અને શેત્રુંજય એ બંને તીર્થની યાત્રા કરી ગિરનારમાં અર્ધો લાખ પારૂત્થય (તે વખતનું ચલણી નાણું) અને શત્રુંજય ઉપર ત્રીસ હજારની ઉપજ થઇ હતી. અંતે સાત દિવસનું અનશન લઇ સ્વર્ગસ્થ થયા શ્મશાનયાત્રામાં રાજા સિદ્ધરાજ પોતે કેટલાક માર્ગ સુધી ગયો હતો, અને એ રીતે પોતાનો હાર્દિક ઉચ્ચ પૂજ્યભાવ તે ગુણવાન આચાર્ય પ્રત્યે વ્યક્ત કર્યો હતો' ૩૪૦. ઉપરની હકીકતમાં મલધારી રાજશેખરસૂરિ પોતાની સં. ૧૩૮૫માં રચેલી શ્રીધરકન્દલી પંજિકામાં અને ૧૩૮૭માં રચેલી પ્રાકૃત દ્વયાશ્રયવૃત્તિમાં એક નવીન હકીકત એ મૂકે છે કે તે સૂરિએ સિદ્ધરાજ પાસે દર વર્ષે એંશી દિવસનું અમારિપત્ર - જીવરક્ષાને માટે તામ્રપત્ર લખાવ્યું હતું. ૩૪૧. તેમના ગ્રંથો અનેક છે જેનું પૂર લગભગ એકલાખ શ્લોકનું ૨૭૬ છે તે તેની રચનાના ક્રમે (તેમની વિશષાવશ્યક બૃહદ્વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે) અત્રે જણાવીશું ૧ આવશ્યક ટિપ્પનક (પી.૬,૪૯ પ્ર. આ. સમિતિ) અપરનામ આવશ્યક પ્રદેશવ્યાખ્યા તે મૂળ આવશ્યક સૂત્રની વૃત્તિ ઉપર વિષમસ્થાન સંબંધી જ્ઞાન કરાવનાર પ૦૦૦ શ્લોક પ્રમાણ ટિપ્પન છે. ૨ શતક નામના કર્મગ્રંથ ૫૨ ૪૦૦૦ શ્લોક પ્રમાણ વિવરણ-વૃત્તિ (તાડપત્ર કી. ૨, ૪૧; પી ૪, ૧૩૦; પ્ર૦ વીરસમાજ અમદાવાદ.), ૩ અનુયોગદ્વાર સૂત્ર ૫૨ ૬૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત વૃત્તિ (પ્ર૦ દે૦ લા૦), પછી ૪ ઉપદેશમાલા સૂત્ર અપનામ પુષ્પમાલા તે તેમનો સ્વતંત્ર ગ્રંથ છે. ને તેમના પર ૧૪૦૦૦ શ્લોકપ્રમાણ સ્વોપન્ન વૃત્તિ રચી છે (મૂલ સૂત્ર ગૂજ ભા૦ સહિત પ્ર0 જૈન શ્રે૦ મંડળ) પછી ૫. સં. ૧૧૬૪ માં પાટણમાં જીવસમાસ ૫૨ ૭૦૦૦ શ્લોકપ્રમાણ વિવરણ-વૃત્તિ, (કે જેની તેજ વર્ષમાં કર્તાએ સ્વહસ્તે તાડપત્ર પર લખેલી પ્રત ખંભાત શાંતિનાથ ભંડારમાં છે. પી ૧,૧૮ {સં. શીલચંદ્ર સૂરિ, ગુ. ભાષા. અમિત યશ વિ. પ્ર. જિ. આ. ટ્. } પછી ૬ સં.૧૧૭૦માં મેડતા અને છત્રાપલ્લીમાં શ્રીમંત શ્રાવકોની વસતીમાં રહી સ્વતંત્ર ગ્રંથ નામે ભવભાવના સૂત્ર રચવા ઉપરાંત તેના પર સ્વોપક્ષવૃત્તિ ૧૩૦૦૦ હજાર શ્લોક પ્રમાણ રચી. (કે જેમાં નેમિચરિત પણ અંતર્ગત છે. જે પ્ર. ૩૯,૪૭),૭ પછી નંદીસૂત્ર પર ટિપ્પનક અને છેવટમાં ૮ સં. ૧૧૭૫માં વિશેષાવશ્યક ૫૨ ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ બૃહદ્વૃત્તિ (પી.૬,૪૯, પ્ર૦ ૫૦ ગ્રે. અને २७६. येनोपदेशमाला चक्रे भवभावना च वृत्तियुता । अनुयोगद्वाराणं शतकस्य च विरचिता वृत्तिः ॥ मूलावश्यक टिप्पनकं विशेषावश्यकीयवृत्त्याढ्यम् । येन ग्रथितग्रंथस्य लक्षमेकं मनाग्तनम् ॥ આમ તેમના શિષ્ય વિજયસિંહ ધર્મોપદેશમાલા ૫૨ પોતાની વૃત્તિની પ્રશસ્તિમાં જણાવે છે. પી. ૫, ૯૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy