SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૩૪ થી ૩૩૯ માલધારી હેમચન્દ્રસૂરિ ૧૬૭ (પાંચે ઉપાંગ) વૃત્તિ પર અને તે ઉપરાંત ૫૫૦ શ્લોક પ્રમાણ ચૈત્યવદનસૂત્ર વૃત્તિ પ્રતિષ્ઠાકલ્પ, સર્વસિદ્ધાન્તવિષમપદપર્યાય, સુખબોધા સમાચારી (કે જેમાં ગૃહસ્થો અને સાધુઓનાં અનુષ્ઠાનોની વિધિ સિદ્ધાંતમાંથી ઉદ્ધરી છે; પ્ર. દે. લા) આદિ અનેક ગ્રંથો રચ્યા છે.(જે. પ્ર.૨૧) ભદ્રબાહુ સ્વામિ ત ઉપસર્ગ હરસ્તોત્ર પર ટીકાના રચનાર દ્વિજ પાર્ષદેવ કદાચ આ હોય (પી.૪, ૭૮); પણ પદ્માવત્યષ્ટક અને તે પર વૃત્તિ (લ. સં. ૧૨૦૩ ની પ્રત ક.વડો. નં ૮૬૭)ના રચનાર પાર્શ્વ દેવગણિ આ જ હશે. ૩૩૬. સં.૧૧૬૯ માં વિધિપક્ષ-આંચલિક ગચ્છની સ્થાપના આર્યરક્ષિત સૂરિએ કરી. ૩૩૭.સં ૧૧૭૧માં ઉપરોક્ત ધનેશ્વર સૂરિએ સૂક્ષ્માર્થ વિચારસાર પર ૧૪૦૦૦ શ્લોકની વૃત્તિ રચી કે જેમાં તેમના શિષ્ય ઉપરોક્ત શ્રીચંદ્રસૂરિએ સહાય આપી હતી (જુઓ ઉપર પારા ૩૩૫). ૩૩૮. ચંદ્રકુલના શ્રી ચંદ્રસૂરિના શિષ્ય વીરગણિના શિષ્ય (ધર્મસંગ્રહણી પ્રસ્તાવના પૃ.૧૭,) યશો- દેવસૂરિએ સં.૧૧૭૨માં હરિભદ્રના પ્રથમ પંચાશક પર ચૂર્ણિ, (કાં. છાણી) સં. ૧૧૭૪માં ઇર્યાપથિકી પર, ચૈત્યવંદન પર અને વંદનક પર ચૂર્ણિ, સં. ૧૧૭૬માં જિનવલ્લભસૂરિના પિંડવિશુદ્ધિ ગ્રંથ પર લઘુવૃત્તિ, કે જે જિનચંદ્ર-આગ્રદેવ શિષ્ય મુનિચંદ્રસૂરિએ શોધી, (સં. ૧૩૦૦ની તાડપ્રત કી ૨,૩૦). સં. ૧૧૮૦માં પાટણ સિદ્ધરાજ રાજ્ય સોની નેમિચંદ્રની પૌષધશાળામાં પાક્ષિક સૂત્ર પર ર૭00 શ્લોક પ્રમાણ સુખવિબોધા નામની વૃત્તિ (કી. ૨,૨૬,પી.૩,૧૨૮, પ્ર. દે. લા.) અને સં.૧૧૨૮ મા પચ્ચખાણસરૂવ (પ્રત્યાખ્યાન સ્વરૂપ) રચેલ છે. જુઓ જેસ. પ્ર.૩૫ જે યશોદેવસૂરિએ વફાવલીમાં પારઠાસંઠિએ ઉદ્ધર્યું તે ઉદ્યોતનસૂરિના શિષ્ય મુનિચંદ્રના ધર્મસહોદર અને પ્રદ્યુમ્નસૂરિના ધર્મ નડું હતા. (પી.૧,૩-૯૦-૯૮). ૩૩૯. મલધારી અભયદેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિ થયા (તે કુમારપાળ પ્રતિબોધક હેમચંદ્રાચાર્યથી ભિન્ન સમજવા). તેઓ પંડિત શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિદ્ધ હતા તેમના સંબંધમાં તેમની પરંપરાના માલધારી રાજશેખર સં.૧૩૮૭ની પ્રાકૃત યાશ્રય વૃત્તિમાં જણાવે છે કે તેઓ મૂળ પ્રદ્યુમ્ન નામે રાજસચિવ હતા અને તેમણે પોતાની ચાર સ્ત્રી તજી અભયદેવસૂરિના ઉપદેશથી તેમની પાસે દીક્ષા લીધી હતી; તેમના સમકાલીન શિષ્ય શ્રીચંદ્રસૂરિ પોતાના મુનિસુવ્રતચરિતની પ્રશસ્તિમાં જણાવે છે કે-(પી.પ.૧૪-૧૬ {મુણિસુવ્યવજિણિંદ ચ. પ્ર.લા.દ.વિ.મં}) તેમના વ્યાખ્યાનગુણની પ્રસિદ્ધિ સંભળી ગુણીજનોના મનમાં ચમત્કાર ઉપજાવતો જયદેવસિંહદેવ (સિદ્ધરાજ) નામનો ગુર્જરનરેન્દ્ર સ્વયં જિનમંદિરમાં પરિવાર સાથે આવી લાંબા વખત સુધી તેમની ધર્મકથાને સાવધાન ચિત્તે સાંભળતો અને ક્યારેક સૂરિનાં દર્શનથી ઉત્કંઠિત થઇ સ્વયં જ વસતિમાં-ઉપાશ્રયમાં આવતો તથા ઘણા સમય સુધી સંલાપ કરતો હતો. એક વખત તો સિદ્ધરાજ દુર્વાદિ અર્થને આરતિ જેમ ત્રણવાર ભમાડી સૂરિના પગ આગળ પ્રક્ષિત કરી સૂરિને પંચાંગ પ્રણામ કર્યા હતા અને થાળમાં પિરસાઈ આવેલા આહારમાંથી ચાર પ્રકારનો (અશન,પાન, ખાદિમ સ્વાદિમ) અહાર તે સૂરિને આપ્યો હતો. આમ કરી કૃતાર્થ માની જાણે વીરનાથ મહાવીર ભગવાન સ્વયં મારે ઘરે આવ્યા તેમ માનું છું એમ તેણે પ્રકટ કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy