SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૩ સોલંકી વંશનો સમય - સિદ્ધરાજ જયસિંહ (ચાલુ) સં. ૧૧૫૦ – ૧૧૯૯. श्रिय दिशतु वो देवः श्री नाभेयजिनः सदा । मोक्षमार्ग सतां ब्रूते यदागमपदावली ॥ -જેમના આગમન પદાવલી સંતપુરુષોને મોક્ષમાર્ગ કયે છે તે શ્રી નાભેય (ઋષભદેવ) જિનદેવ અમને સદા શ્રી પ્રત્યે દાખવો. –વાગભટ્ટાલંકાર. सिरि सद्धिराअ! सच्चं साहसरसिक त्ति कित्तणं तुज्झ। कहमण्णहा मणं मह पडतमअणत्थमक्कमसि ॥ –હે શ્રી સિદ્ધરાજ ! તું સાહસરસિક છે એવું તારું કીર્તન સત્ય છે; અન્યથા તેમ ન હોય તો જ્યાં મદનાસ્ત્રો પડે છે એવા મારા મનપર કઈ રીતે તું આક્રમણ કરી શકે? –વાગભટ્ટાલંકાર વૃત્તિ પૃ. ૧૫ ૩૩૨. મુનિચંદ્રસૂરિ ૨૭૩ તેઓ બૃહદ્ (વડ) ગચ્છના સર્વદેવસૂરિના શિષ્યો યશોભદ્ર અને નેમિચંદ્રના શિષ્ય થાય એટલે પ્રાયઃ દીક્ષાગુરુ યશોભદ્ર હશે, જ્યારે નેમિચંદ્રસૂરિએ તેમને આચાર્ય પદવી આપી હતી. તેમના વિદ્યાગુરુ વિનયચંદ્ર પાઠક હતા; વળી તેમણે બાલકુમારપણે દીક્ષા લઇ અખંડ બ્રહ્મચર્ય પાળ્યું હતું. તેઓ પંડિત તથા વાદી હોવા ઉપરાંત ઉગ્ર તપસ્વી હતા અને સૌવીર (કાંજી) પીને જ રહેતા એટલે “સૌવીરપાયી' કહેવાયા. તેમની અજ્ઞામાં પાંચસો શ્રમણો હતા અને અનેક સાધ્વીઓ હતી. તેમણે ગુજરાત, લાદેશ, નાગપુર આદિમાં વિહાર કર્યો હતો. પાટણમાં મુખ્યપણે રહ્યા હશે. ત્યાં જ સં.૧૧૭૮માં સ્વર્ગવાસ કર્યો. ૩૩૩. તેમણે (૧) સં.૧૧૬૮માં પાટણમાં સોલકની વસતિમાં ચિંરતનાચાર્યના રચેલા કહેવાતા દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણ પર વૃત્તિ રચી. આ મૂળ પ્રકરણ નંદીસૂત્રમાં ઉલ્લેખેલ વિમાન પ્રજ્ઞપ્તિ-નરક વિભક્તિ આદિ પ્રકીર્ણકોના ઉદ્ધારરૂપે રચેલ છે. આ વૃત્તિ ચક્રેશ્વરસૂરિ આદિ વિદ્વાનો દ્વારા વિશોધન કરી પ્રમાણિત કરાવી હતી. (ભા. ઈ, કી. નં.૧૭૮ પ્ર. જૈન આ. સભા), (૨) સં. ૧૧૭૦માં સૂક્ષ્માર્થ ૨૭૩. જુઓ પં. બહેચરદાસનો લેખ “શ્રી મુનિચસૂરિ અને વાદિદેવસૂરિકૃત “શ્રી મુનિચંદ્ર ગુરુસ્તુતિ અપભ્રંશમાં પ્ર. જૈન છે. કૉ. હેરલ્ડ પુ. પ્રસ્તાવના પ્ર૦ જૈન આ૦ સભા. મુનિસુંદરસૂરિકૃત ગર્વાવલી, પ્રભાવક ચરિતમાં વાદિદેવસૂરિ પ્રબંધ વગેરે. Jain Education International For Private & Personál Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy