SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિરાચાર્ય વિજય મેળવ્યો. આ વાદ વખતે શ્રીપાલ કવીંદ્ર' હતા. જયયાત્રા કરી સિદ્ધરાજ આવતાં સમસ્યા પૂરી. રાજાએ જય પતાકા આપી તે ભાવાચાર્ય ચૈત્યની પતાકા થઈ. દિગંબરાચાર્ય કમલકીર્તિ નામના વાદી સાથે સ્ત્રીનિર્વાણનિષેધનો વિરોધ કરી તેના પર રાજસભામાં જય મેળવ્યો. (જુઓ પ્રભાવકચરિત શ્રી વીરપ્રબંધ પૃ.૨૭૩-૨૭૭), ૩૨૪. પ્રખ્યાત નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય દેવભદ્રસૂરિ થયા. તેમણે સંવેગરંગશાલા, આરાહણાસત્ય (આરાધના શાસ્ત્ર) {સંશોધ્યું અને વીરચરિયા અને કહારયણકોસ (કથારતકોશ) (વિ. ૧૧૫૮માં ભરૂચમાં-પી. ૩, ૧૩૪ {સં. પુણ્ય વિ. પ્ર.આ.જે. ઉપાશ્રય ગુ.ભા.જૈ.આ.સ.} રચ્યાં. તેમણે વળી તે “સુવર્ણદંડથી મંડિત થયેલા મુનિસુવ્રત અને વીર પ્રભુનાં મંદિરોથી રમણીય એવાં ભરૂચમાં આમ્રદત્તના મંદિરમાં રહી સં. ૧૧૬૫માં (વસુરસ રૂદ્ર વર્ષમાં) પ્રાકૃતમાં પાર્શ્વનાથ ચરિત રચ્યું, કે જેનો પ્રથમદર્શ અમલચંદ્ર ગણિએ લખ્યો (પી.૩,૬૪ પ્ર.જૈ.આ.સ.ગુજ.ભાષા }). ૩૨૫. સં.૧૧૬૯માં ચંદ્રગચ્છ યા સરવાલ ગચ્છના ઇશ્વરગણિના શિષ્ય વીરગણિએ દધિપદ્ર (દાહોદ)માં ૭૬૯૧ શ્લોક પ્રમાણ પિંડનિયુક્તિ પરની વૃત્તિ રચી. તેમના ગુરુભાઇઓ મહેસૂરિ પાર્શ્વદેવગણિ અને દેવચંદ્રગણિ હતા તે તેમાં આધારભૂત હતા. આ વૃત્તિ નેમિચંદ્રસૂરિ એ તથા જિનદત્તસૂરિએ અણહિલ્લવાડમાં સંશોધી હતી.(કાં. છાંણી; તાડપત્ર કી. ૨.૨૬) કર્તા પોતાની પૂર્વાવસ્થા એ પ્રમાણે આપે છે કે - લાટદેશના વટપદ્રકપુરમાં ભિલ્લવાલ અને ધર્કટવંશમાં નિર્મલ એવા શ્રેષ્ઠિ વર્ધમાન અને શ્રમિતિ (શ્રીમતિ)ના વસંત નામે પુત્રે દીક્ષા લીધી, ને તે સમુદ્રઘોષસૂરિ થયા-અપરનામ વીરગણિ થયા. ૩૨૬. નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ખંભાતમાં આદિનાથ-ઋષભદેવ ચરિત્ર સં. ૧૧૬૦માં રચ્યું તેમાં ભરત બાહુબલીના યુદ્ધનો પ્રસંગ અપભ્રંશમાં જણાવ્યો છે. (પી. ૫,૮૧, કાં. છાણી) તથા ધર્મરત્નકરંડક નામનો ગ્રંથ સવૃત્તિ સં. ૧૧૭૨માં રચ્યો કે જે પાર્થચંદ્ર ઉપાધ્યાય અને અશોકચંદ્રગણિએ શોધ્યો. તેમાં નેમિચંદ્ર અને ધનેશ્વરનો ઉલ્લેખ છે. (કાં છાણી.) { સંપા. મુનિચંદ્ર વિ. પ્ર. શા. ચી. એ. સેન્ટર } ૩૨૭. સં ૧૧૬૦ માં પ્રખ્યાત હેમચંદ્રસૂરિના ગુરુ દેવચંદ્રસૂરિએ ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર પ્રાકૃતમાં ગદ્યપદ્યમય રચ્યું તેમાં અપભ્રંશ ભાષા પણ વપરાયેલી છે તેની તાડપત્રની પ્રત પાટણ ભંડારમાં છે. (પી.૫,૧૬૫ {સંપા. આ. ધર્મધુરંધરસૂરિ પ્ર.મો..દિલ્હી ) તે ઉપરાંત પોતાના પ્રગુરુ પ્રદ્યુમ્નસૂરિકૃત મૂલશુદ્ધિ અપરના સ્થાનકાનિ પર ટીકા સ્થાનકવૃત્તિ રચી. (પી.પ.૧૬૫ {સં. આ. ધુરંધરસૂરિ મ.પ્રા.ગ્રં.૫, ગુજ. ભા. રત્નત્રયવિ. પ્ર-રંજન વિ. લાયબ્રેરી }) વીરાત્ ૧૬૩૧ (સં ૧૧૬૧)માં ચંદ્રકુલના બૃહદ ગચ્છના નેમિચંદ્ર શિષ્ય શાન્તિસૂરિએ સ્વશિષ્ય મુનિચંદ્ર માટે પૃથ્વીચંદ્ર ચરિત્ર રચ્યું. (કાં છાણી; જે. પ્ર. ૪૬ {આ. રત્નપ્રભસૂરિકૃત સંકેત સાથે સં. રમણીક શાહ પ્ર. પ્રા. ઝં. પ}) આ શાન્તિસૂરિએ સિદ્ધનામના શ્રાવકે બંધાવેલા નેમિચેત્યમાં પોતાની પાટે આઠ આચાર્યો નામે મહેન્દ્ર, વિજયસિંહ, દેવન્દ્રચંદ્ર, પદ્મદેવ, પૂર્ણચંદ્ર, જયદેવ, હેમપ્રભ, અને જિનેશ્વર સ્થાપ્યા અને પોતાનો ગચ્છ પિપ્પલગચ્છ પ્રસિદ્ધ કર્યો તે ર૬૮, રાણા શ્રસિદ્ધરાગસ્તાનું મિત્રત્વે થાપનું Tળ: વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy