SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૨૦ થી ૩૨૩ સિદ્ધરાજનો સાહિત્યપ્રેમ ૧૬૧ હતો. તે સિદ્ધરાજનો બાલમિત્ર -‘પ્રતિપન્ન બંધુ હતો અને તેને તેને રાજવી બ્રાતા' કહી સંબોધતો.૬૫ તેને “કવિરાજ યા “કવિચક્રવર્તી એ નામનું બિરૂદ તેની લોકત્તર કવિત્વશક્તિથી પ્રસન્ન થઈ નૃપતિએ આપ્યું હતું. બૃહદ્ગચ્છના સર્વદેવસૂરિ-યશોભદ્ર-મુનિચંદ્રસૂરિ-અજિતદેવસૂરિ શિષ્ય હેમચંદ્રસૂરિ નાભેયનેમિ નામનું દ્વિસંધાન કાવ્ય એટલે નાભેય-ઋષભનાથ અને નેમિનાથ બંનેને લાગુ પડતું મહાકાવ્ય(પાટણ ભં, કા, વડો નં.૧૪૧) બનાવ્યું હતું, તેનું સંશોધન કવિચક્રવર્તી શ્રીપાલે કર્યું હતું. આ શ્રીપાલે સિદ્ધરાજના સહસ્ત્રલિંગ સરોવરની, દુર્લભસરોવરની તથા રૂદ્રમાળની પ્રશસ્તિઓ બનાવી હતી; અને કુમારપાલના રાજ્યમાં સં.૧૨૦૮ માં આનંદપુર(વડનગર)ની વપ્ર (પ્રાકાર-ગઢ) ની પ્રશસ્તિ પણ રચી હતી આ શ્રીપાલ નેત્રશૂન્ય થયેલ હતો. ૩૨૨. ભાગવત સંપ્રદાયના કોઈ દેવબોધી નામના વિદ્વાન્ પાટણમાં આવતાં તેની પાસે શ્રીપાલ સાથે સિદ્ધરાજ ગયો હતો અને શ્રીપાલની ચક્ષુહીનતા જોઈ તેણે મશ્કરી કરતાં શ્રીપાલે તેનો ગર્વ પોતાની વિદ્વત્તાથી ઊતાર્યો હતો. આ દેવબોધીને દેવસૂરિએ વાદવિવાદમાં જીત્યા હતા. ૩ર૩. આ સમયમાં પ્રાયઃ સં.૧૧૬૦માં ચંદ્ર-(પછી) ખંડિલ્લગચ્છના ભાવદેવસૂરિના શિષ્ય વિજયસૂરિના શિષ્ય વીરાચાર્ય થયા. તેમની સાથે સિદ્ધરાજને મિત્રતા હતી. તે રાજાએ નર્મવચનોમાં કહ્યું “અમો રાજાના અશ્રયથી આપનું તેજ છે.' સૂરિએ જણાવ્યું “સ્વપ્રજ્ઞા ભાગ્યથી વિસ્તરે છે' રાજાએ વિશેષમાં કહી નાખ્યું “મારી સાભા છોડી વિદેશમાં ફરતા અન્ય ભિક્ષુકની માફક અનાથતા સમજાશે! આચાર્યો તેથી જણાવી દીધું કે અમુક દિવસો પછી પોતે વિહાર કરશે; એટલે સિદ્ધરાજે પોતાના માણસોથી નગરના દરવાજા રોધ્યા-બંધ કર્યો, પરંતું આચાર્ય તો વિદ્યાબળથી નિકળી પલ્લીપુર પહોચ્યાં ત્યાથી વિહાર કરી મહાબોધ પુરમાં બૌદ્ધનો જીતી ગોપાલગિરિ(ગ્વાલિયર)માં આવતાં ત્યાનાં રાજાએ પણ સંમાન આપ્યું, અને પરવાદીઓ પર વિજય મેળવતાં ત્યાના ભૂપતિએ છત્રચામર યુગ્માદિ રાજચિન્હો આપ્યાં. નાગપુર (નાગોર)માં પ્રભાવના કરી, સિદ્ધરાજે બોલાવ્યા એટલે પુનઃ પાટણ આવવા પ્રયાણ કર્યું. ચારૂપ આવ્યા ત્યારે પાટણમાં સાંખ્યવાદી વાદિસિંહ આવ્યો- આ વખતે કર્ણમહારાજના બાલમિત્ર ગોવિંદાચાર્ય કે જે વીરાચાર્યના કલાગુરુ થાય તેમને સિદ્ધરાજે પૂછતાં તેમણે જણાવ્યું કે તેના પર તો વીરાચાર્ય આવી વિજય મેળવશે. અને બીજા દિને આવી ગોવિંદસૂરિ સહિત રાજસભામાં ર૬૫. તેના સમકાલીન સોમપ્રભાચાર્ય તેના પુત્ર સિદ્ધપાલની વસતિમાં રચેલા કુમારપાલપ્રતિબોધમાં પ્રશસ્તિમાં જણાવ્યું છે કે : प्राग्वाटान्वयसागरेन्दुरसमप्रज्ञः कृतज्ञः क्षमी, वाग्मी सूक्तिसुधानिधानमजनि श्रीपाल नामा पुमान् । यं लोकोत्तरकाव्यरंजितमति: साहित्यविद्यारतिः श्री सिद्धाधिपतिः 'कवीन्द्र' इति, च 'भ्राते' ति च व्याहरत् ॥ २६६. एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबन्धुः ।। શ્રીપાત નામ વિક્રવર્તી સુધૌરિને શોધિતવાનું પ્રવચમ્ II - હેમચંદ્રકૃત નાબેયનેમિ કાવ્ય (કાં. વડો. નં.૧૧૧). ૨૬૭. જુઓ નિર્ણયસાગર પ્રેસ મુદ્રિત પ્રાચીન લેખમાલા પ્રથમ ભાગ (કાવ્યમાલા નં ૩૪) લેખ નં. ૪૫ તેમાં પોતાને માટે એટલું જ જણાવે છે કે एकाहनिष्पन्नमहाप्रबन्धः श्री सिद्धराजप्रतिपन्नबन्धुः। श्रीपाल नामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत्प्रशस्ताम॥ संवत १२०८ वर्षे आश्विन शुदि (२) गुरौ लिखितं नागरब्राह्मण पण्डित वालणेन ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy