SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૧૫ થી ૩૧૯ જિનવલ્લભસૂરિ ૧૫૯ ૩૧૬. એમ કહેવાય છે કે સં. ૧૧૬૪ માં આ જિનવલ્લભ ગણિએ પોતાની કૃતિઓ નામે અષ્ટસખતિકા, સંઘપટ્ટક, ધર્મશિક્ષા આદિ ચિત્રકૂટ, નરવર, નાગપુર, મરૂપુર આદિમાં સ્વપ્રતિષ્ઠિત વીર વિધિચૈત્યોમાં પ્રશસ્તિરૂપે કોતરાવી. આ બધી કૃતિઓમાં ચૈત્યવાસનો નિરાસ અને વિધિમાર્ગનું પ્રતિપાદન કરેલ છે. સંઘપટ્ટકમાં ચૈત્યવાસીનાં દશ દ્વારો-લક્ષણો ૬૦ બતાવ્યાં છે તે પ્રમાણે ચાલવાથી કદિ પણ આત્મકલ્યાણ નજ થઈ શકે, અને તે માટે તે દરેક લઈ તેનું ખંડન કરવામાં આવ્યું છે. ૩૧૭. જિનવલ્લભસૂરિના શિષ્ય અને પટ્ટધર જિનદત્તસૂરિ થયા કે જેમણે ઘણા રાજપૂતોને પ્રતિબોધી નવા શ્રાવક ર્યા, તેમણે ખરતરગચ્છીય એક પ્રભાવક પુરુષ તરીકે “દાદા' નામથી ઓળખે છે (સૂરિપદ સં.૧૧૭૯ અને સા. ૧૨૧૧ અજમેરમાં). તેમના ગ્રંથો ગણધરસાર્ધશતક પ્રાકૃત ગાથા ૧૫૦ માં પૂર્વ ગણધરો-આચાર્યોનાં ટુંક વર્ણન છે (પ્ર) ચુનિલાલ પન્નાલાલ ઝવેરી, મુંબઈ) સંદેહદોલાવલી ગણધરસપ્રતિ, સર્વાધિષ્ઠાયિ (સ્મરણ) સ્તોત્ર, સુગુરુપાતંત્ર્ય, વિઘ્ન વિનાશિસ્તોત્ર, અવસ્થાકુલક, ચૈત્યવંદન કુલક (કી. ૨, નં ૧૪૮), વિંશિકા આદિ પ્રાળ માં રચ્યાં. ને અપભ્રંશમાં ત્રણ કાવ્યો નામે ચર્ચરી કે જે સ્વગુર જિનવલ્લભસૂરિની પ્રશંસા કરતું કાવ્ય છે, ઉપદેશ રસાયન અને કાલસ્વરૂપ કુલક રચ્યાં. તેમણે દેવસૂરિનું જીવાનુશાસન સટીક શોધ્યું (પી.૫,૨૨) યુગપ્રધાન જિનદત્તસૂરિમાં નાહટાએ બીજા પણ સ્તોત્રોની વિગત અને જીવાનુ. શોધક અન્ય જિનદત્ત હોવાનું જણાવ્યું છે. } ૩૧૮. જિનવલ્લભસૂરિ શિષ્ય રામદેવગણિએ પ્રાયઃ સં.૧૧૩૭માં સ્વગુરુ રચિત ષડશીતિ પર ટિપ્પનક અને સત્તરી પર ટિપ્પનક રચ્યાં (જે. પ્ર.૩૩, ૩૪); જિનવલ્લભ-જિનદત્તને સેવનાર તથા જિનપ્રિય (વલ્લભ)ના શિષ્ય જિનભદ્રસૂરિએ અપવર્ગ નામમાલા પંચ-વર્ગપરિહારનામમાલા નામનો કોશગ્રંથ રચ્યો (જે. પ્ર. ૬૪). ૩૧૯. જિનવલ્લભ ગુરુના શાંત ઉપદેશથી ધનદેવ નામના શ્રાવકે નાગપૂરમાં (નાગોરમાં) નેમિનાથનું મંદિર કરાવ્યું હતું જિનવલ્લભના શિષ્ય જિનદત્તસૂરિ પદ સ્વીકાર્યા પછી લગભગ વિ. સં.૧૧૭૦માં નાગપુરમાં વિચર્યા હતા તે વખતે પ્રાયઃ ઉપરોક્ત ધનદેવ શ્રાવકે તેમને આયતન, २६०. अत्रोदैशिकभोजनं जिनगृहे वासो वसत्यक्षमा स्वीकारोऽर्थगृहस्थचैत्यसदनेष्वप्रेक्षिताद्यासनम् । सावधाचरितादरः श्रुतपथावज्ञा गुणिद्वेषधी धर्मः कर्महरोऽत्र चेत् पथि भवेन्मेरूस्तदाऽब्धौ तरेत् ॥ ५ ॥ - (સાધુએ) (૧) પોતાને ઉદેશીને નિમિત્તે થયેલ ભોજન જમવાથી, (૨) જિનગૃહમાં રહી વાસ કરવાથી, (૩) અન્યની વસતિ-ગૃહ પ્રત્યે અક્ષમાં રાખવાથી-તેમાં જઇ રહેવામાં તિરસ્કાર રાખવાથી, (૪) દ્રવ્યનો સ્વીકાર કરવાથી, (૫) પોતપોતાના શ્રાવક રાખવાથી, (૬) ચૈત્ય એટલે દેવમંદિરોને પોતાના સદન-ઘર તરીકે રાખવાથી (૭) આસનાદિનું પ્રમાર્જન નહિ કરવાથી (૮) પાપવાળાં આચરણનો આદર કરવાથી , (૯) શ્રુતમાર્ગની અવજ્ઞાથી, (૧૦) ગુણિઓ પ્રત્યે દ્વેષબુદ્ધિથી કર્મહરણ કરનારો ધર્મ થતો હોય તો તો પછી સમુદ્રમાં મેરૂ તરે ! ૨૬૧. કે જે “અપભ્રંશ કાવ્યત્રયી' એ નામથી ગા. ઓ. સી. નં. ૩૭ માં પ્રકટ થયેલ છે અને તેમાંની સંશોધક પંડિત લાલચંદની સંસ્કૃત પ્રસ્તાવના જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, આ ત્રણ કાવ્યો, તે પરના ટીકાકારો અપભ્રંશ ભાષા વગેરે પર ઘણો પ્રકાશ પાડે છે. તેમા પરિશિષ્ટ તરીકે જિનવલ્લભકૃત મૂળ સંઘપટ્ટક, જિનદત્તકૃત ગણધર સાર્ધશતક અને સુગુરુપરતંત્ર, કવિ પલ્પકૃત પટ્ટાવલી (જિનદત્તસૂરિ સ્તુતિ) આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy