SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ચૈત્યવાસી આચાર્યોથી વ્યાપ્ત હતા ત્યાં વિહાર કર્યો. ચિત્રકૂટમાં અનેકને પોતાના ઉપદેશના રાગી અને ભક્ત કર્યાં, ને બે વિધિચૈત્યની પ્રતિષ્ઠા કરી. વાજ્રડ (વાગડ)ના લોકોને પ્રતિબોધ્યાં પછી ધારાનગરીમાં જઇ નરવર્મ રાજાની સભામાં અતિમાન મેળવ્યું.૨૫ નાગપૂર (નાગોર)માં નેમિજિનાલયની, નરવરપુરમાં વિધિચૈત્યની પ્રતિષ્ઠા કરી મરૂકોટ્ટમાં વિહાર કરી ચૈત્યવાસને નિવાર્યો. અભયદેવસૂરિના આદેશથી દેવભદ્રાચાર્યે તેમને સૂરિપદ આપ્યું {વિ. સં. ૧૧૬૭ અષાઢ સુદ ૬ના} તેથી અભયદેવના પટ્ટધર થયા, પછી છ માસે સં.૧૧૬૭મા {દીવાળીના દિવસે} સ્વર્ગસ્થ થયા. ૩૧૫. તેમણે સં. ૧૧૨૫માં જિનચંદ્રસૂરિ કૃત સંવેગરંગશાલા પોતે ગણિ (ઉપાધ્યાય) હતા ત્યારે શોધી. અને તેમના ગ્રંથોઃ- સૂક્ષ્માર્થ સિદ્ધાન્ત વિચારસાર (સાર્ધશતક-પી.૧,૨૮ {વિ. સં. ૧૧૭૧મા રચાયેલી આ. ધનેશ્વરસૂરિષ્કૃત ટીકા સાથે } પ્ર. જૈ. ધ. સભા), આગમિક વસ્તુ વિચારસાર (પડશીતિ પી. ૧,૨૭ {સટીકાશ્રૃત્વારઃ કર્મગ્રન્થાઃ અંતર્ગત } પ્ર. આ. સભા ), પિંડવિશુદ્ધિ પ્રકરણ (પી. ૧, ૬૩-૧૦૧; તાડપત્ર કી. ૨, ૩૦ {શ્રીચન્દ્રસૂરિષ્કૃત ટીકા સાથે પ્રકા. વિજયદાનસૂરિ ગ્રં. યશોદેવસૂરિષ્કૃત લઘુવૃત્તિ અને ઉદયસિંહસૂરિષ્કૃત દીપિકા સાથે મ. જિનદત્તસૂરિ જ્ઞાન ભંડાર}), પૌષધવિધિ પ્રકરણ, {સિરિપયરણ સંદોહમાં પ્રકાશિત} સંઘપટ્ટક (પ્ર. જેઠાલાલ દલસુખ {દ્વારા જિનપતિસૂરિષ્કૃત બૃહત્ ટીકા સાથે પ્રગટ થઇ છે, અને સાધુકીર્તિગણી લક્ષ્મીસેન, હર્ષસેનકૃત ૩ ટીકા સાથે પ્ર. જિનદત્તસૂરિ જ્ઞાન.}), પ્રતિક્રમણ સામાચારી, ધર્મશિક્ષા, {જિનપાલોપાધ્યાયકૃત ટીકા સાથે આનું સંપાદન શ્રી વિનયસાગર કરી રહ્યા છે.} ધર્મોપદેશમય દ્વાદશકુલકરૂપ પ્રકરણ, {જિનપાલોપાધ્યાયકૃત ટીકા સાથે પ્ર. જિનદત્તસૂરિ જ્ઞાન. } પ્રશ્નોત્તર શતક, {પ્રશ્નોત્તરૈકષષ્ટિશતકાવ્ય નામે સ્તોત્રરત્નાકર ભા. ૨મા પ્રકાશિત.} શૃંગારશતક સ્વપ્નાષ્ટક વિચાર ચિત્રકાવ્ય, સો એક સ્તુતિ સ્તોત્રાદિ જેવા કે અજિતશાંતિ સ્તવ, ભાવારિવારણ સ્તોત્ર, જિનકલ્યાણક સ્તોત્ર, જિનચરિત્રમય જિનસ્તોત્ર, મહાવીરચરિત્રમય વીરસ્તવ(બુદ્ધુ ૪ નં. ૨૫૧; બુહ્ નં. ૬૦૯), ઋષભ-પાર્શ્વ-નેમિ-શાંતિ-મહાવીર સ્તોત્રાદિ છે. {આ. જિનવલ્લભસૂરિની ૪૫ જેટલી રચનાઓ પ્રાપ્ત થાય છે. ‘વલ્લભ ભારતી' ભા: ૧ અને ‘જિનવલ્લભસૂરિ ગ્રન્થાવલી' (પ્ર. પ્રાકૃત ભારતી બન્નેના સંપા. શ્રી વિનયસાગર) આમાં જિનવલ્લભસૂરિના ઘણા ગ્રન્થો પ્રકાશિત થયા છે ચિત્ર કાવ્યોના ૪૩ ચિત્રો પણ અપાયા છે, પ્રસ્તાવનામાં ગ્રન્થ પરિચય અપાયો છે.} - આ અનિશ્રાએ વિધિપૂર્વક થયેલ શ્રી જૈન ચૈત્યાલયમાં એવી આશા છે કે તેમાં ઉત્સૂત્ર જનક્રમ નથી, રાત્રે સ્નાત્ર-સ્નાન નથી. સાધુઓ માટે મમતાપૂર્વક રહેવાનો આશ્રય નથી, રાત્રે સ્ત્રીઓનો પ્રવેશ નથી, જાતિજ્ઞાતિનો કદાગ્રહ નથી.(ગમે તેને આવવાની છૂટ છે), ત્યાં શ્રાદ્ધોને તાંબૂલ ખાવાનું નથી. इह न खलु निषेधः कस्यचिद् वंदनादौ श्रुतविधि बहुमानी त्वत्र स्वधिकारी । त्रिचतुरजनदृष्ट्या चात्र चैत्यार्थवृद्धि - व्ययविनिमयरक्षा चैत्यकृत्यादि कार्यम् ॥ -અહીં કોઇને પણ દર્શન પૂજન કરવા માટે ના પાડવામાં આવનાર નથી. વળી સૂત્રવિધિને માન આપનાર હરકોઇ માણસને અહીં અધિકારી તરીકે ગણવામાં આવશે. તેમજ આ દેરાસરના દ્રવ્ય એ ત્રણ ચાર જણાની નજર નીચે વ્યાજે ધીરી વધારવા ખરચવા, લેવડદેવડ-વિનિમય કરવા સંભાળી રાખવા તથા દેરાસરનાં કામકાજ કરવા ફરમાવવામાં આવે છે. २५९. यस्य श्री नरवर्मभूपतिशिरः कोटिररत्नांकुर - ज्योतिर्जालजलैरपुष्यत सदा पादारविन्दद्वयी ॥ તેમના સંતાનીય અભદેવકૃત જયંતવિજય કાવ્યપ્રશસ્તિ સં. ૧૨૭૮ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy