SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૧૨ થી ૩૧૪ જિન વલ્લભસૂરિ ૧૫૭ ૩૧૩. તેમણે વરણગના પુત્ર સંતુય (સાંતુ-સંતુક-સંપન્કર) મંત્રીને કહી ભરૂચમાં સમલિકા વિહારમાં સોનાના કળશો ચડાવ્યા હતા.૫૫ અપવાસ કરીને તેમજ ઘી સિવાયની બધી વિગઈની ચીજો તજીને તપ તીવ્ર કડકાઇથી કરતા હતા. તેમણે હજારો બ્રાહ્મણોને અને કડમડ યક્ષને પ્રબોધ આપી મેડતપુર (મેડતા)માં વીરપ્રભુનું ચૈત્ય કરાવ્યું હતું. છેવટે ૪૭ દિવસ સુધીનું અનશન પાળ્યું તે વખતે તેમના દર્શનાર્થે સિદ્ધરાજ ખાસ ગયો હતો. જ્યારે સ્વર્ગવાસ થયો ત્યારે તેમના શરીરશબને સિદ્ધરાજે કોટની પાછલી અટારીએ રહી પોતાના પરિજન સમેત જોયું હતું, અને ચિતા બુઝાતાં લોકોએ ત્યાથી રાખ ગ્રહણ કરી - રાખનો અભાવ થતા ત્યાંની માટી લીધી તે ત્યાં સુધી કે ત્યાં શરીરપ્રમાણવાળી વિશાળ ખાડ થઈ ગઈ૨૫૭ (સં. ૧૧૬૮ આસપાસ.) - ૩૧૭ક. ૧૧મા અને ૧૨મા શતકની વચ્ચે થયેલ પૂર્ણતલ્લ ગચ્છના વર્ધમાનસૂરિ શિષ્ય શાંતિસૂરિએ ધનપાલત તિલકમંજરી પર ટિપ્પન, જૈનતર્કવાર્તિકવૃત્તિ, ન્યાયાવતાર વા. વૃત્તિ સં. દલસુખ માલવણિયા પ્ર. સિંધી ગ્રં. } તથા વૃન્દાવન કાવ્ય-ઘટખર્પર કાવ્ય-મેઘાલ્યુદય કાવ્ય-શિવભદ્ર કાવ્ય-ચન્દ્રદૂત કાવ્ય એ નામનાં પાંચ યમકમય કાવ્યોપર વૃત્તિઓ રચી.(જે. ૪૩; જે, પ્ર. ૫૮-૫૯.). ૩૧૪. જિનવલ્લભસૂરિ– કર્ણના રાજ્યમાં તેઓ ગણી તરીકે થયા ને ગ્રંથકર્તા તરીકે અને છેવટે આચાર્ય તરીકે સિદ્ધરાજના સમયમાં પ્રસિદ્ધ થયા. તેમનું સ્થાન ખરતરગચ્છના આચાર્યોમાં ઘણું ઉંચું છે. તે મૂલ ચૈત્યવાસી આસિકા નામના દૂર્ગવાસી કુર્યપુરીય જિનેશ્વર નામના સૂરિ-મઠાધિપતિના શિષ્ય હતા અને તે ગુરુએ નવાંગ વૃત્તિકાર અભયદેવસૂરિ પાસે પાટણમાં તેમને શાસ્ત્રાભ્યાસ કરવા મોકલતાં અભ્યાસમાં ચૈત્યવાસ શાસ્ત્રવિરુદ્ધ આચાર રૂપે પ્રતીત થતાં ચૈત્યવાસ ત્યજી શાસ્ત્રવિધિ અનુસારનો આચાર સ્વીકાર્યો અને અભયદેવસૂરિ પાસે દીક્ષા લીધીજે ચૈત્યો બંધાવ્યાં તેને “વિધિચત્ય' નામ આપી તેમાં અમુક શાસ્ત્રવિરુદ્ધ કાર્યો નહિ થાય એવા શ્લોકો મૂકાવ્યા ૨૫૮ મેદપાટદેશાદિ પ્રાયઃ २५५. वरणगसुयं संतुय सचिवं भणिऊण(जेण) भरूयच्छे। सिरि सवलियाविहारे हेममया रोविया कलसा || –શ્રી ચંદ્ર-મુનિસુવ્રતચરિત્ર પી. ૫, ૧૦. ૨૫૬. રાજશેખરસૂરિની પ્રાકૃત થાશ્રયવૃત્તિ પ્રશસ્તિ. (સં.૧૩૮૭). परः सहस्रान् भूदेवान् यक्षं कडंमडं च यः । प्रबोध्य मेडतपुरे वीरचैत्यमचीकरत् ॥ તથા વિશેષમાં ત્યાં જણાવ્યું છે કે. 'नाथं सुराष्ट्रराष्ट्रस्य खंगारं प्रतिबोध्य यः। उज्जयंततीर्थपंथं खिलीभूतमवीवहत् ॥ –એટલે કે સોરઠના રાજા ખેંગારને પ્રતિબોધી ગિરનાર તીર્થના વિપ્નભૂત થયેલા માર્ગને વહેતો કર્યો હતો... આ કથન ખરી રીતે અભયદેવસૂરિને નહિ, પરંતુ તેમના પ્રસિદ્ધ શિષ્ય હેમચંદ્રસૂરિને લાગુ પડે છે. ૨૫૭. જુઓ તેમના પ્રશિષ્ય શ્રીચંદ્રસૂરિકૃત મુનિસુવ્રતચરિત્રની પ્રશસ્તિ કે જે પોતે સમકાલીન છે અને જે પોતે જણાવે છે કે ભક્તિથી વશ થઈ કે આમાં કાંઈ પણ-થોડું પણ મૃષા ભાષણ કર્યું નથી. પા.પ.૧૩. ૨૫૮. તે પૈકી બે શ્લોક એવાં છે કેअत्रोत्सूत्रजनक्रमो न च नच स्नात्रं रजन्यां सदा, साधूनां ममताऽऽश्रयो न च न च स्त्रीणां प्रवेशो निशि । जाति-ज्ञातिकदाग्रहो न च न च श्राद्धेषु ताम्बूलमि-त्याज्ञाऽत्रेयमनिश्रिते विधिकृते श्री जैनचैत्यालये ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy