SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (અન્ય મત પ્રમાણે કર્ણદેવે) ૫૦ મલધારી નામનું બિરૂદ આપ્યું હતું આ અભયદેવસૂરિના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહદેવે પોતાના સમસ્ત દેશમાં શાસન આપવા પર્યુષણ, (શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા શુદ-૪)એકાદશી પ્રમુખ દિવસોમાં “અમારિ કરાવી હતી, એટલે પશુવધ કરવાની મનાઈ કરી હતી.રપ શાકંભરી (સાંભર અજમેર પાસેના)ના રાજા પૃથ્વીરાજે (પૃથ્વીરાજ પહેલો તે વીસલદેવ-વિગ્રહરાજ ત્રીજાનો પુત્ર) તેમના લેખથી ઉપદેશથી અજમેર પાસેના રણથંભોરમાં જિનમંદિર પર સોનાનો કુંભકળશ સ્થાપ્યો હતો.પર તેઓ વીરદેવ વિદ્વાનથી પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ મંત્ર(સૂરિમંત્ર)વિદ્યા વડે અતિશય મહાન પ્રભાવક થયા.(પી.૫,૮૯) ગોપગિરિ (ગ્વાલિયર) ના શિખર પરના મહાવીર મંદિરના દ્વારનો ત્યાંના અધિકારીઓએ જ અવરોધ કર્યો હતો તે આ આચાર્યે જઈ ત્યાંના ભુવનપાલ નામના રાજાને કહી દૂર કરાવ્યો હતો.૨૫૩, ૩૧૨. વિ.સં. ૧૧૪રમાં માઘ શુક્લ ૫ રવિવારે અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિને આ સૂરિએ પ્રતિષ્ઠિત કરી અને જિન પૂજા માટે રાજા એલચે શ્રીપુર (સિરપુર)નામનું ગામ આપ્યું અને જ્યાંથી તે પ્રતિમા નીકળી તે સ્થાને જલકુંડ બંધાવ્યો. આ અંતરિક્ષ પાર્શ્વનાથનુ તીર્થ ત્યારથી તે આજદિન સુધી પ્રસિદ્ધ છે. ૨૫૪ ર૧૦. નક્ષ મહરિના લિ મેળ નરવના –પદ્યદેવસૂરિક્ત સદ્ગુરુ પદ્ધતિ પી.૫, ૯૬. श्री गूर्जरेश्वरो दृष्ट्वा तीव्र मलपरीषहं । श्री कर्णो बिरुदं यस्य मलधारी व्यघोषयत् ॥ -રાજશેખરત પ્રાકૃત દયાશ્રયવૃત્તિ (સં ૧૩૮૭) પ્રશસ્તિ. २५१. यस्योपदेशादखिलस्वदेशे सिद्धाधिपः श्री जयसिंहदेवः । एकादशीमुख्यदिनेष्वमारीमकारयच्छासनदानपूर्वाम् ।। -વિજયસિંહકૃત (સં.૧૧૯૧) ધર્મોપદેશમાલા વિવરણ પી. ૫, ૮૯. जेण जयसिंहदेवो राया भणिऊण सयलदेसम्मि। काराविओ अमारिं पज्जोसवणाईसु तिहीसु ॥ -શ્રીચંદ્રસૂરિકૃત મુનિસુવ્રત ચરિત્ર (સં. ૧૧૯૩?) પી. ૫. ૧૧ २५२. यस्य संदेशकेनापि पृथ्वीराजेन भूभुजा । रणस्तंभपुरे न्यस्तः स्वर्णकुंभो जिनालये॥ -વિજયસિંહ -ધર્મો વિવરણ પી.૫,૮૯. અને જુઓ રણથંભોરના જિનમંદિરોના શિલાલેખ, पुहईराएण सयंभरीनरिंदेण जस्स लेहेण । रणखंभउरजिणहरे चडाविया कणयकलसा ॥ -શ્રીચંદ્રસૂરિ-મુનિસુવ્રત ચરિત્ર પી. ૫, ૧૧. रणथंभपुरे आणालेहेण जस्स सन(भ)रिदेण । हेमधयदंडमिसओ निच्च नच्चाविया कित्ती ॥ –ઉક્ત સદ્ગુરુપદ્ધતિ પી.૫, ૯૬. २५३. गोवगिरिसिहरसंठिय चरमजिणाययणदारमवरूद्धं । पुनिवदिन्नसासणमं(सं)साव (ध)णिएहिं चिरकालं ॥ गंतूण तत्थ भणिऊण भुवणपालाभिहाणभूवालं । अइसयपयत्तेणं मुक्कलयं कारियं जेण ॥ 1 –શ્રીચંદ્રસૂરિ-મુનિસુવ્રત ચરિત્ર. ૨૫૪. ભાવવિજયગણિકૃત અંતરીક્ષમાહાસ્ય સં. ૧૭૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy