SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કરી ગિરનારના યાદવ (ચૂડાસમા)રાજા ખેંગાર (બીજો)ને કેદ કર્યો, બર્બર આદિ જંગલી જાતિઓને પોતે વશ કરી અને અજમેરના ચોહાણ રાજા(અર્ણોરાજ, આનાક, આનલ્લદેવ) પર વિજય પ્રાપ્ત કર્યાં, પરંતુ પાછળથી સુલેહ થવાથી તેણે પોતાની પુત્રી કાંચનદેવીનો વિવાહ તે આનાની સાથે કર્યો કે જેથી સોમેશ્વરનો જન્મ થયો. સિદ્ધરાજ સોમેશ્વરને નાનપણથી જ પોતાને ત્યાં લઇ આવ્યો હતો અને તેના દેહાન્ત પછી કુમારપાલે તેનું પાલન કર્યું હતું.(આ સોમેશ્વર તેજ કે જે શહાબુદીન સાથે લડાઇ કરનાર પ્રસિદ્ધ પૃથ્વીરાજનો પિતા થયો) સિદ્ધરાજ ઘણોજ લોકપ્રિય, ન્યાયી, વિદ્યારસિક અને જૈનોનું વિશેષ સમ્માન કરનારો થયો. પ્રસિદ્ધ વિદ્વાન જૈન આચાર્ય હેમચંદ્ર (હેમાચાર્ય)નું તે ઘણું સંમાન કરતો હતો. તેના દરબારમાં કેટલાયે વિદ્વાનો રહેતા, જેવા કે ‘વૈરોચન પરાજય’ના કર્તા શ્રીપાલ ‘કવિશિક્ષા’નો કર્તા જયમંગલ, વાગ્ભટ, ‘ગણરત મહોદધિ'ના કર્તા વર્ધમાન તથા સાગરચંદ્ર આદિ. વિ.સં.૧૧૫૦ થી ૧૧૯૯ સુધી રાજ્ય કરી તે સ્વર્ગસ્થ થયો' (ઓઝાજી રા.ઈ. ખંડ ૧ પૃ.૨૧૮-૨૧૯). ૩૦૫. તેને પોતાના પિતાના સમયના મુંજાલ મંત્રી ઉપરાંત બીજા મંત્રીઓ નામે શાંતુ, ઉદયન, મહામાત્ય આશુક, વાગ્ભટ, આનંદ અને પૃથ્વીપાલ જૈન જ હતા. ઉદયન મારવાડથી આવેલ શ્રીમાલી હતો (તેનું વૃત્તાંતર૪૬ રાસમાલા આવૃત્તિ ૨, ભાગ ૧ પૃ.૧૫૪-૫ ના ટિપ્પણમાં તથા પૃ. ૨૪૮૨૮૪-૨૮૫માં સંગ્રહિત છે.) અને સિદ્ધરાજના મામા-‘રાજમામા' તરીકે ઓળખાતો હતો. તે ખંભાતનો સૂબો હતો ને તેણે ઝીંઝુવાડાનો કિલ્લો બંધાવ્યો હતો. ૩૦૬. વનરાજના શ્રીમાળી મંત્રી જાંબના વંશજ સજ્જનને સિદ્ધરાજે સોરઠનો દંડાધિપ (ઉપરીસૂબો) નીમ્યો હતો કે જેણે સોરઠ દેશની ઉપજ ખર્ચીને ગિરનાર ઉપરનાં જૈન જીર્ણશીર્ણ કાષ્ઠમય દહેરાંનો ઉદ્ધાર કરી નવું પાકું મંદિર બંધાવ્યું હતું. સં. ૧૧૮૫. (જુઓ ઉજ્જયંતગિરિ રાસો તથા રૈવતકલ્પ બંને મુદ્રિત પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ પરિશિષ્ટ ૫.) ૩૦૭. મહામાત્ય આશુકની મંત્રણાથી આ જયસિંહે શ્રી શત્રુંજયતીર્થની યાત્રા કરી તેની પૂજા માટે બાર ગામનું શાસન કરી આપ્યું હતું.ર૪૭ અને પછી ગિરનારના નૈમિજિનની યાત્રા કરી હતી. ૨૪૬. રાસમાળાની તૃતીય આવૃત્તિ વધુ હકીકત સહિત ફાર્બસ સભાએ પ્રસિદ્ધ કરી છે, પણ હવે તો ઓઝાજીએ ટૉડ રાજસ્થાનની વર્ધિત આવૃત્તિ ઉપરાંત રાજપૂતાનાકે ઇતિહાસ સ્વતંત્ર લખવા માંડ્યા તેજ પ્રમાણે રાસમાળા પર આધીન ન રહેતાં ગુજરાતનો સ્વત્રંત્ર ઇતિહાસ સર્વમાહિતી પૂર્ણ રચાવાની જરૂર છે, કારણકે રાસમાળા રચાયા પછી અનેક નવીન અને પૂર્વ વાતોને ઉથલાવી પડે એવી વિગતો મળી છે ને મળતી જાય છે. ૨૪૭. જુઓ પંડિત લાલચંદનો લેખ ‘સિદ્ધરાજ અને જૈનો'; તેમાં નીચેના પ્રમાણો ટાંક્યાં છેઃ સિદ્ધરાજની શત્રુંજય યાત્રાના વર્ણન માટે જુઓ હેમચાર્યકૃત સંસ્કૃત ચાશ્રય કાવ્ય. તેમના બાર ગામના શાસન માટે જુઓ ઉદયપ્રભસૂરિનું પ્રાયઃ સં.૧૨૭૫માં રચેલું ધર્માભ્યુદય કાવ્ય સર્ગ ૭, શ્લોક ૭૪,૭૭; બાલચંદ્રસૂરિનું પ્રાયઃ સં.૧૩૦૦માં રચાયેલું વસંતવિલાસ કાવ્ય સર્ગ ૯ શ્લો.૨૨; પ્રભાચંદ્રસૂરિનું સં.૧૩૩૪માં રચેલું પ્રભાવકચરિત્ર(હેમપ્રબંધ શ્લો.૩૧૦-૧૧-૨૩-૨૫), મેરૂતુંગનું ૧૩૬૧ માં રચેલ પ્રબંધચિંતામણી (ભાષાંતર પૃ.૧૬૦-૧૬૧), ૧૪૨૨માં જયસિંહસૂરિએ કરેલા કુમારપાલચરિત સર્ગ ૩ ગ્લો. ૩૨-૩૩, ૧૪૯૨માં જિનંડનગણિકૃત કુમારપાલ પ્રબંધ પૃ.૬,૨૨, ૧૪૯૭માં જિનહર્ષકૃત વસ્તુપાલચરિત સર્ગ ૧ ગ્લો. ૮૪, સં. ૧૬૫૦ પછીના હીરસૌભાગ્ય મહાકાવ્ય સર્ગ ૧૭ શ્લો.૧૯૫ અને તે પરની ટીકા. આ આશુક મંત્રી સં. ૧૧૭૯ અને ૧૧૮૧મા મહામાત્યપદે અચૂક વિદ્યમાન હતો અને વાદિદેવસૂરિના તથા કુમુદચંદ્ર વચ્ચેના વાદ વખતે હાજર હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy