SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૦૧ થી ૩૦૪ સિદ્ધરાજ જયસિંહ ૧૫૩ ત્યાર પછી અભિમાની માલવાના રાજાને બંધનમાં નાંખવાની કરેલી વિધિથી જેણે સર્વે રાજાઓમાં ત્રાસ વર્તાવ્યો હતો, જેણ ભક્તિથી આકર્ષાઈને શિવ પ્રત્યેના દર્શનનો વિસ્તાર કર્યો હતો, જે મૂર્તિમાન પ્રભાવના ઉદયરૂપ હતો અને જે તરતજ સિદ્ધરસથી ઋણમુક્ત કરાયેલા જગતનાં ગીતોમાં ગવાતો હતો એવો જયસિંહદેવસિદ્ધાધિરાજ નૃપતિ થયો. ૩૦૧. “સિદ્ધરાજ જયસિંહના પ્રતાપ ભર્યા ગૌરવવન્તા રાજ્યમાં જૈનોએ મંત્રિપદેથી, દંડનાયક (સેનાપતિ)વગેરે ઉચ્ચ અધિકાર પદેથી તેમજ સાક્ષર-સૂરિ વગેરે સ્થાનેથી સમસ્ત ભારતવર્ષની ઉન્નતિ અર્થે અમૂલ્ય અસાધારણ ચિરસ્મરણીય સેવા સમર્પ ગૂજરાતના વાડ્મય સાથે ગુજરાતના યશોદેહને શોભાવ્યો હતો. ૩૦૨. કર્ણદેવને કર્ણાટ દેશના રાજા જયકેશીની રાજપુત્રી મયણલદેવીથી જયસિંહ પુત્ર થયો. તેની બાળવયમાંજ કર્ણદેવ સ્વર્ગસ્થ થતાં પાટણનું રાજતંત્ર રાજમાતા મયણલ્લદેવીએ સંભાળ્યું. જયસિંહ દેવ નાનપણથી પ્રતાપી હતો. શૂર, પરાક્રમી હોઈ બર્બરકને જીતી “સિદ્ધરાજ' બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેણે માલવા પર ચઢાઇ કરી ૧૨ વર્ષ સુધી લડાઈ ચાલુ રાખી. તે લડાઇમાં, તેના રાજા ૨૪૫નરવર્માનો દેહાન્ત થયો ને પછી તેનો પુત્ર યશોવર્મા હાર્યો, કેદ થયો અને માલવા ગૂજરાતના રાજ્યમાં અંતર્ગત થયું. તેની સાથે મેવાડનો પ્રસિદ્ધ ચિતોડનો કિલ્લો તથા તેની આસપાસનો માલવા સાથે મળેલો પ્રદેશ કે જે મુંજના સમયથી માલવાના પરમારોના રાજ્યમાં ચાલ્યો આવતો હતો તે જયસિંહને આધિન થયો, તેમજ વાગડ દેશ (ડુંગરપુર અને વાંસવાડા) પણ તેના તાબામાં આવ્યો. (સં. ૧૧૯૨ અને ૧૧૯૪ વચ્ચે) ૩૦૩. માલવા પરના જયની સિદ્ધિ કરી પાટણમાં પધારતાં જયસિંહ માટે પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય કહ્યું હતું કે: भूमिं कामगवि स्वगोमयरसै रासिंच रत्नाकरा मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुम्भो भव। धृत्वा कल्पतरो दलानि सरलै दिग्वारणास्तोरणा न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥ -હે કામધેનુ! ભૂમિપર તારા દૂધનો છંટકાવ કર, હે રસાકર! મોતીનો સ્વસ્તિક પુર, હે ચંદ્ર! પૂર્ણકલશરૂપ થઈ જા, હે દિગ્ગજો! કલ્પતરૂનાં સરલ પત્રોનાં તોરણ ધરો! પોતાને હાથે પૃથ્વી પર વિજય મેળવી શ્રી સિદ્ધરાજ પધારે છે. ૩૦૪. “માલવાની જીતથી સિદ્ધરાજ' ઉપરાંત “અવંતિનાથ,”નું બિરૂદ જયસિંહે ધારણ કર્યું. આબુના પરમાર તથા નાડોલના ચૌહાણ તો પહેલેથીજ ગૂજરાતના રાજાઓની અધીનતામાં ચાલ્યા આવતા હતા, જયસિંહે મહોબા(મહોબક)નાં ચંદેલ રાજા મદનવર્મા પર ચઢાઈ કરી. વળી સોરઠ પર આક્રમણ - ૨૪૫. “નરવર્મા માલવનો રાજા સં.૧૧૬૧ થી ૧૧૬૪ ના સમયમાં તો અવશ્ય હતો કારણકે તેના તે વર્ષના શિલાલેખ મળે છે.તેનો દેહાન્ત ૧૧૯૦ માં થયો. તે પણ વિદ્વાન રાજા હતો અને તેની તુલના વિદ્યા અને દાનમાં ભોજ સાથે કરવામાં આવતી હતી. તેના સમયમાં પણ માલવા વિદ્યાપીઠ તરીકે પ્રસિદ્ધ હતું અને જૈન તથા વેદ મતાવલંબીઓની વચ્ચે શાસ્ત્રાર્થ પણ થયા હતાં. જૈન વિદ્વાન સમુદ્રઘોષ અને વલ્લભજિનવલ્લભ)સૂરિએ તેની પાસેથી સન્માન પ્રાપ્ત કર્યું હતું. ઓઝાજી રા.ઈ.ખંડ ૧ પૃ ૧૯૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy