SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૨ સોલંકી વંશનો સમય - સિદ્ધરાજ જયસિંહ (વિ.સં.૧૧૫૦ થી ૧૧૯૯) क्षुण्णाः क्षोणिभृतामनेककटका भग्नाऽथ धारा ततः, कुण्ठः सिद्धपतेः कृपाण इति रे मा मंसत क्षत्रियाः । आरूढप्रबलप्रतापदहनः संप्राप्तधारश्चिरात्, पीत्वा मालवयोषिदश्रुसलिलं हन्तायमेधिष्यते ॥ द्विषद्पुरक्षोदविनोदहेतो भवादवामस्य भवद्भुजस्य । अयं विशेषो भुवनैकवीर! परं न यत्काममपाकरोति ॥ सम्यग् निषेव्य चतुरश्चतुरोप्युपायान् जित्वोपभुज्य च भुवं चतुरब्धिकाञ्चीम् । विद्याचतुष्टयविनीतमतिर्जितात्मा काष्ठामवाप पुरषार्थचतुष्टये यः॥ -सिद्धहैम शब्दानुशासने -સિદ્ધરાજના કૃપાણે (તરવારે) અનેક રાજાઓના કટકોને ભેટેલા છે, તેથી ધારા (અણી) ભગ્ન થયેલી છે; માટે હે ક્ષત્રિયો ! તમે એમ ન માનતા કે, સિદ્ધરાજનો એ કૃપાણ કંઠ (બુટ્ટો) થયેલો છે; કારણ કે એ તો પ્રબલ પ્રતાપના દહનથી માલવની નારીઓનાં અશ્રુસલિલ પીને અને ધારાને સંપ્રાપ્ત કરીને પાછો ચિરકાળ વધવાનો છે. -હે ભુવનૈનવીર ! તારો જમણો હાથ અને મહાદેવનો જમણો હાથ એ બંને એક સરખા છે; પુરક્ષોદ વિનોદના હેતુ છે; પણ તારો હાથ તો મહાદેવના હાથ કરતાં યજરા વિશિષ્ટતા વાળો છે. એ હાથ કામનો (યાચકોની વાંછનાનો) અપકાર નથી કરતો, ત્યારે મહાદેવનો હાથ કામનો (કામદેવનો) અપકાર કરે છે. - એ સિદ્ધરાજે રાજનીતિના ચારે ઉપાયો (સામ, દામ, દંડ અને ભેદ)ને બરાબર અજમાવીને ચારે ખંડ ધરતીનું રાજ્ય ભોગવ્યું, ચાર વિદ્યાઓ દ્વારા પોતાની બુદ્ધિને વિનીત કરી, અને છેવટે એ જિતાત્મા(જિતેંદ્રિય)ચારે પુરુષાર્થ સાધીને દેવ થયો. दृप्यन्मालवभूपबन्धनविधिप्रस्ताखिलक्ष्मापति भक्त्याकृष्टवितीर्णदर्शनशिवो मूर्तः प्रभावोदयः । सद्यः सिद्धरसानृणीकृतजगद्गीतोपमान (तावदान) स्थितिज्ञे श्री जयसिंहदेवनृपतिः सिद्धाधिराजस्ततः ॥ - શ્રીપાલકૃત વડનગરપ્રશસ્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy