SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૫૧ પારા ૨૯૭ થી ૩૦૦ નવાંગીટીકાકાર અભયદેવસૂરિ ૨૯૯. નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનાચાર્યે પ્રા. માં મનોરમા ચરિત્ર સં.૧૧૪૦ માં રચ્યું સંભળાય છે. પ્ર.લા.દ.વિ.) તેમણે વિસ્તૃત અને પાંચ અવસરમાં પ્રાકૃતમાં આદિનાથ ચરિત્ર {જુગાઈજિણિદચરિઉ-સં. રૂપેન્દ્રકુમાર પગારિયા છે. લા.દ.વિ.મં. સં. ૧૧૬૦ માં ખંભાતમાં (જેસ; પી.૫, ૮૧ અને ધર્મરત્ન કરંડકવૃત્તિ સં. ૧૧૭૨માં રચેલા પ્રસિદ્ધ છે. (જેસ0 પ્ર. ૪૫ (સં. મુનિચંદ્ર વિ..શા.ચી. સેંટર) ચંદ્રપ્રભસૂરિએ પીર્ણમિક ગચ્છ સ્થાપ્યો સં. ૧૧૪૯. તેમણે દશર્નશુદ્ધિ {પ્ર. મોશૈકલક્ષી પ્ર.) તથા પ્રમેયરનકોશ૪ પ્ર.શૈ..પ્ર.) રચ્યા. ૩૦૦. કર્ણના રાજ્યમાં વિક્રમાંકદેવચરિતના કર્તા કાશ્મીરક કવિ બિલ્હણે ચતુરંકી નાટિકા નામે કર્ણસુંદરી રચી હતી. તેમાં ‘તે કર્ણદેવને કથાનાયક બનાવી વિદ્યાધરેન્દ્ર કન્યા કર્ણસુંદરી સાથે તેના પરિણયનો વૃત્તાંત વિસ્તરેલો છે. મહામાત્ય સંપન્કરે શ્રી શાન્તુત્સવ ગૃહમાં પ્રવર્તાવેલા શ્રી આદિનાથના યાત્રામહોત્સવ વખતે આનો પ્રયોગ થયો હતો. માહામાત્ય સંપન્કરે કર્ણની રાણીનો ભાણેજ જે કર્ણસુન્દરીનો સમાનવયસ્ક હતો તેને પોતાની સાથે લાવીને અને તેને કર્ણસુન્દરીનો વેષ પહેરાવીને તેનાજ આવાસમાં કર્ણસુન્દરીને રાખીને કર્ણસુન્દરી અને કર્ણનો સંયોગ સાધ્યો હતો. મહામાત્ય સંપન્કરની બુદ્ધિ યૌગન્દરાયણાદિ મહામાત્યોની મતિને જીતે એવી હતી. મહામાત્ય સંપન્કર તે પ્રબંધ ચિંતામણિ વગેરે ગ્રંથોમાં વર્ણવેલા સાન્ત મંત્રી છે. ભીમદેવના વખતમાં ગૂર્જરોએ સિન્ધ દેશ પર સ્વારી કરી હતી. આ નાટિકામાં ગર્જન ઉપર ગૂર્જરોએ ચઢાઈ કરીને ત્યાંનાં લશ્કરને હરાવ્યું એવો ઉલ્લેખ કરેલો છે, તે સંબંધમાં એવું ધારી શકાય કે ગૂર્જરે સૈન્ય ગીઝની વંશના પાદશાહના લશ્કર સાથે યુદ્ધ કર્યું હશે કવિએ નાન્દીમાં પ્રથમ જિનેશ્વરનું આશીર્વાદાત્મક મંગલાચરણ કરેલું છે તેનું કારણ એ લાગે છે કે મહામાત્ય સંપન્કર કે જે જૈન હતો તેનો તરફથી તેને સારો આશ્રય મળેલો હશે. આ સંબંધમાં જાણવું ઉપયોગી થઈ પડશે કે પાટણના ભંડારમાંથી તાડપત્ર ઉપર કવિ બિલ્ડણ રચિત પાર્શ્વનાથ જિનેશ્વરની સ્તુતિરૂપ એક બિલ્ડણાષ્ટક મળી આવેલું છે. (પી. ૫,૫૫). આ અષ્ટકનો કર્તા ભટ્ટ બિલ્ડણ પોતે જ છે કે અન્ય કવિ છે તેનો નિશ્ચય કરવાને પુરતાં સાધનો નથી.૨૪ ૨૪૩. ડૉ. સ્વાલિકૃત સંશોધિત જૈન ધ. સભાથી મુદ્રિત. ટે. નં. ૧૬૩૭-૩૮ આ ચંદ્રપ્રભની શિષ્ય પરંપરામાં થયેલ મુનિરતસૂરિ પોતાના સં.૧૨૨૫ માં રચેલા અમચરિત્રમાં જણાવે છે કે: गोभिदर्शनशुद्धिं यः कषायस्वादुभि wघात् । सो पूर्वाभ्युदयः श्रीमान्नंद्याच् चन्द्रप्रभः प्रभुः ॥ ૨૪૪. સ્વ. ચિમનલાલ દલાલનો લેખ નામે “ગુજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય'- “વસન્ત'; ઓઝાજી રા.ઈ.૧,પૃ.૨૧૭; નાથુરામ પ્રેમીકૃત વિદ્વદ્દતમાલા પૃ. ૯૭ ટિપ્પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy