SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અર્થગ્સ રૂટે ઘણા ભેદ વાળી' અપભ્રંશને કહી છે. કારણકે ઘણા દેશો હોવાથી (ઘણા પ્રકારની છે) તેનું લક્ષણ તો લોકો પાસેથી સમ્યક્ રીતે પ્રાપ્તવ્ય છે' ૨૯૭. ૧૧૨૯માં ધર્મોપદેશમાલા વિવરણ પ્રાકૃતમાં રચાયું; અને તે જ વર્ષમાં વડગચ્છના (ઉદ્યોતનસૂરિ શિષ્ય અમૃત-આમ્રદેવસૂરિના શિષ્ય) અને ‘સૈદ્ધાન્તિક શિરોમણી' તરીકે પ્રસિદ્ધ થયેલા નેમિચંદ્રસૂરિ-મૂળ અપ૨ નામ દેવેન્દ્ર સાધુએ ગુરુબંધુ મુનિચંદ્રસૂરિના કહેવાથી ઉત્તરાધ્યયન સૂત્ર પર સુખબોધા નામની વૃત્તિ(પી.૩,૭૧,૭૮,૮૬;ભાં. ૧૮૮૩-૮૪, પૃ ૪૪૧; જે. પ્ર. ૨૩) રચી ને ત્યાર પછી પ્રાકૃતમાં-૨નચૂડ૭ કથા (પી.૩, ૬૬), આખ્યાનમણિકોષ (પી. ૩, ૭૮, {અને આત્મબોધ કુલક (બૃહદ્ ગચ્છ કા. ઇતિ શિવપ્રસાદ}) આદિ રચ્યાં તેમજ સં. ૧૧૩૯માં (૧૧૪૧માં) પાટણમાં દોહિટ્ટશેઠની કરાવેલી વસતિમાં રહી પ્રાકૃતમાં મહાવીરચરિય રચ્યું આજ વર્ષમાં (ખ. જિનચંદ્રસૂરિપ્રસન્નચંદ્રસૂરિ-સુમતિવાચક શિ) આ. ગુણચંદ્રે પણ પ્રાકૃતમાં વીરચરિત્ર (પી. ૫, ૩૨) રચ્યું. અને ઉક્ત થારાપદ્ર ગચ્છીય શાલિભદ્રસૂરિ(શિલભદ્રસૂરિ-પૂર્ણચંદ્રસૂરિ શિષ્ય)એ સંગ્રહણી વૃત્તિ રચી. (પી.પ, ૪૧ અને ૧૩૩; જેસ. પ્ર. ૩૪) એક નેમિચંદ્રસૂરિષ્કૃત પ્રસિદ્ધ ગ્રંથ નામે પ્રવચનસારોદ્વાર પ્રાકૃતમાં છે. (તે સં. ૧૨૪૮ ની સિદ્ધસેનસૂરિષ્કૃત વૃત્તિ સહિત પ્ર૦ દે. લા. નં. ૫૮ અને ૬૪) તેમાં તે કર્તા જિનચંદ્રસૂરિના ત્રણ શિષ્યો પૈકી વિજયસેન, નેમિચંદ્ર અને યશોદેવમાંના વચેટ તરીકે પોતાને જણાવે છે. આ નેમિચંદ્રસૂરિ અને ઉક્ત નેમિચંદ્રસૂરિ બંને કદાચ એક પણ હોય, પરંતુ બંને જુદા હોવાના સંભવ વધારે છે. ૨૯૮. સં.૧૧૨૭-૧૧૩૭માં નિયવંશના અભયદેવસૂરિ શિષ્ય ચંદ્રપ્રભ મહત્તરે સ્વશિષ્ય વીરદેવના કહેવાથી વિજયચંદ્ર ચરિત્ર પ્રાકૃતમાં રચ્યું.૨૯ સં. ૧૧૩૮ માં તાડપત્ર પર વિશેષાવશ્યક ભાષ્યની પ્રત ખરતર જિનવલ્લભગણિની માલિકીની લખાઇ. સં. ૧૧૪૫માં જિનદાસ ગણિકૃત નિશીથસૂત્ર ચૂર્ણિ વિશેષ નામનો ગ્રંથ તાડપત્ર પર લખાયો.૨૪૧ સં. ૧૧૪૬ માં ‘કર્ણદેવના રાજ્યમાં મહામાત્ય મુંજાલની વસતિમાં રહી પાટણમાં તાડપત્ર ઉપર હરિભદ્રસૂરિષ્કૃત યોગદૃષ્ટિ-સમુચ્ચય સટીકની પ્રત લખાઈ.૨૪૨ ૨૩૬. રૂદ્રટના સમય માટે જુઓ પુરાતત્ત્વ પુ. ૪ પૃ. ૧૫૫ ‘બે મહત્ત્વના ગ્રંથોની શોધ' એ લેખ. ૨૩૭. આ કથા જ્ઞાતાધર્મમાં આવતા રત્રચૂડની છે. તેની તાડપત્રીની સં. ૧૨૨૧ માં પાટણમાં કુમારપાલના રાજ્યે અને વડ્ડાપલ્લીમાં કુમારપાલના કૃપાસ્પદ ધારાવર્ષના રાજ્યમાં ચક્રેશ્વરસૂરિ અને પરમાનન્દસૂરિના ઉપદેશથી લખાયેલી પ્રત પાટણમાં છે પી. ૩, ૬૯. ૨૩૮. મુદ્રિત-પ્ર૦ આત્માનંદ સભા ભાવનગર. ૨૩૯ પી. ૬, ૪૮; કાં. વડો, નં. ૨૦૮ માં ‘મુણિકમ્મરૂદ્ર' એટલે સં.૧૧૮૭ રચ્યાં સં. છે. ૨૪૦. તે. ભા. ઇ. પૂનામાં વિદ્યમાન છેં. સને ૧૮૮૦-૮૧ રી. નં. ૫૭ ૨૪૧. પી. રી. ૧૮૮૦-૮૧ પૃ. ૨૨, ૩૬. આ પ્રત ભાં.ઇ. પૂનામાં છે. ૨૪૨ પી રી. ૫-પરિશિષ્ટ ૧, પૃ. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy