SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૯૦ થી ર૯૬ વિમલસહી, સુરાચાર્ય ૧૪૯ વિહાર સંબંધી ક્રિયાનું પ્રાયશ્ચિત્ત અપાવે છે પણ આ પ્રવૃત્તિઓ શિથિલાચારની નિશાનીઓ છે એમાં તો કંઇપણ સંશય જેવું નથી. સૂરાચાર્ય ધારામાં જે ચૂડ સરસ્વત્યાચાર્યના અતિથિ બને છે તે આચાર્ય પણ ચૈત્યવાસી હોવાનો વિશેષ સંભવ છે. સૂરાચાર્ય ધારામાં ગયા તે વખતે ત્યાં એક વિશિષ્ટ ઘટના બનવાનું વર્ણન પ્રબન્ધમાં કર્યું છે, જેનો સાર એ છે કે રાજા ભોજે સર્વ દર્શનવાળાઓને એક ઠેકાણે કેદ કર્યા હતા, જેનું કારણ એ હતું કે રાજા બધાને ધર્મના વિષમાં એકમત કરવા માંગતો હતો. પણ સૂરાચાર્યે રાજાને સમજાવીને બધાને કેદમુક્ત કરાવ્યા હતા. આ હકીકત એક કલ્પિત ઘટના લાગે છે. રાજા ભોજ જેવો વિદ્વાન રાજા આવી ઘેલછા કરે એ માનવા જેવી વાત નથી. એમ લાગે છે કે અન્ય સંબંધની એ કથા આ વૃત્તાન્તની સાથે કવિએ દંતકથા રૂપે જોડી દીધી છે. (પ્ર.ચ.ઝ.) ૨૯૩. સં. ૧૦૮૮ માં માત્ર સોળ વર્ષની વયે આચાર્યપદ પામેલા એવા ચંદ્ર (પછીથી થયેલ ખરતર) ગચ્છના ઉપર્યુક્ત જિનેશ્વર તથા બુદ્ધિસાગરસૂરિ શિષ્ય અભયદેવસૂરિએ૩૫ જૈન આગમો પૈકી નવ પર સંસ્કૃત ટીકાઓ રચી અને તેથી તે “નવાંગ-વૃત્તિકાર' કહેવાય છે. તે નવ અંગ નામે શાતા ધર્મકથા (સં. ૧૧૨૦ વિજયાદશમી પાટણ પી.૩, ૬૦, ૭૩; પી.૨, ૩૫) સ્થાનાંગ,(સં. ૧૧૨૦) સમવાયાંગ, (સં.૧૧૨૦), ભગવતી (સં.૧૧૨૮), ઉપાસકદશા, અંતકૃદ્ દશા, અનુત્તરોપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, ઔપપાતિક તેમજ પ્રજ્ઞાપના તૃતીય પદ સંગ્રહણી ગાથા ૧૩૩ રચેલ છે. આ ઉપરાંત બીજા અનેક ગ્રંથો પર સંસ્કૃત ટીકા-જિનેશ્વરકૃત ષટું સ્થાનક પર ભાષ્ય (બુ,૬, નં.૭૭૫), હરિભદ્રસૂરિના પંચાશક પર વૃત્તિ (સં.૧૧૨૪ ધોળકામાં), તથા સ્વતંત્ર ગ્રંથો નામે આરાધનાકુલક (પી. ૨, ૮૪)રચેલ છે. ર૯૪. તેઓ સં.૧૧૩૫માં કપડવંજમાં સ્વર્ગસ્થ થયા. આ સૂરિની અભ્યર્થનાથી તેમાના મોટા ગુરુભાઈ જિનચંદ્રસૂરિએ સંવેગરંગશાલા નામનો ગ્રંથ રચ્યો સં.૧૧૨૫; કે જેનું સંશોધન પ્રસન્નચંદ્ર, ગુણચંદ્ર, અને જિનવલ્લભ ગણિઓએ કર્યું, (જેસ. પૃ. ૨૧) એને તેનો પ્રથમદર્શ જિનદતે લખ્યો (કા. વડો) નં. ૯૧). ર૯૫ સં. ૧૧૨૩ માં કવિ સાધારણે સમરાઇચકહામાંથી ઉદ્ધત કરી વિલાસવતી નામની કથા અપભ્રંશ ભાષામાં ૧૧ સંધિવાળી રચી; {સ રમણીક શાહ ક.લા.દ. તદુપરાંત તેમણે અનેક સ્તુતિ સ્તોત્રો રચ્યાં છે. આ સાધારણ કવિ તે પછી સિદ્ધસેનસૂરિ તરીકે પ્રતિષ્ઠિત થયા. ૨૯૬. સં. ૧૧૨૫માં થારાપદ્રપુરી (થરાદના) ગચ્છના (શાલિભદ્રસૂરિશિષ્ય) નમિસાધુ કે જેમણે સં.૧૧૨૨ માં આવશ્યક વૃત્તિ ચૈત્યવંદન વૃત્તિ (ક.વડો; જેસ0), રચી. તેમણે રૂટના કાવ્યાલંકાર નામના સાહિત્યગ્રંથ પર સંસ્કૃત ટીપ્પણ રચ્યું છે તેમાં ગુજરાતી ભાષાની જનની અપભ્રંશ ભાષા પર ટીકા કરતાં પોતે જણાવ્યું છે કે “અપભ્રંશ પ્રાકૃતજ-પ્રાકૃતરૂપ યા પ્રાકૃતમાંથી જન્મેલી છે. તેને બીજા ત્રણ પ્રકારની કહી છેઃ- (૧) ઉપનાગર (૨) આભીર અને (૩) ગ્રામ્ય; પણ તેનો નિરાસ કરવા ૨૩૫. અભયદેવપ્રબંધ-પ્રભાવકચરિત પૃ. ૨૬૧-૨૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy