SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૦. વિમલ અપુત્ર મરણ પામ્યો એવી કથા-સામાન્ય માન્યતા છે. ૨૩ર તે સત્ય હોય એમ પાકે પાયે કહી શકાતું નથી કારણ કે વિમલના પછીની વંશાવલી મળતી નથી. કેવળ એક લેખ તેના ઉક્ત મંદિરોમાં અંબાજીની મૂર્તિપર સં.૧૩૯૪ નો મળે છે કે જેનો આશય એવો છે કે મહંતુ વિમલાન્વયે” એટલે વિમલના વંશજ અભયસીહના પુત્ર જગસીહ લખમસીહ અને કુરસીહ થયા તથા જગસીહનો પુત્ર ભાણ થયો. તે સર્વએ મળી વિમલવસતિમાં અંબાજીની મૂર્તિ સ્થાપિત કરી. ર૯૧. ભીમદેવ રાજાના વ્યયકરણપદામાત્ય” (નાણાં વિષયક મંત્રી) પ્રાગ્વાટ જૈન જાહિલ હતો.૨૩૩ ૨૨. ભીમદેવના સમયમાં તેમના મામા દ્રોણાચાર્ય નામના જૈનાચાર્ય હતા. તે નિવૃત્તિ કુલના હતા અને તેમણે પિંડનિર્યુક્તિ પર ટીકા રચી. તથા અભયદેવસૂરિ (જુઓ પારા ૨૯૩) એ કરેલ નવ અંગો પરની ટીકા-વૃત્તિમાં દ્રોણાચાર્યે સંશોધનાદિમાં સહાય કરી હતી એમ તે વૃત્તિકાર છેવટે જણાવે છે. તેમણે ઓશનિયુક્તિ પર ટીકા રચી. (પી. ૪. ૭૯). તે દ્રોણાચાર્યના શિષ્ય તથા સંસાર પક્ષે ભત્રીજા સૂરાચાર્ય૩૪ શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર, તથા સાહિત્યશાસ્ત્રાદિકમાં પારંગત હતા. ભોજ . રાજા તરફથી ભીમદેવ પર આવેલી સમસ્યા સૂરાચાર્ય સુંદર રીતે પૂરી કરી હતી. સુરાચાર્ય ધારાનગરી જઇ ભોજને મુગ્ધ કર્યો હતો. સર્વ દર્શનો એકઠાં ન થઈ શકે તે યુક્તિથી સમજાવ્યું હતું, ને રાજાની સભાના પંડિતોને જીત્યા હતા. આ સહન ન થવાથી સૂરાચાર્યને દેહકષ્ટ આપવાનો ભોજે વિચાર કરતાં તે આચાર્ય કવિ ધનપાલની પ્રેરણાથી છુપા નીકળી પાટણ આવી પહોંચ્યાં હતા. તેમણે ઋષભદેવ અને નેમિનાથ એ બંને તીર્થકરોના ચરિત્ર રૂપ ચમત્કારિક દ્વિસંધાન નામે કાવ્યગ્રંથ રચ્યો હતો નેમિચરિત્ર મહાકાવ્ય ગદ્યપદ્યમય રચ્યું સં. ૧૦૯૦. {દાનાદિ પ્ર. સુરાચાર્ય પ્ર.લા.દ.વિ.} પ્રાચ પ્રમાણે સૂરાચાર્ય મૂળ, રાજા સંગ્રામસિંહના પુત્ર મહિપાલ. બાલપણે પિતા સ્વર્ગસ્થ થતાં માતાએ સંસારપક્ષે કાકા દ્રોણાચાર્ય પાસે અભ્યાસાર્થે રાખ્યાં. તેમની પાસે દીક્ષા લીધી. દ્રોણાચાર્ય રાજા ભીમદેવના મામા થતા હતા ને તેમના ગુરુનું નામ ગોવિન્દસૂરિ હતું સૂરાચાર્યના પ્રબંધ પરથી મુનિ કલ્યાણવિજય જણાવે છે કે સૂરાચાર્યનો સમય શિથિલાચારનો હતો. એમના દાદા ગુરુ ગોવિન્દસૂરિની નિશ્રામાં પાટણમાં એક પ્રસિદ્ધ જૈન ચૈત્ય હતું અને તેમાં પર્વ-દિવસોમાં નાટક અને નર્તકીનો નાચ થતાં હતાં. સૂરાચાર્યે પોતે જ્યારે ધારામાં પ્રવેશ કર્યો ત્યારે હાથીની સવારીએ એને પાછા પાટણમાં આવ્યા ત્યારે પણ હાથીની સવારીથી નગર પ્રવેશ કર્યો હતો. જોકે પ્રબન્ધકાર આવી २३२. श्लाघ्यते स विमलोऽबूंदाधिपो, योऽम्बिकावरमवाप्य सन्मतिः। ભવનીમવચ્ચ સન્તુતિં વિદ્યાનિમમ શ્વવર મુનિસુંદરસૂરિકૃત અર્બુદગિરિ શ્રી ઋષભ સ્તોત્ર. २३३. आसीत्तत्र विचित्रश्रीमज्जाहिल्लसंज्ञया जातः । व्ययकरणपदामात्यो नृपतेः श्री भीमदेवस्य॥ –જુઓ તેમના પ્રપૌત્ર દુર્લભરાજાના સામુદ્રિક તિલકની પ્રશસ્તિ. વ. નં. ૪૦૧. ૨૩૪. સૂરાચાર્યપ્રબંધ-પ્રભાવક ચરિત પૃ. ૨૪૫-૨૬૧ કે જેમાં જણાવ્યું છે કે :युगादिनाथश्रीनेमिचरिताद्भुतकीर्तनात् । इतिवृत्तं द्विसंधानं व्यधात् स कविशेखरः ॥ २५४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy