SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૮૮ થી ૨૮૯ વિમલવસ હિ-આબૂ ૧૪૭ કારીગરી માટે તે જગપ્રસિદ્ધ છે. આખી દુનિયામાં આવું મંદિર-મકાન પહેલવહેલું થયું છે. ‘આ વિમલમંત્રીનો કીર્તિસ્થંભ છે.આ મંદિર અને તેની પાસેનું વસ્તુપાલના ભાઇ તેજપાલકૃત નેમિનાથનું મંદિર કારીગરીની ઉત્તમતાને માટે સંસારભરમાં અનુપમ છે. તેમાં પણ વિમલમંત્રીનું મંદિર શિલ્પની દૃષ્ટિએ અધિક ઉત્તમ છે. મુખ્ય મંદિરની સામે વિશાલ સભામંડપ અને ચારે બાજુએ નાની નાની કેટલીક દેવકુલિકાઓ છે આ મંદિરમાં મુખ્ય મૂર્તિ ભ. ઋષભદેવની છે, જેની બંને બાજુએ એક એક ઉભી મૂર્તિ પણ છે. (વળી ત્યાં બીજી પીતલ તથા પાષાણની કેટલીક મૂર્તિઓ છે કે જે પાછળથી બની છે). આ મંદિરની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. સ્તંભ, તોરણ, ગુંબજ, છત, દરવાજા આદિ પર જ્યાં જ્યાં નજર નાખીએ ત્યાં કારીગરીની સીમા-અવિધ જ માલૂમ પડે છે. કર્નલ ટૉર્ડ૨૨૯ આ મંદિરના વિષે લખ્યું છે કે ભારતભરમાં આ મંદિર સર્વોતમ છે અને તાજમહાલ સિવાય કોઇ બીજું સ્થાન આની બરોબરી કરી શકે તેમ નથી. ફર્ગ્યુસને જણાવ્યું છે કે આ મંદિર કે જે સંગેમરમરનું બનેલુ છે. તે અત્યન્ત પરિશ્રમ સહન કરનાર હિન્દુઓના ટાંકણાથી ફીત જેવી બારીકી સાથે એવી મનોહર આકૃતિઓ બનાવવામાં આવી છે કે તેની નકલ કાગળ પર કરવામાં કેટલાય સમય તથા પરિશ્રમથી હું સમર્થ થઇ શક્યો નથી. રાસમાલાના કર્તા ફાર્બસે લખ્યું છે કે આ મંદિરોની કોતરણીના કામમાં સ્વાભાવિક નિર્જીવ પદાર્થોનાં ચિત્ર બનાવ્યાં છે એટલું જ નહિ પણ પરન્તુ સાંસારિક જીવનમાં દૃશ્ય, વ્યાપાર, તથા નૌકાશાસ્ત્ર સંબંધી વિષય તો શું પણ રણક્ષેત્રનાં યુદ્ધોનાં ચિત્રો પણ કોતરવામાં આવ્યાં છે. છતોમાં જૈન ધર્મની અનેક કથાઓના ચિત્ર પણ અંકિત છે.૨૩૧ ૨૨૯. Travels in Western India. ૨૩૦. History of Indian Architecture. વળી આમાં તેણે ૧૧મી સદીની જૈનોની શિલ્પકલા સંબંધી લખ્યું કેઃ "Architectural style is perfect and complete in all parts when we first practically meet with it in the early parts of the 11th century at Abu or at Girnar. From that point it progresses during one or two centuries towards greater richness, but in doing so, it loses its purity and perfection it has attainned in the earlier period and from that culminating point its downward progress can be traced through abundant examples to the present day" ૨૩૧. ઓઝાજીનો લેખ વિમલપ્રબંધ અને વિમલ મંત્રી' - ‘સુધા' તથા ‘શ્વેતાંબર જૈન' ૨૦-૧૨-૨૮ અને ૫-૧-૨૯ ગૂ. ભા: બુદ્ધિપ્રકાશ જાન્યુ.૧૯૨૯. આ લેખમાં રા.ઓઝાજી વિમલપ્રબંધ’ ના નીચેનાં વિધાનો કારણો આપી સ્વીકારવા ના પાડે છે. : (૧) વિમલ પાટણ છોડી સસૈન્ય ચંદ્રાવતી જઇ ત્યાંનો રાણો બન્યો હતો, એ ખરૂં નથી. પણ ત્યાં તે દંડનાયક થઇ ભીમદેવ તરફથી શાસન કરતો હતો. (૨) બંગાળના રોમ નગરના સુલતાન પર ચઢાઇ કરી જીત્યા હતા એ ખરૂં નથી કરાણકે બંગાલામાં તે વખતે મુસલમાનનો પ્રવેશ પણ થયો નહોતો. (૩) ઠઠ્ઠાના બ્રાહ્મણ રાજા ૫૨ આક્રમણ કરી તેને કેદ કર્યો એ વિશ્વસનીય નથી કારણકે સિંધપર બ્રાહ્મણ રાજાઓના અધિકાર તો કેટલીય સદી પહેલાં નીકળી ગયો હતો. તે (૪) વિમલે જે આબુપર પ્રસિદ્ધ મંદિર બંધાવ્યું તે ધર્મઘોષસૂરિના ઉપદેશથી કર્યું તે પણ બરાબર નથી કારણકે તેજ મંદિરમાં મહામાત્ય વડિએ સં. ૧૨૨૬ માં પોતાનાં માતાપિતાની મૂર્તિઓ બનાવી રખાવી છે તેની પ્રતિષ્ઠા ધર્મઘોષસૂરિએ કરેલી તે તેના શિલાલેખથી નિશ્ચિત છે. (જુઓ. જિ.૨, નં. ૧૬૫ પૃ.૧૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy