SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (ગોત્ર)નો પ્રાગ્વાટ (પોરવાડ) વંશ (જાતિ)નો જૈન વણિક હતો. તે બહાદુર યોદ્ધો હતો. ૨૮૮. આ વખતે આબુનો ધંધુક(ધંધુરાજ) ચંદ્રાવતીપુરીમાં રાજ્ય કરતો હતો. ને તે ભીમદેવનો સામન્ત હતો. ભીમદેવ અને ધંધુક વચ્ચે વૈમનસ્ય થતાં ધંધુક ધારાના ભોજ પરમાર-રાજાના પક્ષમાં ગયો આથી ભીમદેવે વિમલને અર્બુદનો-આબુનો દંડાધિપતિ નીમ્યો. અંબિકાદેવીના આદેશથી આબુ ઉપર વિ.સં. ૧૦૮૮ માં મનોહર દેવાલય બનાવ્યું.૨૦) ૨૮૯. આ મંદિરને વિમલવસતિ -વિમલવસહિ' કહેવામાં આવે છે.૨૮ તેની અદ્ભુત તેનો પુત્ર મહત્તમ વીર, મૂલ નરેન્દ્ર (ચાલુક્ય રાજા મૂલરાજ)ની સેવામાં રહેતો હતો. તે બુદ્ધિમાનું, ઉદાર અને દાની હતો. તેનો જૈન ધર્મનિષ્ઠ જયેષ્ઠ પુત્ર નેઢ મંત્રી થયો. અને બીજો પુત્ર વિમલ દંડાધિપતિ (દંડનાયક) થયો કે જેણે તે મંદિર (વિમલવસહી) બનાવ્યું ત્યાર પછી નેઢની વંશાવલી છે. “વિમલ પ્રબંધ' જણાવે છે કે વિમલના પૂર્વજ નિર્ધનતાના કારણે શ્રીમાલ નગર છોડી ગભૂમાં આવી વસ્યા. વનરાજે સં. ૮૦૨ માં વસાવેલા અણહિલપુરમાં વિમલનો પૂર્વજ નિનગ(નીન) ગયો ને ત્યાં તેનો તે દંડનાયક થયો. તેનો પુત્ર લહિર ઘણો પ્રતાપી થયો ને તે દંડનાયક નીમાયો. વનરાજ પછીના ત્રણે રાજાઓનો તે દંડનાયક રહ્યો લહિરનો પુત્ર વીર થયો, તે રાજ્યનો કરભાર છોડી જપ-તપ અને ધર્મધ્યાનમાં વળગ્યો હતો. આ સંબંધી ઓઝાજી જણાવે છે કે- “આ કથન(ઐતિહાસિક રીતે) નિર્ટૂલ છે. કારણ કે નિનગ વનરાજાનો સમકાલીન નહોતો. વનરાજે સં. ૮૦૨-૨૦ સુધી રાજ્ય કર્યું અને નિનગનો પૌત્ર વીર (વીરમ) ગુજરાતના ચૌલુક્ય (સોલંકી) રાજા મૂલરાજ (વિ.સં.૧૧૧૭-૫૨)ના દરબારમાં વિદ્યમાન હતો, એવું વિમલના મોટા ભાઈ નેઢના પ્રપૌત્ર દશરથે સં. ૧૨૦રના વિમલે બનાવેલા આબુ પરના પ્રસિદ્ધ આદિનાથના મંદિરની દશમી દેવકુલિકાની બહાર કોતરેલા શિલાલેખથી જણાય છે. વિમલના મંદિરની હસ્તિશાલાવાળા લેખમાં નિનને મહામાત્ય લખ્યો છે. અત:એવ સંભવ છે કે તે પણ પ્રારંભમાં મૂલરાજનો મંત્રી હોય. વિમલના દાદા લહિરના સમયથી એ લોકો સોલંકી રાજાઓના બહુધા મહામાત્ય (મહામંત્રી) તરીકે થયેલા ચાલ્યા આવતાં હતા.-' જુઓ ઓઝાજીનો લેખ “વિમલ પ્રબંધ ઔર મંત્રી વિમલ-સુધા” - ૨૨૬, પ્રાગ્વાટ (પોરવાડ) ની ઉત્પત્તિ માટે “વિમલ પ્રબંધ’ માં જણાવ્યું છે કે શ્રીમાલ નગરમાં અવ્યવસ્થા થતાં લૂંટારા તેને લૂંટવા લાગ્યા એટલે ત્યાંના વેપારીઓએ બંભપુર (સ્તંભપુર)ના ચક્રવર્તી રાજા પૌરવને રક્ષા માટે પ્રાર્થના કરી, તે તેણે સ્વીકારી દશહજાર યોદ્ધાઓ મોકલ્યા ને તથી શ્રીમાલ નગર નિર્ભય બન્યું. આ યોદ્ધાઓ શ્રીમાલની પૂર્વ ામાં રહ્યા તેથી પ્રાગ્વાટ (પોરવાડ) કહેવાયા. આ સંબંધી ખોઝાજી કહે છે કે આ બધી વાત કલ્પિત છે. પ્રાગ્વાટ તો મેવાડના એક વિભાગનું પ્રાચીન નામ હતું, કે જે પ્રમાણે શિલાલેખાદિથી જણાય છે, ત્યાંના નિવાસી જૂદી જૂદી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં પોતાના મૂલ નિવાસ્થાનના કારણે પ્રાગ્વાટ કહેવડાવતા રહ્યા. વૈશ્યાદિ જાતિઓ સ્થલ પરથી થઈ રહી છે. ઓસ યા ઓસિયા નગરથી ઓસવાલ. પ્રાગ્વાટ, દેશથી પ્રાગ્વાટ, લાડ દેશથી લાડ આદિ કહેવાઈ છે. ૨૨૭. જુઓ સં.૧૩૭૯ નો તે દેહરાની પ્રશસ્તિનો શિલાલેખ શ્લોક ૫ થી ૧૧, જિ. ૨, નં. ૧૩૨ પૃ. ૧૧૪૧૧૫ વળી જિનપ્રભસૂરિએ તીર્થકલ્પમાં અબ્દકલ્પમાં જણાવ્યું છે કે : જ્યારે ગુર્જરેશ્વર (ભીમદેવ) રાજાનક (રાણા) ધાંધુકપર કુદ્ધ થયો ત્યારે તે (વિમલે) ભક્તિથી ભીમદેવને પ્રસન્ન કરી ધાંધુકાને ચિત્રકૂટ(ચિતોડ) થી લાવી વિ. સં. ૧૦૮૮ માં તે (ધાંધુક) ની આજ્ઞા લઈ મોટા ખર્ચથી વિમલવસતિ નામનું સુંદર મંદિર બંધાવ્યું. वैक्रमे वसु वस्वाशा १०८८ मितेब्दे भूरिरैव्ययात् । सत्प्रसादं स विमलवसत्याह्न व्यधापयत् ॥ ૨૨૮. “વસહિ' એટલે મંદિર-જૈનમંદિર; જૈન મંદિરોમાં મંદિર કરાવનાર સાથે વસતિ-વસહિ જોડવામાં આવે છે. ‘વસતિ' એ સંસ્કૃત વસતિ(વસથિ) ઉપરથી થયેલ છે. કાનડ શબ્દ “બસદી' અગર “બસ્તી” એ “વસતિ'નો તદ્દભવ છે ‘વસહિ' નું અપભ્રંશ ‘વસી' થયું છે જેમકે ખરતરવસી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy