SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪૫ પારા ૨૮૫ થી ૨૮૭ વિમલમંત્રી - વિમલવસતિ બંધાવનાર વિમલમંત્રી સંબંધી ટુંક પરિચય પણ કરવો ઘટે. ૨૮૭. ભીમદેવ પહેલાના રાજયમાં તેનો વિશ્વાસપાત્ર દંડનાયક સેનાપતિ વિમલમંત્રી હતો. તેના પૂર્વજોમાં મુખ્ય પુરુષ મહામાત્ય નીનું તેનો પુત્ર મહામાત્ય લહર તેનો પુત્ર મહામાત્ય વર, તેના બે પુત્રો નામે (મહામાત્ય) નેઢ અને વિમલ એ ક્રમ હતો." તે વિમલમંત્રી શ્રીમાલ કુલ ૨૨૪. વિમલમંત્રી સંબંધી હકીકતો આપણને સં. ૧૪૯૭ માં આ. જિનહર્ષે રચેલા સંસ્કૃત વસ્તુપાલ ચરિત્રના ૮મા પ્રસ્તાવમાં, સં. ૧૫૦૩ માં સોમધર્મ રચેલા સંસ્કૃત ગ્રંથ નામે ઉપદેશસપ્તતિકાના ચતુર્થ ઉપદેશમાં મળી આવે છે અને કઈક વિસ્તારથી લાવણ્યસમયે સં. ૧૫૬૮ માં તત્સમયની પ્રચલિત ગૂજરાતી ભાષા કે જે તે સમયની રાજસ્થાની ભાષા સાથે ઘણીખરી મળતી હતી તેમાં રચેલા વિમલમંત્રી પ્રબંધમાં આપેલ છે કે જે સંબંધિ આગળ જોઇશું. આ. જિનહર્ષે આપેલ હકીકતનો સાર એ છે કે - ચંદ્રાવતીમાં પ્રાગ્વાટ વંશના વિમલ નામે દંડપતિ થયા. તે શ્રી ભીમગુર્જરપતિના પરમ પ્રસાદરૂપ હતા. સિંધુરાજા સાથેના દારૂણયુદ્ધમાં તે રાજાને મોટી સહાય આપી હતી. પરમાર રાજા પણ તેના પરાભવની શંકાથી પોતાની રાજધાની છોડી ગિરિદુર્ગમાં જઈ રહ્યા હતા. તેણે માલવીય રાજાની સાથેના સંગ્રામમાં ભીમરાજાના સેનાપતિ પદને પામી વિજય મેળવ્યો હતો. ત્રણ દિવસમાં ચટ્ટનામના રાજાને હરાવી બાંધી લીધો હતો. નદલ નગરના રાજાએ તેને સુવર્ણનું સિંહાસન આપ્યું હતું. ને યોગિની (દીલ્લી) પતિએ તેને છત્ર આપ્યું હતું. વિમલાચલની યાત્રામાં ચાર કોટી સુવર્ણનો વ્યય કરી સંધપતિ થયા હતા. સ્ત્રીનું નામ શ્રી હતું. પુત્ર નહોતો. અંબિકાની આરાધના કરી અર્બુદગિરિ પર ચૈત્ય ને વંશની ઉન્નતિરૂપ પુત્ર થવાના બે વર માંગ્યા. દેવીએ બેમાંથી એક મળશે એમ કહેતાં જિનચૈત્યની માંગણી રાખી ને તે ફળી. શૈવમતિઓનો વિરોધ થતાં અંબિકાની સહાયથી ત્યાંથી ભ, ઋષભદેવની પ્રતિમા નિકળી, આખરે સં.(૧૦૮૮) માં આદિનાથની દિવ્ય ધાતુમય પ્રતિમા કરાવી પોતાના કરેલા મંદિરમાં બૃહદ્ ગચ્છના નાયક શ્રી રતસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી સ્થાપી, તેમાં ૮ કોટિ સુવર્ણનો વ્યય થયો. સોમધર્મની હકીકત એ છે કે-૪૪૪ આહત પ્રસાદો અને ૯૯૯ શૈવ મંદિરો વાળી ચંદ્રાવતીમાં આવીને ભીમરાજાથી અપમાન પામેલો વિમલ કોટવાળ રાજ્ય કરતો હતો. તેના અધિકારી પુરુષો ૮૪ હતા. પોતાના સૈન્યથી બાર પાદશાહોને જીતીને તેમની પાસેથી તેટલાં ૧૨ છત્રો લઇ લીધાં હતાં. અંબાદેવીની આરાધના કરી અને તીર્થસ્થાપના અને પુત્રપ્રાપ્તિમાંથી ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાસાદની માંગણી સ્વીકારાઈ. પ્રાસાદ કરાવતાં વાલિના નામનો નાગરાજ વિપ્ન કરતો હતો તેને શાંત કરી ક્ષેત્રપાલ તરીકે સ્થાપ્યો. પ્રાસાદ ૮ કોટી સુવર્ણના વ્યયે પૂર્ણ થતાં દંડનાયકે ૧૦૮૮મા વર્ષે યુગાદિજિનની પીતલની પ્રતિમાં તેમાં સ્થાપન કરી એવામાં ભીમદેવ રાજાએ બહુમાનપૂર્વક વિમલમંત્રીને શાંત કર્યો. પછી તેના વાહિલ ભ્રાતાએ ત્યાં મંડપાદિક કરાવ્યા અને મોટા વ્યવહારીઓએ દેવકુલિકાદિક કરાવ્યું. ૨૨૫. આ પ્રમાણેનો ક્રમ આબુ પરની હસ્તિશાળામાં સંગેમરમરના ૧૦ હાથીઓ- યા હાથણીઓ ના શિલાલેખો પરથી જણાય છે. તેમાં ૭ પર સં.૧૨૦૪ ના લેખ છે તે પૈકી ચાર મહામાત્ય નીનુથી નેઢ સુધીના છે ને પછી ત્રણપર નેટના પુત્ર મહામાત્ય ધવલક તેનો પુત્ર મહામાત્ય આનંદ અને તેનો પુત્ર મહાત્માત્ય પૃથ્વીપાલ (કે જે કુમારપાલનો પ્રસિદ્ધ મંત્રી હતો.) તેના છે. આ સાતે પૃથ્વીપાલે કરાવેલ જણાય છે. પછી ૮ મી અને ૯ મી પર સં ૧૨૩૭ ના લેખ છે. તેમાં એક પર (પૃથ્વીપાલના એક પુત્ર નામે) 6. જગદેવનો અને બીજી પર (તેનો બીજો પુત્ર નામે) મહામાત્ય ધનપાલનો છે. તેથી તે બને છે તે પુત્રોએ કરાવી લાગે છે. ૧૦મી પર શિલાલેખ તુટી ગયો છે. તે આનંદના પુત્ર નાનકના પુત્ર નાગપાલનો હશે. જિ૦ ૨ નં ૨૪૭ પૃ.૧૪૭ માં આ લેખ ક્રમબદ્ધ ને યથાસ્થિત અપાયો નથી. વિશેષમાં સં.૧૨૦૨ નો શિલાલેખ મળે છે તેમાંથી એ જાણવામાં આવે છે કે – શ્રીમાલકુલ અને પ્રાગ્વાટ વંશમાં ધર્માત્મા નિરાક થયો. તેનો પુત્ર લહર થયો. કે જે નીતિજ્ઞ, દેવ અને સાધુઓનો ભક્ત, દાનશીલ, દયાલુ અને જિનધર્મનો જ્ઞાતા હતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy