SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્ર.લા.દ.વિ7) કથાકોષ પ્રા૦ {સં. જિનવિજય પ્ર.સીધી ગ્રં.1, પ્રમાણ લક્ષણ રસવૃત્તિ, ષસ્થાનક પ્રકરણ વગેરે {અને ચૈત્યવંદન વિવરણ વ} ગ્રંથો રચ્યા. આ સૂરિના શિષ્યો જિનચંદ્રસૂરિ, અભયદેવસૂરિ અને ધનેશ્વરસૂરિ થયા. ધનેશ્વરે સં. ૧૦૯૫માં ચડાવલ્લિ(ચંદ્રાવતી)માં સુરસુંદરીકા પ્રાકૃતમાં રચી. ૨૨ ૨૮૫. અગ્યારમા શતકના ઉત્તરાર્ધમાં કાયસ્થ કવિ સોલે ઉદયસુંદરી કથા નામની મનોહર ગદ્યમય આખ્યાયિકા રચી તેમાં પોતાના મિત્રો તરીકે સુલલિત ઉપચાસ વાણી તરંગના ક્ષીરસમુદ્ર રૂપ અશોકવતી નામની કથા રચનાર શ્વેતાંબરસૂરિ મહાકવિ ચંદનાચાર્યને અને નાગાર્જુન નામના કોંકણના થાણામાં રાજ્ય કરતાં રાજાએ જેમના ખગ્ર કાવ્યથી પરિતુષ્ટ થઈ “ખગ્રાચાર્ય' નામનું અમરનામ-બિરૂદ જેમને આપ્યું હતું એવા શીઘ્રકવિ શ્વેતાંબરસૂરિ વિજયસિંહસૂરિને ઓળખાવ્યા છે. ૨૦ વિમલમંત્રી અને તેમની વિમલવસતિ श्रीमान् गौर्जर भीमदेव नृपतेर्धन्यः प्रधानाग्रणीः, प्राग्वाटान्वयमंडनः स विमलो मंत्रिवरोऽप्यस्पृहः। योऽष्टाशीत्यधिके सहस्त्रगणिते संवत्सरे वैक्रमे, प्रासादं समचीकरच्छशिरुचिं श्री अंबिकादेशतः ॥ - શ્રી માન ગુર્જરરાજ ભીમદેવ નૃપનો ધન્ય, પ્રધાનોમાં અગ્રણીરૂપ, પ્રાગ્વાટ કુલમંડન, સ્પૃહારહિત એવો મંત્રીવર વિમલ થયો કે જેણે સં.૧૦૮૮માં અંબિકાદેવીના આદેશથી ચંદ્રકાન્તિ જેવો પ્રસાદ કરાવ્યો. - ૨૮૬. સાહિત્યનો વિચાર કરવા સાથે સ્થાપત્ય-શિલ્પની અવગણના નહિ થઈ શકે; અને તેમાં ખાસ કરી જગમાં એક ઉત્તમ કોટીમાં મૂકી શકાય એવું ૧૧મી સદીનું ગૂજરાત-મરૂદેશમાં- આબુ પર આવેલું વિમલમંત્રીએ બંધાવેલું મંદિર લક્ષમાં લીધા વગર છૂટકો નથી. એના વર્ણન સાથે તેના ૨૨૧. જિનશ્વરસૂરિએ પ્રમાણલક્ષણને અંતે જણાવ્યું છે કે “જૈન લોકોનું કોઈ શબ્દલક્ષણ(વ્યાકરણ)નથી, તેમ ન્યાયલક્ષણ નથી તેથી તેઓ અર્વાચીન છે-આ જાતનો આક્ષેપ દૂર કરવા માટે બુદ્ધિસાગરસૂરિએ પદ્યબંધ નવું વ્યાકરણ કર્યું, અને અમે (જિનેશ્વરસૂરિએ) પ્રમાણલક્ષણ રચ્યું. આ પ્રમાણલક્ષણ શેઠ મનસુખભાઈ ભગુભાઈ અમદાવાદ તરફથી પ્રકટ થયું છે. ૨૨૨. પં૦ હરગોવિન્દદાસ સંશોધિત બહાર પડી છે. જૈન વિવિધ સાહિત્ય ગ્રંથમાલા કે જે મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં દાખલ થયેલ છે. {પ્રવચન પ્રકાશન પુનાથી પણ પ્રસિદ્ધ થઈ છે. મુનિ વિકૃતયશવિ. કૃત સંસ્કૃત છાયા અને ગુજરાતી,હિન્દી સાથે ૧ પરિચ્છેદ કમળ જાન્યુ-જૂન ૨00૪માં પ્રગટ થયો છે. } २२३. विवेश चात्मनो भवनं मिलितश्च मित्राणामेकश्च तेषु सुललितपदोपन्यासवाणीतरंगदुग्धाम्बुधिरशोकवतीति कथानिबन्धस्य कर्ता महाकविश्चंदनाचार्य नामा श्वेताम्बरसूरिः, श्वेताम्बरसूरिरन्यश्चाशुकवितया परमं प्रकर्षमापन: રવૃત્રિપરિતુટેન મદીમુના ના ગુનાનેન રઘવાર્ય કૃતિપ્રજ્ઞાપુરનામધેયો વિનયસિંહાવાઈ: વિ: 1 ઉદયસુંદરી કથાપ્ર. ગા૦ ઓ. સી. નં. ૧૧ પૃ. ૧૫૫. આ સાથે બીજા મિત્રોના નામો કર્તાએ મૂક્યાં છે. ત્રણ ભાષા જાણનાર દિગંબરાચાર્ય મહાકીર્તિ, ઇંદ્ર નામનો રતમંજરી નામની ચંચૂકથાનો રચનાર, મધુરસાહાર નામનો ભટ વગેરે. કત્તા કોંકણના રાજા છિત્તરાજ, રાજનો તેમજ લાટદેશના વત્સરાજના પોતે સમકાલીન હતા એમ જણાવે છે, એથી તેમની આ કૃતિ સં.૧૦૭૬ અને ૧૧૦૬ ની વચ્ચે થયેલી હોવી ઘટે, ને તે બનતાં સુધી ગુજરાતના લાટ દેશમાં. લાટદેશ આ વખતે સ્વતંત્ર હતો એમ સમજાય છે, વિશેષ માટે જુઓ તેની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy