SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૮૦ થી ૨૮૪ વાદિ વેતાલ શાંતિચંદ્રસૂરિ ૧૪૩ પાટણમાં તે સમયે શિથિલાચારીઓનું સામ્રાજ્ય હતું, છતાં સુવિહિતોનો પણ ત્યાં વિહાર થવા માંડ્યો હતો અને ધીરે ધીરે તેમને માટે ઉપાશ્રયોની સગવડ થવા લાગી હતી. શાંતિસૂરિએ ઉત્તરાધ્યયનટીકા ઉપરાન્ત ધનપાલની તિલકમંજરી કથા ઉપર એક સુંદર ટીપ્પણ લખ્યું છે કે જે પાટણના ભંડારોમાં આજે પણ વિદ્યમાન છે. જીવવિચાર પ્રકરણ અને ચૈત્યવંદન મહાભાષ્ય નામના ગ્રંથો પણ આજ શાંતિસૂરિની કૃતિ હોવાનું મનાય છે. (મુનિ કલ્યાણવિજય. પ્ર. ચ. પ્ર. આ ઉપરાંત જીવવિચાર, બૃહત્ શાન્તિસ્તવ જિનસ્નાત્ર વિધિ રચ્યા છે. શારાપદ્રગચ્છકા ઈતિહાસ લે. શિવપ્રસાદ}) ૨૮૧. સં. ૧૦૫૫માં ચંદ્રગચ્છના વર્ધમાનસૂરિએ હરિભદ્રસૂરિ કૃત ઉપદેશપદ પર ટીકા (જેસ.) રચી, વળી તેમણે ઉપમિતિ ભવપ્રપંચા નામ સમુચ્ચય (પી. ૩, ૧), ઉપદેશમાલા બૃહદ્રવૃત્તિ એ નામની કૃતિઓ રચી જણાય છે. (જેસ. પ્ર, પૃ. ૩૭) તે સૂરિનો શક સં. ૯૧૦ (વિ. સ. ૧૦૪૫) નો પ્રતિમાલેખ કટિગ્રામમાં ઉપલબ્ધ છે. સ્વ૦ સં. ૧૦૮૮. ૨૮૨. સં ૧૦૭૩ માં ઉકેશ ગચ્છના કક્કસૂરિ શિષ્ય જિનચંદ્રગણિ (અપર નામ કુલચંદ્ર ગણિ, અને પછીથી થયેલ દેવગુપ્તાચાર્ય)એ પત્તનમાં પાર્શ્વનાથચૈત્ય નવપદલઘુવૃત્તિ (શ્રાવકાનંદ-કારિણી નામની ટીકા) રચી (પા. સૂચિ નં. ૨) અને તે વર્ષમાં નવતત્ત્વ પ્રકરણ રચ્યું અને સં. ૧૦૭૮ માં વીર નામના આચાર્ય આરાધનાપતાકા રચી. ૨૮૩. પાટણની ગાદી પર રાજ કરતા દુર્લભરાજના સમયમાં એમ બન્યું કે વનરાજના સમયથી પાટણમાં ચૈત્યવાસી મુનિઓજ રહેતા, તેથી ઉક્ત ચંદ્રકુલના વર્ધમાનસૂરિ શિષ્ય જિનશ્વર નામના સૂરિએ રાજસભામાં જઈ તેજ રાજાના સરસ્વતી ભંડારમાંનું જૈન મુનિઓના આચાર સ્વરૂપ દાખવતું દશવૈકાલિક સૂત્ર મંગાવી ચૈત્યવાસીઓનો આચાર તે શુદ્ધ મુનિ-આચાર નથી એને પોતે જે ઉગ્ર અને કઠિન આચાર પાળે છે તેજ શાસ્ત્રસંમત છે એમ બતાવી આપ્યું તેથી તે રાજાને તેમને ખરતર' એ નામનું બિરૂદ આપ્યું અને ત્યારથી ચૈત્યવાસીઓનું જોર નરમ પડતું ગયું; શુદ્ધ આચારવાળા જૈન મુનિઓનો પ્રવેશ વધતો ગયો અને તેમના પરથી ખરતરગચ્છ”ની સ્થાપના થઈ એમ તે ગચ્છની પટ્ટાવલીમાં જણાવ્યું છે. ૨૮૪. ઉક્ત જિનેશ્વરસૂરિના સહોદર અને સહદીક્ષિત બુદ્ધિસાગરસૂરિ (કે જે જૈન શ્વે) સંપ્રદાયમાં આદ્ય વૈયાકરણ) છે એ પોતાના નામનું- “બુદ્ધિસાગર’ અપનામ પંચગ્રંથી વ્યાકરણ કે શબ્દલક્ષ્મલક્ષણ, પાણિનિ-ચંદ્ર-જૈનેન્દ્ર-વિશ્રાન્તદુર્ગ ટીકા જોઇને સંસ્કૃત પ્રાકૃત શબ્દની સિદ્ધિ માટે પદ્યગદ્યરૂપ ૭000 શ્લોક પ્રમાણ જાબાલિપુરમાં સં.૧૦૮૦ માં રચ્યું. તે જિનેશ્વરસૂરિએ હરિભદ્રસૂરિનાં અષ્ટકો પર સં. વૃત્તિ (સં. ૧૦૮૦), સમ્યકત્વના ઉપશમાદિ પાંચ લિંગ પર પંચલિંગી પ્રકરણ, વીરચરિત્ર, નિર્વાણલીલાવતી કથા (આશાપલ્લીમાં સંવત ૧૦૮૨ ને ૧૦૯૫ ની વચમાં સં. ૧૮૯૨માં વે૦ નં. ૧૬૨૩ જે. પૃ. ૪૩ {નિર્વાણલીલાવતીનો સંક્ષેપ લીલાવતીસાર જિનરત્નસૂરિ સં. ભાયાણી-કંસારા ૨૨૦. પુરાતત્ત્વ ૨, ૪૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy