SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભોજરાજાએ તેમને‘વાદિવેતાલ' એવું બિરૂદ આપ્યું હતું તેઓ ચંદ્રકુલના થારાપદ્ર ગચ્છીય હતા. તેમણે ઉત્તરાધ્યયન સુત્ર પર મનોહર ટીકા રચી છે કે જે ટીકા ‘પાઇય ટીકા' કહેવાય છે.(કારણ કે તેમાં પ્રાકૃત અતિ વિશેષ છે, ભાં.૪ પૃ. ૪૪૦ પી.૩, ૬૩). તેમણે અંગવિદ્યા રચી-ઉદ્ધરી વળી બૃહત્ક્રાંતિસ્તોત્ર રચ્યું (કાં. વડો નં. ૯, પી. ૩, ૨૩૧; જેસ.). તેમનો સ્વર્ગવાસ સં.૧૦૯૬ માં થયો. (પ્રા∞) ધર્મશાસ્ત્રના રચનાર શાંતિસૂરિ આ હશે. (પી. ૨, ૬૦). આ શાંતિસૂરિનો પ્રબંધ પ્ર. ચ. માં છે કેઃ- ‘જન્મ ઉન્નતાયુ ગામમાં (રાધનપુર પાસેના ઉણમાં) ધનદેવ શ્રેષ્ઠીને ત્યાં થયો. ત્યાં થારાપદ્ર ગચ્છીય વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લીધી. પાટણમાં ભીમરાજાની સભામાં ‘કવીન્દ્ર' તથા ‘વાદિચક્રવર્ત્તિ' પદોથી પ્રસિદ્ધ થયા. રાજા ભોજની સભામાં ૮૪ વાદીને જીતી તેની શરત પ્રમાણે ૮૪ લાખ માલવી રૂ. મેળવ્યા માલવી ૧ લાખના ગૂજરાત દેશના ૧૫ હજાર થતા હોવાથી તે હિસાબે બાર લાખ સાઠ હજાર ગૂર્જર દેશના રૂ. શાંતિસૂરિને અપર્ણ થતાં બાર લાખ તેમણે ત્યાંજ જૈન દેહરાસરો કરાવવામાં ખર્ચાવ્યા અને સાઠ હજાર થરાદ મોકલાવી તેમાંથી દેરી ને રથ કરાવ્યા. ભોજે ‘વાદિવેતાલ’ બિરૂદ આપ્યું. ધનપાલની તિલકમંજરીનું સંશોધન કર્યું. પાટણ આવી ત્યાં એક શેઠનો પુત્ર સર્પદંશથી મૃત થયો હતો તેને સજીવન કર્યાં. તેમને ૩૨ શિષ્યો હતા ને તેમને ચૈત્યમાં પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હતા. નાડોલથી આવેલ મુનિચંદ્રસૂરિને શ્રાવકના મકાનમાં ઉતરવાની સગવડ કરી આપી કે જ્યાં તેમણે પ્રમાણશાસ્ત્ર ને ષદર્શન શાસ્ત્રોનું અધ્યયન કર્યું- એ પછી પાટણમાં સર્વ ગચ્છના સુવિહિત સાધુઓને ઉતરવા લાયક ઉપાશ્રય થયા. શાંતિસૂરિએ રચિત ઉત્તરાધ્યયન ટીકા તર્કપૂર્ણ હતી ને તેના આધારે ત્યારપછી વાદિદેવસૂરિએ દિ∞ કુમુદચંદ્ર પર જીત મેળવી. શાંતિસૂરિએ કૌલ (શક્તિ ઉપાસક) કવિ ધર્મને ને એક દ્રાવિડ વાદિને પરાજિત કર્યા. પોતાના ત્રણ શિષ્ય વીર, શાલિભદ્ર અને સર્વદેવને સૂરિપદ આપ્યું. તે વીરસૂરિની સંતતિ આગળ ચાલી નહિ પણ તેમનું શાશ્વત સ્મારક રાજપુરમાં ‘નેમિનાથ' રહ્યું, જ્યારે શાલિભદ્ર અને સર્વદેવસૂરિની શિષ્યસંતતિ હજુ સુધી (સં.૧૩૩૪ સુધી) પાટણમાં વિદ્યમાન છે. શાંતિસૂરિએ ગિરનાર ૫૨ સં.૧૦૯૬માં સ્વર્ગવાસ કર્યો.' થારાપદ્રીય ગચ્છ એ નામ થારાપદ્ર (થરાદ) કે જે ડીસા કેંપની પશ્ચિમમાં લગભગ ૨૫ કોશ પર આવેલ ગામ છે તેપરથી પડેલું છે. તેના એક લેખ પરથી જણાય છે કે તેના આદિ પુરુષ ‘વટેશ્વરાર્ય હતા કે જે કુવલયમાલાવાળા વડેસર આયરિયથી અભિન્ન જણાય છે તેથી આ ગચ્છ લગભગ વિક્રમની સાતમી સદીમાં ઉત્પન્ન થયો લાગે છે. શાન્તિસૂરિનો સમય શિથિલાચાર-પ્રધાન હતો પોતે પણ અપ્રતિબદ્ધ વિહારી હોય તેમ ઓછું જણાય છે. તેમને ભોજે વિજયનું પારિતોષિતક આપ્યું અને તે એમણે ધર્મમાર્ગમાં ખરચાવ્યું એ તો એક જુદી વાત છે પણ એમના ગચ્છના ઉપાશ્રયને પ્રબંધકારે બે સ્થળે ‘મઠ' કહેલ છે. તેથી પણ એમની ગુરુપરંપરામાં શિથિલાચારનો પ્રવેશ હશે એમ જણાય છે. પાટણમાં મુનિચંદ્રસૂરિને સુવિહિત સાધુ હોવાના કારણે ઉતરવાને ઉપાશ્રય નહોતો મળતો તેથી શાંતિસૂરિએ કહીને એક શ્રાવકનું મકાન તેમને ઉતરવાને અપાવ્યું, એ ઉપરથી પણ જણાય છે કે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy