SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૭૬ થી ૨૮૦ ધનપાલના ગ્રંથો તિલકમર્જરી વ. ૧૪૧ તંત્રને જાણનારો, બૌદ્ધ અને આર્હત દર્શનોનાં તત્ત્વોનો જાણનાર, સાહિત્યવિદ્યારૂપી સમુદ્રનો પારદર્શી અને કાવ્યકર્તાઓ-કવિઓમાં નિદર્શન-આદર્શરૂપ થયો. કૌમારાવસ્થામાં અરિષ્ટનેમિની (નેમીનાથની) ચેષ્ટા કરવાની ઇચ્છાવાળો હોય તેમ જેણે માર-મદનની શક્તિ ક્ષત કરી હતી તેવા તેણે સર્વસાવદ્યની નિવૃત્તિથી (જૈનદીક્ષાથી) ગૌરવશાલી એવી પ્રતિજ્ઞા સત્યપ્રતિજ્ઞ થઇ પાળી, ધર્મના આભ્યાસ કરતાં જેણે હિંસા કલાવડે પણ કિંચિત્પણ કરીજ નહિ તથાપિ જેના ગુણ(ગુણ મેખલાનો દોરો)ના સ્વરથી ચાર સાગરનું ચક્ર જેની મેખલારૂપ છે એવી પૃથ્વી વ્યાપ્ત થઇ એ વિચિત્ર છે ! તે નિજષ અનુજનાના ભાઇની આ ઉજ્જવલ કૃતિને તેણે જ સ્વર્ગમાં પ્રયાણ કરતી વખતે અભ્યર્થના કરાયેલા એવા સાંપ્રત કવિ નામે ધનપાલે યથામતિ વિચારીને પોતાની વૃત્તિથી સારી રીતે અંલકૃત કરી.’૨૧૬ ૨૭૯. ધનપાલે પોતે પ્રાકૃતમાં ૨૦ ગથામાં શ્રાવકવિધિ (પા.સૂચિ નં.૫૬ તથા પ્રાકૃતમાં ૫૦ ગાથામાં ઋષભદેવની સ્તુતિ રચી છે કે જે ઋષભપંચાશિકા કહેવાય છે.૧૭ વળી વિરોધાભાસ અલંકારવાળી શ્રી મહાવીર સ્તુતિ રચી હતી અને સત્યપુરીય શ્રી મહાવીર ઉત્સાહ નામનું સ્તુતિકાવ્ય અપભ્રંશ તત્કાલીન ભાષામાં રચ્યું હતું કે જે કેટલીક ઐતિહાસિક હકીકત રજુ કરે છે. ૨૮૦. ઉક્ત શાંતિસૂરિને૧૯ પાટણમાં ધનપાલે ધારામાં આવવા પ્રેરણા કરી હતી. તેથી તેઓ ધારાનગરીમાં આવી રાજા ભોજનો આદરસત્કાર પામ્યા અને તેમણે સભાના સર્વ પંડિતો ને જીતવાથી ૨૧૫. તેની અંતે એમ છે કે તચૈવ જ્યેષ્ઠપ્રાતુ: પંડિત ધનપાતસ્ય.' લીં. ૨૧૬. પહેલા બે શ્લોક પોતાના પિતામહ ને પિતા સંબંધમાં તિલકમંજરીમાં આપ્યા પ્રમાણે આપ્યા છે (જુઓ ફુટનોટ નં ૨૧૧). अब्जायताक्षः समजायतास्य श्लाध्यस्तनूजो गुणलब्धपूजः । यः शोभनत्वं शुभवर्णभाजा न नाम नाम्ना वपुषाऽप्यधत्त ॥ ३ ॥ कातन्त्रचन्द्रोदिततन्त्रवेदी यो बुद्धबौद्धार्हततत्त्वतत्त्वः । साहित्यविद्यार्णवपारदर्शी निदर्शनं काव्यकृतां बभूव ॥ ४ ॥ कौमार एव क्षतमारवीर्यश्चेष्टां चिकीर्षन्निव रिष्टनेमेः । यः सर्वसावद्यनिवृत्तिगुर्वी सत्यप्रतिज्ञो विदधे प्रतिज्ञाम् ॥ ५॥ अभ्यस्यता धर्ममकारि येन जीवाभिघातः कलयाऽपि नैव । चित्रं चतुः सागरचक्रकांचि स्तथापि भूर्व्यापि गुणस्वनेन ॥ ६ ॥ एतां यथामति विमृश्य निजानुजस्य तस्योज्ज्वलं कृतिमलंकृतवान् स्ववृत्त्या । अभ्यर्थितो विदधतो त्रिदिवप्रयाणं तेनैव साम्प्रतकवि धनपालनामा ॥ ७ ॥ આ ટીકા મૂલ અને તેના ગૂ. અનુવાદસહિત તેમજ બીજી સંસ્કૃત અવચૂરીસહિત આઠ સિમિત નં. ૪૭ માં મુદ્રિત થઇ છે. ૨૧૭. ઋષભપંચાશિકા(પી ૨, ૮૫-૯૨) પર પાદલિપ્તસૂરિષ્કૃત તરંગલોલાનો સંક્ષેપ કરનાર હારિજ ગચ્છના વીરભદ્રના શિષ્ય નેમિચંદ્રે ટીકા કરી હતી (કાં. વડો.) ૨૧૮. આ બંને જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૩ માં પૃ ૨૯૫ અને ૨૪૧ પૃષ્ટ પર વિવેચન સહિત પ્રસિદ્ધ થયેલ. વે. નં. ૧૮૨૨માં સં.વીરસ્તવ સાવસૂરિ નોંધેલ છે. ૨૧૯.આ સૂરિએ ૭૦૦શ્રીમાલી કુટુંબને જૈન કર્યા. તેમનો ગચ્છ વડગચ્છ હતો. પછી તેમાંથી આઠ શાખાનો વિસ્તારવાળો પિંપલગચ્છ થયો સં.૧૨૨૨(રૂદ્ર બાવીસ) તે વીરતીર્થ સાચોર નગરમાં દીપ્તો થયો. (પુણ્યસાગરકૃત અંજનાસુંદરી રાસ પ્રસ્ત. ૨ સં. ૧૬૮૯; જુઓ જે.ગૂ.કવિઓ ભાગ ૨.પૃ.૫૩૨.) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy