SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ર૭૬. સંસ્કૃત પદ્યકાવ્ય સાહિત્ય વાલ્મીકિ, કાલિદાસ, આદિ અગમ્ય કવિઓથી મહત્તા પામ્યું છે. પરંતુ ગદ્યકાવ્ય સાહિત્ય તો સુબધુ બાણ, દંડ ત્રિવિક્રમભટ્ટ ને સોઢલ જેવા પાંચદશ કવિઓની સુકૃપાથી વાસવદત્તા કાંદબરી, દશકુમાર ચરિત, નલકથા અને ઉદયસુંદરીની કથાથી પોતાનું અસ્તિત્વ સાચવી રહ્યું છે, તેમા ધનપાલની તિલકમંજરીનું અવશ્ય સ્થાન છે, ને તેથી તેમાં વૃદ્ધિ થઈ છે. કવિ અને કાવ્ય સંબંધી તથા કથા કેવી હોવી જોઇએ એ સંબંધીના ધનપાલના વિચાર આની મથાળેજ મૂક્યા છે. કથામાં શ્લેષકાઠિન્ય, ગદ્યપ્રાધાન્ય અને પદ્યપ્રાચર્ય એ ત્રણ દોષો “વર્ણયુક્તિ એ શ્લોકમાં બતાવ્યા છે તે સુબંધુની વાસવદત્તા, બાણની કાદંબરી, અને ત્રિવિક્રમભટ્ટની નલકથા ઉપર અનુક્રમે કરેલા આક્ષેપ લાગે છે. ગદ્યમાં લાંબા લાંબા સમાસોવાળા દંડકો અને અક્ષરોના પ્રાચર્યથી જનસમૂહ વિમુખ થાય છે. એ પણ પોતે એક શ્લોકમાં ૧૨ જણાવ્યું છે કે આ સર્વ દોષ-આક્ષેપથી મુક્ત થઈ ધનપાલે જનસમૂહમાં સર્વ રીતે પ્રિય થઈ પડે તેવી પોતાની કૃતિ તિલકમંજરી બનાવી છે. તેમાં નથી સઘન શ્લેષો કે નથી કઠિન પદો, તેમજ નથી તેમાં સતત ગદ્ય કે નથી પ્રચુર પડ્યું. સમગ્ર કથા સરલ અને સુપ્રસિદ્ધ પદો દ્વારા પ્રસાદ ગુણ વડે અલંકૃત થયેલી છે. થોડા થોડા અંતરે પ્રસંગોચિત સ્થાને એકેક બબ્બે કે તેથી વધારે ભાવપ્રદર્શક પદ્યો પણ આપેલાં છે. ગદ્યની માફક પદ્યો પણ બહુ રમણીય અને પ્રૌઢ છે, રસ અને ધ્વનિથી પૂરિત છે. હેમચંદ્રાચાર્ય જેવા વિદ્વાને પણ તિલકમંજરીના પદ્યો ઉચ્ચ કોટિના માન્યાં છે. અને પોતાના ૧૩ કાવ્યાનુશાસનમાં “શ્લેષ’ના ઉદાહરણ તરીકે, તેમજ છંદોનુશાસનમાં “માત્રા” નામક છંદના ઉદાહરણમાં તિલકમંજરીમાંથી કાવ્યો ચુંટી મૂક્યાં છે. ર૭૭. આ કથા “આખ્યાયિકા'ના ખરા લક્ષણવાળી નવરસ અને કાવ્યથી ભરપૂર છે. આ કથા તેમાં ઉત્સુત્ર-પ્રરૂપણા ન થાય તેવી દૃષ્ટિએ જૈનાચાર્ય શાંતિસૂરિએ સંશોધિત કરી હતી એમ પ્રભાવક-ચરિતકાર જણાવે છે. તિલકમંજરીની તાડપત્રની પ્રત સં. ૧૧૩૦માં લખાયેલી જેસલમેર ભં. માં છે. (જે.પૃ.૪) - ૨૭૮. ધનપાલના સહોદર શોભને મહેન્દ્રસૂરિ પાસે જૈન સાધુ દીક્ષા લીધી અને તેમણે યમયુક્ત ૨૪ તીર્થકરની જે સ્તુતિઓ સંસ્કૃતમાં બનાવી હતી તે શોભનસ્તુતિ તરીકે પ્રસિદ્ધ છે. તે સ્તુતિ પર ધનપાલે સંસ્કૃત ટીકા રચી. તે ટીકામાં ધનપાલ પોતે જણાવે છે કે પોતાના પિતા સર્વદેવને નામમાત્રથી શોભન નહિં, પરંતુ શુભ વર્ણથી યુક્ત શરીરથી પણ શોભન એવો કમલ જેવી લાંબી આંખોવાળો, ગુણથી પૂજા જેણે મળવી છે એવો શોભન નામનો ગ્લાદ્ય પુત્ર થયો. તે કાતંત્ર, ચંદ્ર(વ્યાકરણ)થી ઉદય પામેલ अक्षुण्णोऽपि विविक्तसूक्तिरचने यः सर्व विद्याब्धिना श्रीमुंजेन सरस्वतीति सदसि क्षोणीभृता व्याहृतः ॥ निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्ताः श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदातचरितस्य विनोदहेतो राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयं ॥ २१२. अखण्डदण्डकारण्यभाजः प्रचुरवर्णकात् । व्याघ्रादिव भयाघ्रातो गद्याद् व्यावर्तते जनः ॥ -અખંડ એવા દંડકારણ્યનું સેવન કરનાર અને રંગબેરંગી એવા સિંહથી ભય પામી મનુષ્ય જેમ પાછો હઠી જાય છે તેમ (લાંબા લાંબા સમાસોવાળા દંડકોયુક્ત અને) બહુ અક્ષરોવાળા ગદ્યથી પણ જન વિમુખ થાય છે. ૨૧૩. અધ્યાય ૫. પૃ. ૨૭૬; ૩ પૃ ૧૭૭. ૨૧૪. “મહેન્દ્રસૂરિપ્રબંધ' પૃ. ૨૩૭ अशोधयदिमां चासावुत्सूत्राणां प्ररूपणात् । शब्दसाहित्यदोषास्तु सिद्धसारस्वतेषु किम् ? ॥ २०२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy