SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૭૭ થી ૨૭૫ પં.ધનપાલ અને ભોજ ૧૩૯ સર્વદેવ નામનો મારો પિતા છે. મારા તે પિતાના ચરણકમળની સેવાથી વિદ્યાલવને પ્રાપ્ત થયેલા અને સર્વ વિદ્યાના સમુદ્રરૂપ એવા મુંજરાજાએ સાભાની અંદર જેને સરસ્વતી’ એવા મહત્ત્વસૂચક ઉપનામથી બોલાવેલા એવા મેં ધનપાલ વિષે ભોજરાજા કે જે સર્વ શાસ્ત્રોનો જ્ઞાતા હોવા છતાં પણ જૈનશાસ્ત્રોમાં વર્ણવેલી કથાઓ સાંભળવા માટે ઉત્પન્ન થયેલા કૂતુહલવાળો અને નિર્મળચરિતવાળો હતો તેના વિનોદમાટે આ તિલકમંજરી નામની સ્ફુટ અને અદ્ભુત રસવાળી કથા રચી. ૨૧૧ ૨૭૪. ભોજરાજા સંસ્કૃત સાહિત્યનો અત્યંત પ્રેમી હોવા ઉપરાંત સ્વયં સારો કવિ હતો. તેની સભામાં આર્યાવર્તના બધા ભાગોમાંથી કવિઓ અને વિદ્વાનો આવતા. રાજા યોગ્ય પુરુષોને સત્કારતો અને નવાજતો. તેના આશ્રય નીચે સંખ્યાબંધ પંડિતો રહેતા અને સાહિત્યની સેવા-વૃદ્ધિ કરતા. મહાકવિ ધનપાલ તેની પરિષનો વિદ્વન્માન્ય પ્રમુખ અને રાજાનો પ્રાગઢ મિત્ર હતો. બાલ્યવસ્થાથીજ ભોજ અને ધનપાલ પસ્પર પરમસ્નેહીઓ હતા, કારણકે મુંજરાજની પરિષદ્દો પ્રમુખ અને રાજમાન્ય વિદ્વાન ધનપાલજ હતો. ધનપાલના પાંડિત્ય પર મુગ્ધ થઇ મુંજરાજે તેને ‘સરસ્વતી' નું મહત્ત્વ સૂચક બિરૂદ આપ્યું હતું. આ રીતે મુંજ અને ભોજ બંનેનો તે બહુમાન્ય હતો. ધનપાલ પ્રથમ વૈદિક ધર્માવલંબી હતો, પરતું પાછળથી પોતાના બંધુ શોભનમુનિના સંસર્ગથી જૈનધર્મનો સ્વીકાર કરી, મહેન્દ્રસૂરિ પાસે જૈન-ગાર્હપત્ય દીક્ષા અંગીકાર કરી હતી ને તેમની પાસે સ્યાદ્વાદ સિદ્ધાંતનો વિશેષ અભ્યાસ કરી જૈનદર્શનનો પારદૃષ્ટા તત્ત્વજ્ઞ થયો. આ ધર્મપરિવર્તનથી ભોજ વિસ્મિત થયો અને ધનપાલ સાથે વિવાદ કરતો, પણ ધનપાલ દૃઢ રહી તેને નિરુત્તર કરતો. ભોજ સ્વયં વિદ્વાન્ અને તત્ત્વજ્ઞ હોવાથી સ્વધર્મ-વૈદિક દર્શનનાં તત્ત્વોમાં નિષ્ણાત હતો, પરંતુ જૈનધર્મના વિશેષ પરિચયના અભાવે તેના સંબંધી જાણકાર ન હતો ધનપાલના સંસર્ગથી તેની ઇચ્છા જૈન દર્શનના સ્વરૂપને જાણવાની થઇ, અને તે ઇચ્છા પૂર્ણ કરવા માટે ધનપાલે જૈન સિદ્ધાંતોક્ત વિચારો અને સંસ્કારોને પ્રતિપાદન કરનારી તિલકમંજરી જેવી અદ્વિતીય અને અદ્ભુત કથા રચી. ૨૭૫. આમાં ધનપાલે પ્રથમ સ્વમત તથા પરમાતમાં થઇ ગયેલા મહાકવિઓની-તેમની કૃતિઓની ઉદાર વૃત્તિથી ઘણી પ્રશંસા કરી છે. ઇંદ્રભૂતિ ગણધર, વાલ્મીકિ, વેદવ્યાસ ગુણાત્મ્ય(બૃહત્કથાકાર), પ્રવરસેન (સેતુંબંધકાર), પાદલિપ્તસૂરિષ્કૃત તરંગવતી, જીવદેવસૂરિ, કાલિદાસ, બાણ, ને ભારવી, હિરભદ્રસૂરિષ્કૃત સમરાદિત્યચરિત, ભવભૂતિ, વાતિરાજનો ગૌડવધ, બપ્પભટ્ટીભદ્રકીર્તિસૂરિષ્કૃત તારાગણ નામનું કાવ્ય, યાયાવર રાજશેખર કવિ, સ્વગુરુ મહેંદ્રસૂરિ, રૂદ્રકવિની ત્રૈલોક્યસુંદરી તથા તેના પુત્ર કર્દમરાજની સૂક્તિઓની પ્રશંસા કરી પછી પોતે કહે છે કે કોઇ વાચ્યમાં, કોઇ માત્ર કથારસમાં, કોઇ પ્રસાદાદિ ગુણોમાં ચડે છે પણ ત્રણે જેનામાં હોય તેઓને તો ધન્ય છે.’ २११. आसीद् द्विजन्माखिलमध्यदेशे प्रकाश संकाश्य निवेशजन्मा । अलब्धदेवर्षिरिति प्रसिद्धिं यो दानवर्षित्व विभूषितोऽपि ॥ शास्त्रोष्वधीतीकुशलः कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः । तस्यात्मजन्मा समभून्महात्मा देवः स्वयम्भूरिव सर्वदेवः ॥ तज्जन्मा जनकांघ्रिपंकजरज: सेवाप्तविद्यालवो विप्रः श्री धनपाल इत्यविशदामेतामबध्नात्कथां । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy