SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વિસ્તારથી શ્રી જિનવિજયે લેખ લખ્યો છે તે પરથી ટૂંકમાં નીચેનું જણાવ્યું છે. મહાકવિ ધનપાલ चैत्रवद् धनपालो न कस्य राजप्रियः प्रियः । सकर्णाभरणं यस्माज्जझे तिलकमंजरी ॥ - મુનિરતકૃત અમમચરિત્ર. -ચૈત્ર માસની પેઠે રાજપ્રિય ધનપાલ કોને પ્રિય નથી? કે જેનાથી સકર્ણ (કાનવાળા, વિદ્વાન્) ને આભરણભૂત તિલકમંજરી (તે નામની કથા, તિલકવૃક્ષની મહોર) ઉત્પન્ન થઇ. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ स्वादुतां मधुना नीताः पशूनामपि मानसम् । मदयन्ति न यद्वाचः किं तेऽपि कवयो भुवि ॥ काव्यं तदपि किं वाच्यामवांचि न करोति यत् । श्रुतमात्रममित्राणां वक्त्राणि च शिरांसि च ॥ અર્થાત્- માધુર્ય ગુણદ્વારા સ્વાદુતાને પ્રાપ્ત થેયલી જેમની વાણીઓ, પશુઓના મનને પણ જો હર્ષિત નહી કરે તો શું તેઓ પણ પૃથ્વીમાં કવિ કહેવડાવમાં લાયક છે? ! અને તે પણ શું કાવ્ય કહી શકાય કે જેના શ્રવણ માત્રથી જ જો શત્રુઓનાં મુખ અને મસ્તક નીચા નહિ થઇ જાય ? !! वर्णयुक्तिं दधानापि स्निग्धांजनमनोहरात् । नातिश्लेषघना श्लाघां कृतिर्लिपिरिवाश्रुते ॥ अश्रान्तगद्यसन्ताना श्रोतॄणां निर्विदे कथा । जहाति पद्यप्रचुरा चम्पूरपि कथारसम् ॥ જનોનાં મનને હરણ કરનારાં એવાં મધુર વર્ણનો યુક્ત હોવા છતાં પણ (૧) અતિ શ્લેષવાળી કવિની કૃતિ પ્રશંસા પામતી નથી, (૨) સતત ગદ્યવાળી કથા પણ શ્રોતાઓને આનંદ આપી શકતી નથી. (૩) તેમજ પ્રચુર પદ્યોવળી ચંચૂકથા પણ રસ પોષી શકતી નથી.- ધનપાલરચિત તિલકમંજરી. 'वचनं श्री धनपालस्य चंदनं मलयस्य च । सरसं हृदि विन्यस्य कोऽभून्नाम न निवृत्तः ? ॥' -ધનપાલનું વચન અને મલગિરિનું રસસહિત ચંદન જેના હૃદયને લાગ્યું તે શાંત અને સુખી ન થાય એવા જગત્માં કોણ છે? - પ્રબંધ ચિં. ભાષાંતર. 'सालंकारा लक्खण सुच्छंदया महरसा सुवन्नरूइ । कस्स न हारइ हिययं कहुत्तमा पवरतरुणीव्व ॥ ' - અલંકારસહિત, લક્ષણ અને સુંદર છંદથી મહારસવાળી, સુવર્ણ-સુંદર અક્ષરોથી પૂર્ણ ઉત્તમ કથા પ્રવર તરૂણીની પેઠે કોના હૃદયને હરી ન લે ? સર્વના હૃદયને હરી લે. - તિલકાચાર્ય કૃત સમ્યક્ત્વ-સાતિ ટીકામાં વચન શુદ્ધિપર ધનપાલકથાની ગાથા ૨૩૭, ૨૭૩. આ કવિ પોતે જણાવે છે કેઃ- મધ્ય પ્રદેશમાં આવેલા સાંકાશ્ય નામના નિવેશમાં (સંયુક્ત પ્રાંતમાં ફરૂકાબાદ જિલ્લામાં સંકિસ નામનું હાલ ગામ છે ત્યાં (જુઓ ઇડિયન હિસ્ટોરિકલ ક્વૉટર્લી માર્ચ ૧૯૨૯ પૃ. ૧૪૨) દેવર્ષિ નામનો દ્વિજ હતો કે જેનો પુત્ર સર્વશાસ્ત્રમાં કુશળ સ્વયંભૂ એવો ૨૧૦ ‘તિલકમંજરી’ - મહાકવિ શ્રી ધનપાલ રચિત જૈનકથા-એ નામનો લેખ જૈન શ્વે. કૉન્ફરન્સ હેરલ જૈન ઇતિહાસ વિશેષાંક પુ. ૧૧-૭ થી ૧૦. જુલાઇ-ઓક્ટોબર ૧૯૧૫ (વીરાત્ ૨૪૪૧) તથા આત્માનંદ પ્રકાશ પુ.૧૩૭ વીરાત્ ૨૪૪૨ માઘ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy