SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૬૭ થી ૨૭૨ જૈન ન્યાયશાસ્ત્રનો બીજો યુગ ૧ ૩૭ ર૭૦. ઉક્ત અભયદેવસૂરિના શિષ્ય ધનેશ્વેરસૂરિ ધારાધીશ મુંજરાજાની સભામાં વિજેતા હતા અને તે રાજાના માનીતા ગુરુ હતા.૨૦૫ પોતે મૂળ ત્રિભુવનગિરિના સ્વામી કર્દમ ભૂપતિ હતા. તેમણે રાજા થઇ દીક્ષા લીધી અને તેઓ રાજાના માન્ય થયા, તેથી તેમના ગચ્છનું નામ રાજગચ્છદ પડ્યું મુંજનું મરણ સં.૧૦૫૦ ને ૧૦૫૪ની વચ્ચે થયું.૨૭ - ર૭૧. મુલરાજના પુત્ર ચામુંડરાજે શ્રી વીરગણિ નામના સાધુનો આચાર્ય પદનો મહોત્સવ મોટા આડંબરથી કર્યો; અને તે સૂરિએ વાસક્ષેપ મંત્રી ને રાજાને આપ્યો હતો કે જે રાજાએ જલમાં મેળાવી રાણીઓને સ્નાન કરાવવાથી રાજાને ઘરે વલ્લભરાજ આદિ સંતાનોની વૃદ્ધિ થઈ. ર૭૨. ધનપાલ ધારાધીશ મુંજનો અતિ માનીતો રાજસભાપંડિત અને કવિ હતો. તેના રાજ્યમાં “સં.૧૦૨૯માં જ્યારે માળવાના રાજાની ધાડે મન્નખેડ નામનું ગામ લુંટ્યું ત્યારે ધારાનગરીના પ્રતિષ્ઠિત (ધનપાલે) નિર્દોષ માર્ગ પર રહેલી પોતાની સુંદરી નામની નાની બ્લેન માટે આ (પાઈયલચ્છી નામમાલા'૧૦૮ નામનો પ્રાકૃત શબ્દોનો) કોશ ર.' તેમાં માત્ર સંસ્કૃતસમ, સંસ્કૃતજન્ય કે દેશી પ્રાકૃતમાં પર્યાય શબ્દોનું સૂચન છે. તથા બધા શબ્દો સવિભક્તિક આપેલા હોવાથી કેટલેક અંશે તોઓના લિંગનું પણ જ્ઞાન થઈ શકે છે. પોતાની બહેનને માતૃભાષાનું જ્ઞાન સારું થાય તે કારણથી તેણે કોશ રચ્યો હોય તે પણ બનવા જોગ છે. તેણે સંસ્કૃત નામમાલા રચી હોય તેવો સંભવ છે. મુંજ પછી ધારાધીશ ભોજરાજાએ ધનપાલને “સિદ્ધ સારસ્વત કવીશ્વર' “કૂર્ચાલ સરસ્વતી’ એ નામનું બિરૂદ આપ્યું હતું અને તેના કહેવાથી “તિલકમંજરી' નામની સુંદર આખ્યાયિકા સંસ્કૃતમાં રચી હતી. આ સંબંધમાં २०५. तदनु धनेश्वरसूरिज॑ज्ञे यः प्राप पुण्डरीकाख्यः । निर्मथ्य वादजलधिं जयश्रियं मुंजनृपपुरतः ॥ -સિદ્ધસેનસૂરિકૃત પ્રવચનસારોદ્વારવૃત્તિ સં.૧૨૪૮, विद्वान्मंडलमौलिमंडनमणिः खत्तपोर्हर्मणि । निग्रन्थोऽपि धनेश्वरः समजनि श्रीमांस्ततः सद्गुरुः॥ यः स्फुर्जद्गुणपुंजमुंजजगती जिष्णोः पुरः प्रशिलान्वादे वादिवरान्विजित्य विजयश्रीसंग्रहं स व्यधात् ॥ માસિકયચંદ્રકૃત પાર્ષચરિત સં. ૧૨૭૬ (પી.૩, ૧૫૯) २०६. त्रिभवनगिरिस्वामी श्रीमान्स कर्दमभूपतिस्तदुपसमभूत् शिष्यः श्रीमद् धनेश्वरसज्ञया । મનન સુપુતÈડમાન્ મૃત્યનિસ્તુત: તનુ વિદ્વિતો વિષે : સરનપદ્ધોત્તર: | -પ્રભાચંદ્રકૃત પ્રભાવકચરિત. ૨૦૭. તેનું દાનપત્ર સં.૧૦૩૧ નું મળે છે. તેમજ સં.૧૦૫૦મામ દિગંબરાચાર્ય અમિતગતિએ સુભાષિત રતસંદોહ નામનો ગ્રંથ તેના રાજયમાં રચ્યો છે. ૨૦૮. પંડિત બહેચરદાસે સંશોધિત કરી પ્રકટ કરેલ છે. સં.૧૯૭૩ જૈન ગ્લૅ.કૉન્ફરન્સ ઓફિસ, પાયધુનિ, મુંબઈ પાસેથી મળી શકે છે. {પુનર્મુદ્રણ પણ થયું છે.} ૨૦૯, “ધનપાલરચિત નામમાલા શ્લોક ૧૮00' એવી યાદી એક ટીપમાંથી મળે છે. તેમની રચેલી પાયલચ્છી નામે પ્રાકૃત નામમાલા ઉપલબ્ધ છે તેની શ્લોકસંખ્યા આનાથી ઘણી ઓછી છે, તેથી પ્રાકૃત કરતાં આ નામમાલા જુદી જ હોવી જોઇએ અને તે સંસ્કૃત નામમાલા હોય એમ સંભવે છે. ધનપાલે સંસ્કૃતના શબ્દકોષ રચ્યો હતો તેનો પુરાવો તો ખુદ હેમચંદ્રાચાર્યના ગ્રંથોમાંથી મળી આવે છે; કારણ કે તેમણે પોતાના અભિધાન ચિંતામણિ નામે સંસ્કૃત કોષની ટીકાના પ્રારંભમાં જ વ્યુત્પત્તિ ધૂનપાનતઃ એવો ઉલ્લેખ કરી શબ્દોની વ્યુત્પત્તિના વિષયમાં ધનપાલના કોષને પ્રમાણભૂત માન્યો છે. એવી જ રીતે દેશીનામમાલાની ટીકામાં પણ ધનપાલનો નામોલ્લેખ કરેલો મળી આવે છે. આ કોષ હાલમાં ક્યાં પણ મળી આવતો નથી.'-જિનવિજય (પુરાતત્ત્વ ૨, ૪૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy