SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ર૬૭. “સન્મતિતક મૂળ તે ૧૬૭ પ્રાકૃત આર્યાછંદમાં છે તેના પર પચ્ચીસ હજાર શ્લોક પ્રમાણ જેટલી પ્રસ્તુત ટીકા છે. ટીકા મૂળ ગ્રંથરૂપ નગરનું દ્વાર કહેવાય પણ પ્રસ્તુત ટીકા મૂળ ગ્રંથના દ્વારા થવા ઉપરાંત મૂળ ગ્રંથમાં સ્પષ્ટ રીતે નહિ આવતા એવા અનેક નાના મોટા દાર્શનિક વિષયોની વિસ્તૃત અને સૂક્ષ્મ ચર્ચાથી ભરેલી છે તેથી એક સ્વતંત્ર ગ્રંથ બની ગયેલ છે. અભયદેવસૂરિની ટીકાનું સ્થાન તેમના ઉદેશ પ્રમાણે બહુ ઉંચું છે. બૌદ્ધ દર્શન, ભિન્ન ભિન્ન વૈદિક દર્શન અને દિગબંર સંપ્રદાયના નવમાં સૈકા સુધીના જે મોટા મોટા આકર ગ્રંથો હતા તે બધાના સંપૂર્ણ વિષયનો સંગ્રહ કરી તેના ઉપર જૈન દૃષ્ટિએ ચર્ચા કરવી અને છેવટે અનેકાંતવાદનું સ્થાપન કરવું એજ શ્રી અભયદેવસૂરિનો ઉદેશ તે ટીકા રચવામાં હતો અને પ્રો૦ લૉયમન પોતાનો અભિપ્રાય જણાવે છે તે પ્રમાણે આ ઉદેશ ખરેખર અભયદેવસૂરિએ સિદ્ધ કર્યો છે.૨૭ ર૬૮.૧૧૧મા સૈકા પછી શ્વેતામ્બર સાહિત્યમાં એવા પણ ગ્રન્થો રચાયા છે કે જે કદમાં પ્રસ્તુત ટીકા કરતાં ત્રણગણા છે છતાં એ મહાકાય ગ્રંથો અભયદેવસૂરિના સર્વ સંગ્રહના ઋણી છે. કારણકે પ્રસ્તુતટીકામાં સંગ્રહીત થયેલ વિષયો તેમને સરળતાથી મળી ગયા છે. એક બીજી દૃષ્ટિએ પણ પ્રસ્તુત ટીકાનું મહત્ત્વ છે અને તે એકે દશમા સૈકા પછીના ગ્રંથોની જેમ તેમાં શબ્દાબર નથી. એમાં ભાષાનો પ્રસન્ન પ્રવાહ શરદઋતુના નદી પ્રવાહની જેમ વધે જ જાય છે. જ ર૬૯. જૈન ન્યાયશાસ્ત્રનો બીજો યુગ - વિક્રમ છઠાથી દશમા સૈકા (૧૧ માના પૂર્વાદ્ધ) સુધીનો ગણતાં તે નામ “પલ્લવિતકાળ” રાખ્યું છે, તેનો અભિપ્રાય એટલો છે કે, સિદ્ધસેન અને સમતભદ્ર દ્વારા બંને સંપ્રદાયોમાં જે જૈન ન્યાયનું બીજારોપણ થયું , તેનેજ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અલંક વિદ્યાનંદ અને પ્રભાચંદ્ર એ ત્રણ પ્રધાન આચાર્યોએ (તેમજ માણિક્યનંદી અને અનંતવીર્ય) મુખ્યપણે જૈન ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. શ્વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જૈનન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યો છે. મલ્લવાદી, હરિભદ્ર, અને (ઉપર જણાવેલા) રાજગચ્છીય અભયદેવ. એ ત્રણેએ અનુક્રમે કાંઈ ને કાંઈ વધારે વિશેષતા અર્પે છે. અકલંક આદિ ત્રણે ત્રણ દિગંબર આચાર્યોએ જૈન ન્યાયના સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે અને સમન્તભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણીને પલ્લવિત પણ કરી છે. તેવી જ રીતે મલ્લવાદિ વગેરે આ યુગના શ્વેતાંબર આચાર્યોએ જૈન ન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયના ગ્રંથો લખ્યા છે અને પોતાપોતાના પહેલાંની તર્કવાણીને પલ્લવિત પણ કરી છે. ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉક્ત શ્વેતાંબર ત્રણ આચાર્યોની કૃતિઓ બરાબર સામે રાખી જોવામાં આવે તો એક બીજા ઉપર પડેલો પ્રભાવ પરસ્પરનું સાદૃશ્ય અને વિશેષત્વ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી” એટલે ઉક્ત અભયદેવસૂરિથી આ યુગ પૂરો થાય છે. ૨૦૩. પંસુખલાલ તથા પં. બહેચરદાસનો લેખ “સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ. ૨૦૪. જુઓ પં. સુખલાલનો “જૈન ન્યાયનો ક્રમિક વિકાસ’ એ નિબંધ ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષહ્નો રીપોર્ટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy