SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ર૬૩ થી ૨૬૬ અભયદેવસૂરિ-સન્મતિતર્ક ટીકા ૧૩૫ અભયદેવસૂરિએ સિદ્ધસેન દિવાકર કૃત સન્મતિતર્ક પર તત્ત્વબોધવિધાયિની ટીકા૨૦૧ કે જેને વાદમહાર્ણવ' પણ કહેવામાં છે તે સંસ્કૃતમાં રચી છે, તે પરથી જણાય છે કે દાર્શનિક વિષયના તેઓ અસાધારણ વિદ્વાન હતા. આમાં અનેકાન્ત દષ્ટિનું સ્વરૂપ, તેની વ્યાપ્તિ અને તેની ઉપયોગિતા સિદ્ધ કરવામાં આવી છે તેથી તે ટીકા અનેકાન્તદષ્ટિનો દાર્શનિક ગ્રંથ છે આ ટીકામાં ભૂલ કરતાં બિલકુલ જુદી શૈલી છે. તેમણે જે જે વિષયના વાદો લખ્યા છે, તે વિષય ઉપર તે વખતે ભારતીય સમગ્ર દર્શનોમાં જેટલાં મતમતાંતરો અને પક્ષપ્રતિપક્ષો હતા, તે બધાંની વિસ્તૃત નોંધ કરી છે, તેથી આ ટીકાને વિક્રમની દશમી શતાબ્દી સુધીના દર્શનવિષયક વાદોનું સંગ્રહસ્થાન કહી શકાય. ૨૬૫. “આ ટીકાકારે વાદપદ્ધતિ વિદ્વત્તાપૂર્વક એવી ગોઠવી છે કે, જે વિષયમાં વાદ શરૂ કરવાનો હોય, તે વિષયમાં સૌથી પહેલાં સિદ્ધાન્તથી વધારે વેગળો એવો પહેલો પક્ષકાર આવી પોતાનો મત સ્થાપે છે, ત્યાર બાદ સિદ્ધાન્તથી ઓછો વેગળો એવો બીજો પક્ષકાર આવી પોતાના મતને સ્થાપી પ્રથમ પક્ષની ભ્રાન્તિઓ દૂર કરે છે. ત્યારબાદ સિદ્ધાન્તની કઈક સમીપે રહેલો ત્રીજો પક્ષકાર આવી બીજા પક્ષની ભૂલો સુધારે છે, અને એ ક્રમે આગળ વધતાં છેવટે અનેકાન્તવાદી સિદ્ધાન્તી આવી છેલ્લા પ્રતિપક્ષીનું મન્તવ્ય શોધી અનેકાન્ત દૃષ્ટિએ તે વિષય કેવો માનવો જોઈએ, તે બતાવે છે. આવી વાદપદ્ધતિ ગોઠવેલી હોવાથી કોઈ પણ વિષયમાં પ્રત્યેક પક્ષકારનું શું માનવું છે, અને એક બીજા પક્ષકાર વચ્ચે શો શો મતભેદ છે, અને તેમાં કેટકેટલું વજૂદ છે. એ બધું તુલનાત્મક દૃષ્ટિએ જાણી શકાય. તેથી ટીકાકારની પ્રતિપાદન-સરણીને અનેક વાદીઓની ચર્ચા-પરિષદ સાથે સરખાવી શકાય, કે જેમાં કોઈ પણ વિષય ઉપર દરેક વાદી પોતપોતાનું પૂર્ણ મન્તવ્ય સ્વતંત્રતાપૂર્વક અનુક્રમે રજુ કરતાં હોય, અને છેવટે જેમાં એક સર્વવિષયગ્રાહી સભાપતિ દ્વારા સમન્વય ભરેલું છેવટ લવાતું હોય. ર૬૬, “જોકે ટીકામાં સેંકડો દાર્શનિક ગ્રંથોનું દોહન જણાય છે, છતાં સામાન્યરીતે મીમાંસક કુમારિલભટ્ટનું શ્લોકવાર્તિક નાલન્દા વિશ્વ વિદ્યાલયના આચાર્ય શાંતિરક્ષિત કૃત તત્ત્વસંગ્રહ ઉપરની કમલશીલકત પંજિકા અને દિગમ્બરાચાર્ય પ્રભાચંદ્રના પ્રમેયકમલમાર્તડ તથા ન્યાયકુમુદચંદ્રોદ્રય (પ્ર.મા.દિ.ગ્રં.} વિગેરે ગ્રંથોનું પ્રતિબિમ્બ મુખ્ય પણે આ ટીકામાં છે; તેવી રીતે વાદિદેવસૂરિનો સ્યાદ્વાદરત્નાકર, મલ્લિષેણસૂરિની સ્યાદાદમંજરી, ઉપાધ્યાય યશોવિજયજીની નયોપદેશ ઉપરની નયામૃતતરંગિણી ટીકા અને શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા આદિ પાછળની કૃતિઓમાં આ સન્મતિની ટીકાનું પ્રતિબિમ્બ છે'.૦૨ शिष्योऽस्याभयदेवसूरिरभवजाड्यांधकारं हरन् गोभि भास्करवत्परां विरचयन् भव्याप्तवर्गेच्छदम् । ગ્રંથો વામદાવાડી વિલિત: પ્રૌઢપ્રયોર્નિ(પૃ)7 (?) નિનશાસનપ્રવાં સાત્રિાપાં ઘુવમ્ II તેમના અન્ય સંતાનીય પ્રભાચંદ્રકૃત પ્રભાવક ચરિત સં. ૧૩૩૨. ૨૦૧. મુદ્રિત પુરાત્ત્વમંદિર અમદાવાદ મિત્રનું કેટલોક ૧૦, પૃ.૩૯-૪૦. વાદમહાર્ણવ એ સન્મતિતર્કપરની ટીકા હશે એમ કેટલાક માને છે. કારણકે તે ટીકામાં વિસ્તૃત વાદો છે.સમ્પતિત પ્રક્કરનું પ્રથમ ભાગ સંપાદકીય નિવેદન. પ્ર) પુરાતત્ત્વ મંદિર અમદાવાદ. આમ કહેવાનું કરાણ એ છે કે મલ્લિણ, રાજશેખર, યશોવિજયજીએ વાદમહાર્ણવનું નામ લખી જે પાઠો આપ્યા છે તે ઉક્ત ટીકામાં બરાબર ઉપલબ્ધ થયા છે. ૨૦૨. સમ્મતિતર્ક પ્રકરણ પ્રથમ ભા પ્ર પુરાતત્ત્વમંદિર અમદાવાદમાં સંપાદકીય નિવેદન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy