SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૬૩. ચંદ્ર (પછીથી થયેલ રાજ) ગચ્છમાં પ્રદ્યુમ્નસૂરિ વૈદિક શાસ્ત્રમાં પારગામી હતા. તેમણે અર્લીની૯૮ રાજસભામાં દિગંબરોને પરાજિત કર્યા હતા અને સપાદલક્ષ, ત્રિભુવનગિરિ, આદિના રાજાને જૈન કર્યા હતા, અને તેઓ જબરા વાદી હતા એમ તેમનાં પરંપરામાં થયેલ માણિક્યચંદ્રસૂરિએ પોતાના પાર્શ્વનાથચરિતની પ્રશસ્તિમાં સ્પષ્ટ જણાવ્યું છે.૯૯ ૨૬૪. ઉક્ત પ્રદ્યુમ્રસૂરિના શિષ્ય ‘ન્યાયવનસિંહ’ અથવા ‘તર્ક પંચાનન’ નું બિરૂદ ધરાવનારા ૧૩૪ ૧૯૮. પ્રભાવક ચરિતની પ્રશસ્તિમાં જણાવ્યું છે કેઃ यत्संगमामृतरसैर्बहवः सुधर्माधीशा भवन्ति सुधियः सुमनोभिरामाः ॥ अल्लूसभायां विजिते दिगंबरे तदीयपक्षः कलिकोशरक्षकः । दातुं प्रभोरेकपटं समानयेत्तमेकपट्टं जगृहे सुधीषु यः ॥ ३ ॥ આ પ્રભાવચરિતના સંશોધક પ્રધુમ્રસૂરિ પોતાના સમરાદિત્ય સંક્ષેપ ની આદિમાં લખે છે કે वादं जित्वाल्लुकक्ष्मापसभायां तलपाटके । आत्तैकपट्टो यस्तं श्री प्रद्युम्नं पूर्वजं स्तुवे ॥ આ અલ્લુ (અલ્લટ) રાજા તે મેવાડની ખ્યાતોના આલુ (આલુ રાવલ) સાથે મળે છે. તેનાં સં.૧૦૦૮-૧૦૧૦ ના શિલાલેખપરથી જણાય છે કે તે મેવાડપર આહાડ (આઘાટ)માં રાજ્ય કરતો હતો. કદાચ મૂલ રાજધાની નાગદાથી નવી રાજધાની આહાડ કરી હોય. અલ્લટના પિતા ભર્તૃપટ્ટ (બીજા)એ મેવાડના ભર્તુપુર (ભટેવર ગામ) વસાવ્યું મનાય છે કે જે નામ પરથી જૈનોનો ભર્તુપુરીય (ભટેવરા) ગચ્છ પ્રસિદ્ધ છે અલ્લટની રાણી હરિયદેવી હૂણ રાજાની પુત્રી હતી અને તે રાણીએ હર્ષપુર ગામ વસાવ્યું હતું (કે જે પરથી હર્ષપુરીય ગચ્છ થયો છે)એવો શિલાલેખ મળે છે. ઓઝાજી ચ. ઇ. ૨, પૃ. ૪૨૬-૪૨૯૮. આ રાજાની રાણીને થયેલ રેવતી દોષ બલિભદ્રસૂરિએ ટાળ્યો હતો. આ રાજાના મંત્રિએ આઘાટમાં જિનમંદિર કરાવી તેમાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ચિત્તોડથી યશોભદ્રસૂરિને બોલાવી તેમની પાસે કરાવી હતી. તે યશોભદ્રસૂરિ સાંડેકર ગચ્છના હતા ને સં.૧૦૨૯ માં સ્વર્ગે ગયા- એ. રાસ સંગ્રહ ભાગ-૧. આના સમયમાં ચિતોડમાં હાલ જે પ્રસિદ્ધ જૈન કીર્તિસ્તંભ છે તે બંધાયો એમ કહેવાય છે. १९९. पुंसा विग्रहजं विकारमखिलं निर्मूलमुन्मूलयं स्तत्राद्यः समभूद् भवामयभिषक् प्रद्युम्नसूरिर्गुरुः । येन स्वेदयता प्रयुज्य तरलां तर्कोज्ज्वलां भारतीं वादीन्द्राः प्रविलापिनो घनतरं दर्पज्वरं त्याजिताः ॥ ४॥ दिगम्बरसमाक्रान्तवेकपट्टं समाददे । यः प्रत्यक्षं नरेन्द्रस्य जगतस्तद्यशः पुनः ॥ ५ ॥ नीरागता निधौ राजगच्छ भूर्गुणवारिधिः । सूरिः प्रद्युम्न सूर्याख्यः पूर्वं वः पूर्वजोऽभवत् ॥ २८ ॥ सपादलक्षगोपाल त्रिभुवनगिर्यादि देशगोपालान् । ययु श्चतुरधिकाशीत्या वादजयैरंजयामास ॥ २८ ॥ श्री अभयदेवसूरिरस्तच्छिष्यस्तर्कभूरभूत् । भग्नासनालितुमुलाद्गीर्यदास्यमशिश्रियत् ॥ २९ ॥ --પાર્શ્વનાથચરિત પી.૩,૧૫૮-૧૬૨ २००. तार्किकागस्त्यविस्तारि सत्प्रज्ञाचुलुकैश्चिरं । वर्धते पीयमानोऽपि येषां वादमहार्णवः ॥ તેમના સંતાનીય સિદ્ધસેન સૂરિષ્કૃત પ્રવચન સારોદ્વાર વૃત્તિ સં. ૧૧૪૮, तर्कग्रंथविचारदुर्गमवनीसंचारपंचानन स्तत्पट्टेऽभयदेवसूरिरजनि श्वेताम्बरग्रामणीः । सद्वाक्य श्रुतिलालसा मधकरीकोलाहलाशंकिनी, हित्वा विष्टरपंकजं श्रितवती ब्राह्मी यदीयाननम् ॥ दृनिम्नगाः सत्पथभेदमेता ध्रुवं करिष्यंति जडैः समेताः । इतीव रोधाय चकार तासां ग्रन्थं नवं वादमहार्णवं यः ॥ -તેમના સંનાતીય માણિકચંદ્રસૂરિકૃત પાર્શ્વનાથચરિત પ્રશસ્તિ સં.૧૨૭૬ પી.૩, ૧૫૮-૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy