SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ જૈન ગૂર્જર કવિઓમાં હિંદી કૃતિઓનો ઉલ્લેખ અન્ય કૃતિઓ પેઠે કરી દીધો છે. આ ગ્રંથમાં જે સાહિત્ય આદિનો ઉલ્લેખ થયો છે તે ઉપરાંત બીજું જૈન સાહિત્ય ભંડારોમાં ક્યાંક સચવાયેલું પડ્યું હશે. તેનો નિર્ણય સર્વ ભંડારોનાં પુસ્તકોનું નિરીક્ષણ અને વર્ગીકરણ કરવામાં આવે ત્યાર પછી થઈ શકે. ૪૫. સ્થાનકવાસી સંપ્રદાય મુખ્યપણે ૩૨ જૈનાગમ માને છે અને તેથી તેના પર “ભાષામાં કરેલ બાલાવબોધ-‘ટબાઓ” વિશેષ તેમનામાં માલૂમ પડે છે, ખોડીદાસ આદિ ‘ભાષા” કવિઓ થઈ ગયા છે. તેમનો અન્યની પેઠે ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ખાસ મૌલિક પ્રભા પાડે તેવું એક બાજાં રહ્યું. પણ સુંદર સંગ્રહગ્રંથ જેવું પણ- એટલે કે ખાસ ઉલ્લેખવા યોગ્ય તેમનું સાહિત્ય મારી નજરે આવ્યું નથી. હું કુલધર્મથી જૈ૦ મૂર્તિપૂજક છું, પણ પૂજય મામાશ્રીને ત્યાં ઉછરેલો, ને તેઓ કુલધર્મથી સ્થાનકવાસી, પણ સર્વ ધર્મ પ્રત્યે ઉદાર હૃદયના એટલે તેમના સમાગમથી સ્થાનકવાસી સંપ્રદાય પ્રત્યે પણ પ્રેમ, ઉદારતા અને સહિષ્ણુતા મારામાં મૂળથી કેળવાયાં છે. વિશાલ દૃષ્ટિથી અવલોકતાં તે સંપ્રદાય માટે ઐતિહાસિક બિના જે કંઇ મળી તે ટુંકમાં સમભાવે મૂકવામાં આવી છે. જાઓ પાન ૫૦૬ થી ૫૧૨નું પ્રકરણ [અલબત્ત તેના મૂર્તિપૂજા નિષેધ આદિ સિદ્ધાંતના ગુણદોષની ચર્ચા આ ગ્રંથમાં કરવી નિરર્થક અને અપ્રસ્તુત છે, તેથી કરી નથી. આ સ્થિતિમાં કોઈને જરા પણ વિરોધ કરવાનો પ્રસંગ આવે તેમ નથી. તેવી વાતો જ્યારે “જૈન સંપ્રદાયોનો સંક્ષિપ્ત ઇતિહાસ' (Short History of Jaina Church) લખવામાં આવે ત્યારે તેમાં સ્થાન પામી શકે. એવો ઇતિહાસ પ્રકટ થાય તો તે મનોરંજક, બોધદાયક અને શિક્ષાપ્રદ જરૂર બને તેમ છે. કોઈ લેખક અભિનિવેશ-પૂર્વગ્રહ-સ્વસંપ્રદાય મોહને તજી પ્રેમ ઉદારભાવ અને સહિષ્ણુતાને સજી તેવો ઇતિહાસ લખવા પ્રેરાય એ ઈચ્છીશું. આ લેખકનો તેમ કરવાનો મનોરથ છે, તે પાર પડશે કે નહિ એ ભવિષ્યના ગર્ભની વાત છે.] છેલ્લાં ચાર પ્રકરણમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો, તેની સંસ્થાઓ, તીર્થો વગેરેની અતિ ટુંક માહિતી આપી છે. જૈન ધર્મના સિદ્ધાંતો સંબંધી વિશેષ માહિતી શ્રી ફોર્બસ ગુજરાતી સભાએ પારિતોષક નિબંધ તરીકે સને ૧૯૧૪માં પસાર કરેલો મારો નિબંધ નામે “જૈન અને બૌદ્ધ મતનો સંક્ષિપ્ત ઇતિહાસ, તેના સિદ્ધાંતો અને વૈદિક મત સાથે તુલના” બહાર પડશે ત્યારે તેમાંથી મળી શકશે. તેને લખાયે ૧૮ વર્ષ થયાં અને તે દરમ્યાન અનેક માર્ગદર્શક પુસ્તકો, માહિતી, સાધનો પ્રકાશમાં આવ્યાં છે તેથી તે સર્વનો લાભ લઈ મૂળ નિબંધ સાંપ્રતકાલીન (uptodate) કરવા પાછળ અવકાશ, અને ભારે પરિશ્રમ લેવાની જરૂર છે. જૈન ગૂર્જર કવિઓના બે ભાગ, અને આ ઇતિહાસનો ગ્રંથ તૈયાર કરી છપાવવામાં સર્વ અવકાશ અને મહેનત ખર્ચાઇ જવાથી તે નિબંધનો સ્પર્શ કરી શકાયો નથી. આ કારણે તે ફોર્બસ ગુજરાતી સભા અને જનસમાજ મને ક્ષમા કરશે. હવે તે બને તેટલી શીઘ્રતાથી હાથમાં લઇ તેનું પુનર્લેખન-સંશોધન વર્લ્ડન કરી પ્રકાશન કરવા હું પ્રયત્નશીલ રહીશ. ૪૬. ભૂતકાલ પ્રત્યે સામાન્ય રીતે અક્ષમ કે અસહિષ્ણુ નથી થવાતું. ભૂતકાલની વાત કરતાં અનેક પ્રકારનો ઉદાર આત્મનિગ્રહ અને સહનશીલતા રહે છે. પૂર્વકાલના ધર્મ, ધાર્મિક સંપ્રદાય-સાહિત્ય, કે ધર્મતંત્ર જેવા વિષયને વિચારવાનો પ્રસંગ આવે તો તેમાં અનેક માનસિક અવ્યવસ્થાઓ-વિકૃતિઓ થઈ હોય છતાં તેને ઉત્પન્ન કરનારા પ્રત્યે તિરસ્કાર અને નિન્દા વ્યક્ત કરવાનું મન થતું નથી અને કાળજીથી તે પ્રત્યે આંખમિંચામણાં કરી યા તેને એક બાજુ રાખી આગળ વધવામાં આવે છે. વળી ભૂતકાળમાં તે સર્વ બનેલું એટલે આપણને તેની સાથે સાક્ષાત્ પરિચય હોતો નથી, તેથી જ્યારે તેમના પ્રત્યે સારા કે નરસા અભિનિવેશ પણ જાગતા નથી. પણ વર્તમાન-આપણી નજર આગળ પસાર થએલો વર્તમાન વિચારવાનું હાથ ધરવામાં આવે ત્યારે આપણી લાગણી સ્વસ્થ રહેતી નથી-બદલાઈ જાય છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy