SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ શકયું નથી એટલે કે લેખકની કૃતિઓ પર વિવેચન કરવામાં લક્ષમાં રાખવાની અનેક બાબતો જેવી કે કૃતિઓ પરથી તેના લેખકનું વ્યક્તિત્વ, જે જે અસરો કે પ્રવાહોથી એનું વ્યક્તિત્વ બંધાયું હોય અને એની કૃતિ માટે જે હેતુઓ પ્રાપ્ત થયા હોય તે, તેની સર્વ કૃતિઓમાં રહેલી સર્વવ્યાપક ભાવના, જે જમાનામાં તે જન્મેલ હોય તેને લીધે તથા આજુબાજાની વિદ્યમાન પરિસ્થિતિઓને લીધે તેનું ક્ષેત્ર ઘડાયું હોય તે અને તે પરથી તેની કૃતિઓ ઇતિહાસની ઘટનામાં જે સ્થાન ભોગવતી હોય તે, લેખકની જે પ્રકારની સાહિત્યની કૃતિ હોય તે પ્રકારની ઉત્તમોત્તમ શિષ્ટ કૃતિઓના ધોરણે તે કૃતિની તુલના, તેમજ લેખક આપણા ૫૨ કેવી છાપ પાડે છે અને આપણી નજર સંમુખ કેવું ચિત્ર ખડું કરે છે તે-એમ વિશિષ્ટ, ઐતિહાસિક શિષ્ટ યા આદર્શ (Classical) અને અંગત દૃષ્ટિબિંદુઓથી જોતાં સાંપડતી બાબતો આલેખવી ઘટે તે આલેખી શકાઇ નથી; પ્રકટ થયેલ કૃતિઓ સંબંધી તેવી આવશ્યક બાબતો મૂકવા માટે જરૂરનાં દીર્ઘઅભ્યાસ, સતત મનન અને ચિંતન થઇ શકયાં નથી; (જોકે સામાન્ય રીતે જેમણે સારો અભ્યાસ કર્યો હોય એવા વિદ્વાનોના ગ્રાહ્ય મતો અવતાર્યા છે.) વળી ‘પ્રત્યેક ગ્રંથની બાહ્ય પરીક્ષા તેના પૂરા રહસ્યને જોઇને જ કરવી જોઈએ; આંતરિક પરીક્ષા તો અધિકાંશ વાચકોના મન ઉપર આખા ગ્રંથની શી અસર પડી છે એ જોઇને જ થઇ શકે.' અપ્રકટ ગ્રંથોમાં તો મોટે ભાગે લેખકના સમય સહિત તેની કૃતિઓના નામાનિર્દેશથી સંતોષ રાખવો પડ્યો છે, ઘણી હકીક્તો વિસ્તારના ભયથી મૂકી દેવી પડી છે. કોઈ વખત જેને વિષે દૃઢ મત ધરાવતા છતાં મેં મૌન સાચવ્યું છે. કેમ કે હું માનું છું કે ઘણી વખત ગે૨સમજ, કડવાં વેણ અથવા તેથી પણ વધારે આકરાં પરિણામો ખેડીને પણ મૌન રાખવાનો જાહેર સેવકનો ધર્મ થઈ જાય છે, એટલે કેટલાક પ્રસંગો એવા હોય છે. જ્યારે વાણી કરતાં મૌન વધારે શોભે છે. દરેક યુગના જૈન સાહિત્યની વાત કરતાં તે યુગનાં અન્ય ધર્મના પ્રવાહો-અન્ય ધર્મીઓનું સાહિત્યસામાજિક અને રાજકીય સ્થિતિ-પરિવર્ત્તનો, વગેરેની યથાસ્થિત નોંધ કરી તેની જૈન સાહિત્ય પર કે જૈન સાહિત્યની તેની પર અસર બતાવી શકાઈ નથી, અને એમ વિસ્તૃત ઇતિહાસ કરવા જતાં તો જીવનનાં અનેક વર્ષો વીતાવવાં પડે અને આ ગ્રંથ જેવાં અનેક ‘વૉલ્યુમો’ કરવાં પડે; માટે આ ગ્રંથ બને તેટલો સંક્ષેપમાં લખેલ હોવાથી તેનું નામ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' એમ રાખ્યું છે. વિસ્તૃત ઇતિહાસ અનેક ‘વૉલ્યુમો’માં લખનાર કોઈ સમર્થ વિચારક, વિદ્વાન, અને વીરપુરૂષ ભવિષ્યમાં જાગે એમ હું ઇચ્છું છું. તેને આ મારો પ્રયત્ન કિચિત્ પણ માર્ગદર્શક થશે તો હું કૃતાર્થ છું. ૪૪. શ્વે. જૈનોનું પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્ય જેટલું વિદ્યમાન જણાયું તે સર્વનો ઉલ્લેખ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે, અપભ્રંશ સાહિત્ય સંબંધી વિસ્તારથી મેં મારા જૈનગૂર્જર કવિઓ પ્રથમ ભાગ' એ ગ્રંથમાં પ્રસ્તાવના તરીકે મૂકેલા ‘જૂની ગુજરાતીનો સંક્ષિપ્ત ઇતિહાસ' એ નામના મા૨ા નિબંધમાં વર્ણન કર્યું છે. તેથી તે સંબંધી વિભાગ ૪ પ્રકરણ ૧ માં વિ. ૮મીથી ૧૩મી સદીના તે સાહિત્યનો ટુંકો અહેવાલ આપી બાકીની સદીના સાહિત્યનો માત્ર નામનિર્દેશ તે તે સદીનાં પ્રકરણો સાથે આપી દીધો છે; ગૂજરાતી સાહિત્યના વિ. ૧૩મી થી ૧૮મી સદીમાં થયેલા જૈન કવિઓ અને ગદ્ય લેખકોની વિસ્તૃત સૂચી રૂપે ‘જૈન ગૂર્જર કવિઓ'ના બે ભાગ બહાર પાડેલા છે. તેથી અને ૧૯-૨૦ મી સદીના જૈન કવિઓ-ગદ્ય લેખકોએ ગૂજરાતી સાહિત્યમાં આપેલો ફાળો-શતકવાર કવિઓની કાવ્ય-પ્રસાદી વગેરે ઘણી ઉપયુક્ત બાબતો તે ગ્રંથના ત્રીજા ભાગમાં આપવાનો મારો મનોરથ છે, તેથી આ પુસ્તકમાં તો તેમનો માત્ર નામનિર્દેશ કરી સંતોષ રાખ્યો છે. હિંદી સાહિત્ય તો બહુ જાજ-અતિ અલ્પ છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy