SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૪ પણ લખી પૂરું પાડી શક્યા નથી; જયારે તેમના જેટલા ગુણો નહિ ધરાવતો એવો હું મારા ધંધાનો વ્યવસાય, કૌટુંબિક તેમજ સામાજિક વ્યવહાર સાચવ્ય-રાખે જતાં ફાજલ પડતા સમયનો લાભ લઈ વિશ્વસનીય અને બને ત્યાં સુધી તે તે કાલનાં પ્રમાણો મેળવી જુદાં જુદાં સ્થળે પરિભ્રમણ કરી ત્યાંનાં મંદિરો, ભંડારો તપાસી શિલાલેખો પ્રશસ્તિઓ, ગ્રંથગત નોંધો વગેરે જે કાંઈ મળ્યું તે મેળવી તે પરથી મારી મર્યાદિત શક્તિ અને મતિ પ્રમાણે ગુજરાતી ભાષામાં તે ઇતિહાસના એક ભાગ નામે જૈન સાહિત્યના ઇતિહાસને લિપિબદ્ધ કરી શક્યો છું તે જનતા સમક્ષ ધરવામાં આવે છે. સાથે સાથે અત્રે નિવેદિત કરવું યોગ્ય છે કે થોડુંક થયાં શ્રીમાનું જિનવિજયે ડૉ. રવીન્દ્રનાથ ટાગોરના “વિશ્વભારતી'શાન્તિનિકેતનમાં અધ્યાપક તરીકે રહી શ્રી જૈન જૈ૦ કૉન્ફરન્સના શત્રુંજય તીર્થ સંબંધીના ખાસ અધિવેશનના પ્રમુખ સાહેબ શ્રી બહાદુરસિંહ સિંધીથી સ્થાપિત ‘સિંઘી જૈન ગ્રંથમાલા”નું કામ વ્યવસ્થિત રીતે અને સંગીનતાપૂર્વક ચાલુ કર્યું છે અને ચાર ગ્રંથો-પ્રબંધ ચિંતામણી, તેને લગતા પુરાતન પ્રબંધોનો સંગ્રહ, વિવિધ તીર્થકલ્પ, અને પુરાતન સમય લિખિત જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ તેમના તંત્રીપદ નીચે નિર્ણયસાગર પ્રેસમાં છપાય છે અને બીજા પણ તૈયાર થાય છે. આ રીતે ગુજરાતના ઇતિહાસની સામગ્રી મુખ્યપણે તેઓ તૈયાર કરી રહ્યા છે, તેમના તરફથી ખાસ અપેક્ષિત વસ્તુ-તે ઈતિહાસનું ઘડતર હજુ બાકી છે-દૂર છે. તે સત્વર વિનાવિલંબે તેમની પાસેથી પ્રાપ્ત થાઓ એ હૃદયેચ્છા હું પુનઃ પ્રદર્શિત કરૂં છું. શ્રી જિનવિજય તરફથી ખાસ અપેક્ષિત વસ્તુ-ગુજરાતના ઇતિહાસનું ઘડતર હજુ બાકી છે-દૂર છે, તે સત્વર વિનાવિલંબે તેમની પાસેથી પ્રાપ્ત થાઓ એ હૃદયેચ્છા વ્યક્ત કર્યા પછી હવે જણાવતાં આનંદ થાય છે કે તેમણે તે ઇતિહાસના પ્રથમ માર્ગદર્શક સ્તંભ રૂપ “ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ' એ વિષય પર મુંબઈ યુનિવર્સિટીની શ્રી વસનજી વ્યાખ્યાનમાળામાં ૨૮મી જૂનથી ત્રીજી જુલાઈ ૩૩ માં પાંચ વ્યાખ્યાનો -૧ પ્રાચીન ગુજરાતની ભૌગોલિક પરિસીમા સંબંધી ઊહાપોહ, ૨ પ્રાચીન ગુજરાતના (રાજકીય) ઇતિહાસનું સિંહાવલોકન, ૩ પ્રાચીન ગુજરાતનું ધાર્મિક અને સાંપ્રદાયિક જીવન, ૪ ગુજરાતનું સામાજિક અને પ્રજાકીય જીવન, ૫ ગુજરાતની સાર્વજનિક સંસ્કૃતિ-નીતિ, રીતિ, કળા, વિજ્ઞાન આદિ-એ મથાળાનાં આપ્યા હતાં-તેમાં ગૂજરાતની સંસ્કૃતિના ત્રણ યુગો પાડ્યા હતા-૧ અમદાવાદ પર અંગ્રેજી સલતનતનો ઝંડો ફરક્યો ત્યારથી અર્વાચીન યુગ, ૨ તે પૂર્વનો અસલામી સત્તાનો એટલે અણહિલ્લપુરની ક્ષત્રિય રાજસત્તાનો છત્રભંગ થયો ત્યારથી મધ્યયુગ, અને ૩ તે પહેલાનો એટલે શૂલપે ગુપ્ત સામ્રાજ્યના અંતકાળથી વિ.સં. પપ૦ થી ૧૩૫૦ સુધીનો પ્રાચીન યુગ. આ પ્રાચીન યુગ હિંદ માટે મધ્ય યુગ ગણાય, પણ ગૂજરાત માટે પ્રાચીન યુગ છે કારણ કે તે પહેલાં ગૂજરાતનું ગુજરાત તરીકે અસ્તિત્વ જ ન હતું. આ વ્યાખ્યાનો પ્રકટ થનાર છે. તેથી ઘણો પ્રકાશ પડશે. આ પ્રયત્ન માટે શ્રી જિનવિજયને ધન્યવાદ ઘટે છે. (જુઓ જૈનયુગ પાક્ષિક જદુલાઈ ૩૩નો અંક). ૪૩. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ મેકડોનલ, કીથ આદિએ અંગ્રેજીમાં લખ્યા છે, પણ તે જોઈ જોઈ જઇ તેની શૈલી અને રચના અવગાહી તે અનુસાર આ ઇતિહાસમાં કાર્યપદ્ધતિ રાખવાનું મારાથી બની શક્યું નથી. જૈન ગ્રંથોનો મોટો સમૂહ તો હા અમુદ્રિત છે અને ભંડારોમાં દાબડામાં પુરાયેલો છે, માત્ર તેનાં નામ, ને કર્તાનો ટુંક પરિચય તે સંબંધીની જે પ્રશસ્તિઓ બુલર, કિલ્હોર્ન, પીટર્સન, ભાંડારકર આદિએ સરકાર તરફથી કરેલા પોતાના હસ્તલિખિત પ્રતોના રીપોર્ટોમાં તથા સ્વ. દલાલ પં. લાલચંદ અને પ્રોફે. વેલણકર આદિના સૂચીપત્રોમાં પ્રકટ થઈ છે. તેમાંથી મેળવી શકાયો છે, તેથી તે દરેકનાં નામ, કર્તા તથા રચના સમય આપવા ઉપરાંત તેની પરીક્ષા તે સંબંધી ઊહાપોહ-વિવેચન કરવાનું બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy